Cli

નેહા કક્કરે રોહન પ્રીત સિંહ સાથે છૂટાછેડા પર પહેલીવાર મૌન તોડ્યું!

Uncategorized

સિંગર નેહા કક્કડે આજે સોશિયલ મીડિયા પર પોતાના કામ અને સંબંધોને લઈને એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી હતી. છૂટાછેડાની અફવાઓ વચ્ચે નેહાએ લોકોને પોતાના પતિને આ તમામ બાબતોથી દૂર રાખવાની વિનંતી કરી છે. નેહા કક્કડે તાજેતરમાં કામ અને સંબંધોથી થોડો સમય બ્રેક લેવાની વાત સોશિયલ મીડિયા પર શેર કરી હતી

અને પછી પોતાની જ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.આ પછી નેહાએ ફરી એક પોસ્ટ કરી, જેમાં તેમણે પોતાના પતિ રોહનપ્રીત સિંહ સાથેના લગ્નને લઈને ફેલાયેલી અફવાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. નેહા કક્કડે રોહનપ્રીત સિંહ સાથેના છૂટાછેડાની અફવાઓ પર સ્પષ્ટતા કરી છે.આ અફવાઓ ત્યારે શરૂ થઈ હતી જ્યારે નેહાએ સોમવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે તેઓ જવાબદારીઓ, સંબંધો અને કામથી થોડા સમય માટે બ્રેક લઈ રહી છે. તેમણે લખ્યું હતું કે ખબર નથી તેઓ પાછા આવશે કે નહીં.

સાથે જ પાપારાઝી અને ફેન્સને વિનંતી કરી હતી કે તેમની તસવીરો કે વીડિયો ન બનાવે અને તેમની પ્રાઇવસીનું સન્માન કરે. જોકે થોડા જ મિનિટોમાં નેહાએ આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર છૂટાછેડાની અફવાઓ ઝડપથી ફેલાઈ ગઈ.સંબંધો અને કામથી બ્રેકની પોસ્ટ પછી નેહાએ થોડા કલાકો પહેલાં ફરી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. નેહાએ લખ્યું છે કે મિત્રો, કૃપા કરીને મારા પ્રિય અને નિર્દોષ પતિ અને મારા પ્રેમાળ પરિવારને આ બધામાં ન ઘસેડો.

તેઓ મારા જાણવામાં સૌથી સારા અને સચ્ચા લોકો છે. આજે હું જે કંઈ છું તે તેમના સપોર્ટના કારણે જ છું.નેહાએ આગળ લખ્યું કે તેમને કેટલાક લોકો અને સિસ્ટમથી ફરિયાદ છે, પરંતુ તેમાં પતિ અને પરિવારને ન લાવશો. નેહાએ સ્વીકાર્યું કે સોશિયલ મીડિયા પર ભાવુક થઈને પોસ્ટ કરવી તેમની ભૂલ હતી, કારણ કે લોકો નાની વાતને મોટી બનાવી દે છે. તેમણે આ પણ લખ્યું કે હવે તેઓ ક્યારેય સોશિયલ મીડિયા પર પોતાની પર્સનલ લાઇફ વિશે વાત નહીં કરે.અંતમાં નેહાએ લખ્યું કે બિચારી ભાવુક નેહા આ દુનિયા માટે બહુ જ ભાવુક છે. સોરી અને થેંક યુ. ચિંતા ન કરશો, હું જલ્દી જ ધમાકેદાર વાપસી કરીશ. ઢેર સારો પ્રેમ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *