[સંગીત] નમસ્કાર વિશેષ ન્યુઝની વિશેષ રજૂઆત વિશેષ વિશ્લેષણ વિથ દિનેશ સિંધવમાં તમારું સ્વાગત કરું છું આજે વાત કરવી છે સંસ્કારી નગરી વડોદરાની નવરાત્રીની ગુજરાતની ની અને સમાજની વાત એ કરવી છે કે વડોદરાના યુનાઇટેડ વે ગરબાના એક વિડીયો આપણે જોયા છે એ વીડિયોમાં આપણે જોયું કે કપલ એકબીજાને ચુંબન કરે છે રીલ બનાવે છે સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરે છે અને આખી ઘટના સમાચારમાં આવે છે સમાચાર માધ્યમમાં જ્યારે આખી ઘટના આવ્યા પછી ઉહાપો થાય છે ચર્ચા થાય છે હજુ તો આ ઘટનાને માટ ગણતરીના કલાકો થયા છે ત્યાં એક બીજો વિડીયો વાયરલથાય છે જે પણ વડોદરાનો જ વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં જે ગરબાનું આયોજન થાય છે ત્યાં એક કપલ ચુંબન કરે છે અને એની રીલ બનાવે છે આ સોશિયલ મીડિયા ઉપર મૂકે છે
એ વિડીયો વાયરલ થાય છે એ ઘટનાને લઈને ફરી એકવાર ચર્ચા થઈ કે સંસ્કારી નગરીમાં અને ખાસ તો નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં આ પ્રકારની હરકત કરવી જોઈએ કે નહીં ચુંબન કરવું એ ગુનો નથી પતિ પત્ની અને પ્રેમી અને પ્રેમિકા એકબીજાને ચુંબન કરે તો એ તો પ્રેમ અભિવ્યક્ત કરવાનું એક માધ્યમ છે પણ તમે ક્યાં ચુંબન કરો છો કયા સ્થળે કરો છો અને કયા પ્રસંગે કરો છો એ અગત્યનું છેએટલા માટે સમાચાર બને છે. નવરાત્રી એક પવિત્ર તહેવાર છે. હિન્દુઓનો પવિત્ર તહેવાર છે. માં અંબા એટલે કે માં શક્તિની ઉપાસના કરવાનો તહેવાર છે. નવરાત્રી એટલે શું? આ જો સવાલ કરીએ તો આજના યુવાનોને ખબર નહી હોય. નવરાત્રીમાં ગરબાનું શું મહત્વ છે એ જો સવાલ કરીશું તો ખબર નહી હોય. ગરબામાં જે છિદ્રો હોય છે જ્યાં અંદર દીવો હોય છે એની પાછળનું શું કારણ છે એ કારણ પૂછીએ તો પણ એમને ખબર નહી હોય અને આ પ્રકારની રીલ જ્યારે સામે આવે ત્યારે બહુ મોટો ઉહાપો થાય છે ચર્ચા થાય છે સમાજ ચિંતા પણ કરે છે પણ ખાલી ચિંતા કરવાથી ચાલે એમ છે તમને શું લાગે છે કે જે યુવકયુવતીઓએ અથવા જે કપલે રીલ બનાવીને અપલોડ કરી માત્ર એટલા લોકોનો જ વાંક છે એમનો જ વાંક છે ના વાંક એમના માં બાપનો પણ છે વાંક આ સમાજનો પણ છે
વાંક હિન્દુ સમાજનો છે પત્રકાર તરીકે અમારે હિન્દુ મુસ્લિમની વાતો ન કરવી જોઈએ પણ જ્યારે હિન્દુ મુસ્લિમને લઈને રાજનીતિ થતી હોય જ્યારે હિન્દુ મુસ્લિમને લઈને કેટલાક લોકો પોતાનો રોટલો શીખતા હોય ત્યારે મારે આ વાત કરવી પડે છે કે હિન્દુ સમાજે સમજવાની જરૂર છે ચેતી જવાની જરૂર છે કે તમારા દીકરા દીકરીઓ શા માટે પવિત્ર નવરાત્રી જેવા તહેવારમાં પણ અશ્લીલ હરકત આપણે જે શબ્દ વાપરી એપ્રકારની રીલ બનાવે છે આ નવરાત્રીમાં આ જે પ્રકારની ઘટનાઓ આપણી સામે આવી એને લઈને દુઃખ થયું હશે તમને તમે ચિંતા પણ કરી હશે બજરંગદળ જેવા જે સંગઠનો છે એ આક્રોશમાં આવીને ક્યાંક પગલા પણ ભરશે પણ ધ્યાન એ રાખવાની જરૂર છે કે આવું શા માટે થઈ રહ્યું છે પોતાની જાતને હિન્દુઓએ સવાલ કરવાની જરૂર છે કે તમે તમારા સંતાનોને શું આપી રહ્યા છો તમે ક્યારે એને બેસાડીને કીધું છે કે નવરાત્રી એટલે શું તમે ક્યારે ત્યારે એને મહત્વ સમજાવ્યું છે કે નવરાત્રીનું મહત્વ શું ધાર્મિક મહત્વ શું જ્યાં ગરબા ચાલતા હોય છે ત્યાં માતાજી તો એકદમ ખૂણામાં હોય છે ગરબો ખોવાયેલો હોય છેતો બહુ શરૂઆતથી જ ધ્યાન રાખવાની જરૂર છે પછી આ ઘટના સામે આવે ત્યારે આપણે અનેક સવાલો યુવક યુવતી ઉપર ઉઠાવીએ છીએ પણ જૂની પેઢીના લોકોએ ખાસ તો ધ્યાન રાખવાની જરૂર છે કે તમે સંસ્કારમાં શું આપ્યું છે આપણે જ્યારે નવી પેઢીને કશું સંસ્કારમાં નહીં આપીએ આપણા ધાર્મિક તહેવારોનું આપણે જો મહત્વ નહી સમજાવીએ એનું પરિણામ આ જ આવવાનું છે
હવે જ્યારે હિન્દુ મુસ્લિમની ચર્ચા નીકળી જ છે ત્યારે હિન્દુ દીકરીઓને મારે કહેવું છે આમ તો પત્રકારની કોઈ કોમ ન હોય હું તો હિન્દુનો પણ છું મુસલમાનનો પણ છું હું આખા ભારતનો છું આખા ગુજરાતનો છુંઅને તમામ કોમનો છું પણ હવે આ વાત જ્યારે કરીશ તમને ત્યારે એવું લાગશે કે ભાઈ મુસ્લિમ સ્ત્રીઓની જે વેદના છે એને હું ભૂલી ગયો છું એમની યાતના હું ભૂલી ગયો છું એમની સ્વતંત્રતાને હું ભૂલી ગયો છું પણ મુસ્લિમની દીકરીઓ સ્ત્રીઓ અને જ્યારે આપણે બુરખામાં જોઈએ ત્યારે અનેક સવાલો ઉઠ્યા છે કે શા માટે પુરુષ પ્રધાન દેશમાં એમના સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવે છે એની સામે તમે હિન્દુ યુવક યુવતીને જુઓ હિન્દુ સ્ત્રીઓને જુઓ કે જ્યાં લાજની છે જ્યાં મર્યાદા છે ત્યાં ઘુંઘટ તાણવાની પ્રથા છે પણ ફરજિયાત નથી કે બુરખો પહેરીને જ એને સામાન્ય દિવસોમાં પણબહાર નીકળવું પડે પણ મુસ્લિમ સમુદાયમાં આ પરંપરા છે જેની આપણે ટીકા કરીએ છીએ ત્યારે ે મુસ્લિમ મહિલાઓને પણ કેટલાક કિસ્સામાં લાગતું હશે કે આ અમારી સાથે વધારે પડતું થઈ રહ્યું છે અને હિન્દુ યુવક કે યુવતીઓ અને સ્ત્રીઓ ખુશ થતી હશે કે અમારી સાથે આવું તો થતું નથી તમારી સાથે આવું થતું નથી તો તમે એનો ગેરફાયદો ઉઠાવ્યો છે અને જ્યારે મુસ્લિમ સમાજમાં બુરખાની આખી જે પરંપરા છે એટલે કે સ્ત્રીનો ચહેરો ઢાંકી દેવામાં આવે છે
અંગ પ્રદર્શન ન થાય તેની કાળજી લેવામાં આવે છે ત્યારે એ સમાજના કોઈ યુવક યુવતીને આ પ્રકારની હરકતવાળા વિડીયોઆપણી સામે આવતા નથી રીલ આવતી નથી એટલા માટે કે તે ક્યાંકને ક્યાંક પરંપરાના કારણે જે કઈ એમની માન્યતાઓ છે એના કારણે આ પ્રકારની ઘટનાઓ ત્યાં ઘટતી નથી હવે હિન્દુ મુસ્લિમ કરીને જ જે લોકો રાજનીતિ કરે છે જે હિન્દુઓને હંમેશા એવું લાગે છે કે મુસ્લિમથી અમને ડર છે આ દેશમાં જો મુસ્લિમોની સંખ્યા વધી જશે આ ગુજરાતમાં મુસ્લિમોની સંખ્યા વધી જશે તો અમે શું કરીશું એટલા માટે અમારે લડવું છે જે લોકો લડાઈ કરેને સમર્થન કરવું છે તો એ લોકોને મારે એટલું જ કહેવું છે કે કમસે કમ જે વાતો સારી છે જે કોમમાંથી જે જ્ઞાતિમાંથી એને દરેક બીજી જ્ઞાતિને બીજી કોમે અપનાવીજોઈએ નમાજ પડવાની વાત આવે ત્યારે કોઈ બાંધછોડ નથી મુસ્લિમો સમયસર અને જેટલી વાર નમાજ પડવી પડે એટલી વાર ભળે છે હિન્દુઓને નવરાત્રીમાં નવ દિવસ મજા કરવી છે માતાજીના ગરબાની વાતો કરવી છે પણ સામાન્ય દિવસોમાં માતાજીના મંદિરમાં જઈને અથવા તો ઘરમાં જે મંદિર છે ત્યાં માથું ટેકવવાની તમારી નવી પેઢીને ટેવ છે
તમારી નવી પેઢી ક્યારે તમારા ગામના રામ મંદિરમાં જાય છે નથી જતી એટલે ત્યાં તમે કશું કરતા નથી અને તમે અપેક્ષા એવી રાખો છો કે તમે હિન્દુ તરીકે આ ગુજરાતમાંને આ ભારતમાં તમે સલામત રહી શકો એના માટે જે મુસ્લિમ છે અને મુસ્લિમસમુદાય સાથે જે લોકો જોડાયેલા છે એનાથી જો તમને વાંધો હોય તો તમારે તમારી જાતને એક સવાલ કરવાની જરૂર છે કે વાંધો ક્યાં હોવો જોઈએ ખરા અર્થમાં નવરાત્રી જે પવિત્ર તહેવાર છે જે હિન્દુનો તહેવાર છે એ હિન્દુના તહેવારમાં આ પ્રકારની રીલ બને અને જ્યારે ફજેતી થતી હોય ત્યારે ચેતી જવાની જરૂર છે માત્ર મુસ્લિમોને ગાળો આપવાથી માત્ર મુસ્લિમોને નફરત કરવાથી હિન્દુ હિન્દુ નહી રહે હિન્દુ હિન્દુ નહી બને અને હિન્દુ માત્ર આ કરવાથી હિન્દુત્વને ટકાવી નહી શકે.
આ વાસ્તવિકતા છે કડવી વાત મેં કરી છે તમને ગમે કે ના ગમે પત્રકાર તરીકે મારે તટસ્થ રીતેબોલવાની જરૂર હોય છે મેં કહ્યું છે અને હું બુરખા પ્રથાને સમર્થન નથી કરતો હું એવું નથી કહેતો કે મુસ્લિમ સમુદાયની જે સ્ત્રીઓ છે તેને બુરખામાં રહેવું પડે છે એ યોગ્ય છે એવું પણ નથી કહેતો હું કોણ છું કહેવા વાળો પણ સવાલ એ છે કે સ્ત્રીએ સ્ત્રીની મર્યાદામાં રહેવાનું હોય છે પુરુષે પુરુષની મર્યાદામાં રહેવાનું હોય છે બંનેએ પોતાની મર્યાદામાં રહી સામને દિવસોમાં જો તમે આ ન કરી શકો તો ચાલે પણ નવરાત્રી જે ઉપાસનાના દિવસો છે જે પવિત્ર દિવસો છે એવા દિવસોમાં તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે જે આપણે રાખતા નથી એટલે બજરંગદળને બીજો એક મારો સીધો સવાલ છેકે હવે તમે શું કરશો હવે તમે આવા જે લોકો છે જે હિન્દુ સમાજમાંથી જ આવે છે
અને હિન્દુ જ છે એ લોકો નવરાત્રીને જ્યારે અભળાવી રહ્યા છે આ પવિત્ર તહેવારને જ્યારે લાંછન લગાડી રહ્યા છે ત્યારે એ લોકોને તમે જઈને લાફો મારશો ત્યારે એ લોકોને તમે એમની સામે એફઆઈઆર કરશો અને એફઆઈઆર ન થાય ત્યાં સુધી તમે જીદ કરીને એમની સામે એફઆઈઆર ફાટે એના માટે તમે કાળજી લેશો આ સવાલ એટલા માટે કરું છું આ બધું કરશું તો જ તમારો જે અર્થ છે તમારો હેતુ પાર પડવાનો છે તો આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને મેં જે વિશેષ વિશ્લેષણ કર્યું છે
એનો મારો ઈરાદો માત્ર એટલો છે કે તમનેમારે જ્ઞાન ન આપવું મારે તમને એવું પણ ન કહેવું કે તમારે કેવી રીતે જીવવું છે પણ મને લાગ્યું કે આ વાતો થવી જોઈએ અને એક પત્રકાર તરીકે કારણ કે પત્રકાર છેલ્લે સમાજમાંથી આવે છે પત્રકાર પણ માણસ છે ત્યારે એની પણ એક ભાવના હોય છે ભાવના મેં વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ વિશ્લેષણમાં ફરી મળીશ ત્યારે સાંપ્રત બાબતો ઉપર અને સાંપ્રત મુદ્દા ઉપર આપણે ફરી વિશેષ વિશ્લેષણ કરીશું