ગુજરાત સૌરાષ્ટ્રમાં નિરાધાર રસ્તા પર રજડતા ભિક્ષુકો અને અસહાય માનસિક અસ્વસ્થ લોકો જેવોની પાસે કોઈ કોઈ જવા તૈયાર નથી હોતું એવા લોકો ને હંમેશા મદદરૂપ બનીને તેમને પોતાના હાથો થી નવડાવી ને પોતાના ચેરીટેબલ ટ્રસ્ટ માં રહેવા સ્થાન અને જમવા ભોજન આપતા પોપટભાઈ આહીર ની કામગીરી ખરેખર ઉમદા છે.
પોપટભાઈ આહીરે ઘણા લોકોની જીદંગી બદલાવી છે થોડા સમય પહેલા પોપટભાઈ આહીર રસ્તા પરથી એક વૃદ્ધ વ્યક્તિ જેવું નામ રમેશભાઈ હતું તેઓ કચરાના ઢગલા માં ગુમનામ જિંદગી વીતતાવી રહ્યા હતા ખૂબ જ ફાટેલા તૂટેલા કપડાં પહેરીને તેઓ માનસિક રીતે અસ્વસ્થ હતા લોકો એમની પાસે.
જવાનું પણ ઉચિત સમજતા નહોતા પોપટભાઈ આહીર તેમને પોતાની સાથે લાવીને તેમને પહેરવા કપડા આપ્યા તેમની માનસિક હાલત સુધારવાનો પ્રયત્ન કર્યો અને પોતાના આશ્રમમાં સ્થાન આપ્યું સોશિયલ મીડિયા પર તેમને વિડીયો બનાવીને જણાવ્યું હતું કે રમેશભાઈ જેવો મહારાષ્ટ્ર નાસિકના હોવાનું જણાવે છે.
કોઈ એમને ઓળખતા હોય તો સંર્પક કરજો આજે રમેશભાઈ ના નાના ભાઈ અને તેમના ચાર પુત્રો પોપટભાઈ આહીર ચેરિટેબલ ટ્રસ્ટમાં આવી પહોંચ્યા હતા તેઓ મહારાષ્ટ્ર નાસિકથી ઇકો ગાડી લઈને આવ્યા હતા તેમને જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષોથી રમેશભાઈ ઘર છોડીને ચાલ્યા ગયા હતા.
તેઓના દીકરા નાના હતા જેમાંથી એક દીકરાએ તો પોતાના પિતાનું મોઢું પણ જોયું નહોતું તો બીજા દીકરા પાંચ વર્ષ કોઈ સાત વર્ષના હતા ત્યારે રમેશભાઈ ઘર છોડીને જતા રહ્યા હતા મહારાષ્ટ્ર થી ગુજરાત ની ધરતી પર રઝડતા આજે 25 વર્ષો બાદ પોપટભાઈએ બાપ ને પોતાના 4 દિકરાઓ અને.
એક દિકરી થી ભેટો કરાવ્યો હતો તેના પરીવાર થી મેળવી પોપટભાઈ ખુબ રાજી થયા હતા કલ્પના કરો પોતાના બાપ ને 25 વર્ષો બાદ જે દિકરાઓ જોવે એના મનમાં કેટલો હરખ હોય બાપને જોતા દિકરા ચોધાર આંશુ એ રડી ભેટી પડ્યા હતા સ્થિતી ખુબ જ સુદંર હતી અને આજે પોતાના પિતાને લઈને દિકરાઓ ચાલતા ચાલતા.
પોપટભાઈ નો આભાર વ્યક્ત કરતા બોલી રહ્યા હતા કે ધન્ય છે ગુજરાત કી ધરતી સાબ આપ જૈસે ઈન્સાન રહેતે હૈ હમારે પરીવાર કો મીલાયા ભગવાન આપ કો ઔર ગુજરાતી લોગો કો હંમેશા ખુશ રખે દિકરા ના આ શબ્દો સાંભળી પોપટભાઈ પણ ભાવુક થઈ રડી પડ્યા હતા પોપટભાઈ ની કામગીરી થી આખાય ગુજરાત ને આર્શીવાદ મળ્યા હતા.