Cli

છૂટાછેડાની ચર્ચા વચ્ચે નીલ ભટ્ટ ‘મિસ્ટ્રી ગર્લ’ સાથે દેખાયો, છુટાછેડા ની પુષ્ટિ થઈ !

Uncategorized

ટીવી સીરિયલ ગમ હૈ કિસી કે પ્યાર મેં’ ફેમ એક્ટર નીલ ભટ્ટ અને એક્ટ્રેસ ઐશ્વર્યા શર્મા હાલમાં ચર્ચામાં છે. તેમના લગ્નજીવનમાં બધું બરાબર ચાલી રહ્યું ન હોવાના અહેવાલો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ ટૂંક સમયમાં અલગ થઈ શકે છે. આ દરમિયાન નીલ ભટ્ટ મુંબઈના રસ્તાઓ પર એક મિસ્ટ્રી ગર્લ (અજાણી યુવતી) સાથે જોવા મળ્યો છે.

વાઇરલ વીડિયોમાં, નીલ એક યુવતી સાથે જોઈ શકાય છે. પાપારાઝીએ તેમને જોતાંની સાથે જ યુવતી ઝડપથી ભાગી ગઈ, જ્યારે નીલ ભટ્ટ પણ કેમેરાથી બચતો જોવા મળ્યો હતો.

યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે, આ યુવતી કોઈ મિસ્ટ્રી ગર્લ નથી પણ એક્ટરની મિત્ર છે.

નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માના છૂટાછેડા અંગે ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ આ અહેવાલોનો સત્તાવાર રીતે જવાબ આપ્યો નથી. ચાહકોએ એ પણ નોંધ્યું છે કે, નીલ અને ઐશ્વર્યાએ લાંબા સમયથી સોશિયલ મીડિયા પર એકબીજાના કોઈ ફોટો કે વીડિયો શેર કર્યા નથી. આ પછી તેમના છૂટાછેડાની અફવાઓ સામે આવવા લાગી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *