તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેન્સનો ફેવરિટ શો છે. આ શોએ અનેક ચહેરાઓને લોકપ્રિય બનાવ્યા છે. એમાં મુંમુન દત્તા પણ સામેલ છે. મુંમુન શોમાં બબીતા જીનો રોલ ભજવીને ઘરઘરમાં લોકપ્રિય બની છે. મુંમુન પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે,
પરંતુ બહુ ઓછું એવું બને છે કે તેણે કોઈ અફવા પર ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી હોય.પ્રથમવાર મુંમુને પોતાની ખાનગી જિંદગી વિશે ઘણી વાતો શેર કરી છે. મુંમુન દત્તાએ રણવીર ઇલાહાબાદિયાના પોડકાસ્ટમાં પ્રેમ, લગ્ન અને બ્રેકઅપને લઈને મનની વાત કહી. મુંમુનને પૂછવામાં આવ્યું કે શું તમે લગ્ન કરવા માંગો છો?
તેના જવાબમાં તેણે કહ્યું કે મને પ્રેમથી પ્રેમ છે, પરંતુ હજી સુધી હું આ બાબતે ક્લિયર નથી કે મને લગ્ન કરવા છે કે નહીં. જો મારી કિસ્મતમાં લખેલું હશે તો લગ્ન થઈ જ જશે. હું એવી છોકરી નથી જે લગ્નથી ભાગે.મુંમુન કહે છે કે તેના બાળપણથી ક્યારેય એવું સપનું નહોતું કે તેનો પતિ એવો જ હોવો જોઈએ અથવા તેની લગ્ન એવી જ હોવી જોઈએ.
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તમને કેવો છોકરો ગમે છે? ત્યારે તેણે કહ્યું કે છોકરો ગુડ લુકિંગ અને હોશિયાર હોવો જોઈએ. તેની પાસે પૈસા હોવા જોઈએ અને સારી કમ્યુનિકેશન સ્કિલ્સ હોવી જોઈએ. હું એવી છોકરી નથી જે ખોટું બોલે, મને છોકરામાં આ બધી વાતો જોઈએ.મુંમુન આગળ કહે છે કે આજકાલ તેને કોરિયન એક્ટર્સ પર ખૂબ ક્રશ આવી રહ્યો છે અને તેઓ તેને ગમે છે. જ્યારે એક્ટ્રેસને પૂછવામાં આવ્યું કે શું તમે કોઈ વિદેશી સાથે લગ્ન કરશો? ત્યારે તેણે કહ્યું કે હા, મારી તેમની સાથે સારી બોન્ડિંગ થાય છે
કારણ કે હિન્દુસ્તાની પુરુષો થોડા અલગ હોય છે. વિદેશીઓની સૌથી સારી વાત એ છે કે તેઓ ક્યાંક જન્મે છે અને ક્યાંક રહે છે, જેનાથી તેમની વિચારધારા પર મોટો પ્રભાવ પડે છે. પ્રવાસ કરવાથી માણસની વિચારસરણી બદલાય છે. તેઓ મહિલાઓ સાથે બહુ સલીકાથી વર્તે છે. મને લાગે છે કે ઘણી ભારતીય મહિલાઓ મારી વાત સાથે સહમત થશે.તેણે આ પણ સ્પષ્ટ કર્યું કે હું એવું નથી કહી રહી કે હિન્દુસ્તાની પુરુષો ખરાબ હોય છે અથવા સારા નથી. ઘણા હિન્દુસ્તાની છોકરાઓ મારા સારા મિત્રો છે, તેઓ બહુ સારા છે અને મહિલાઓનું ઘણું સન્માન કરે છે, પરંતુ દરેક વ્યક્તિ એવો હોતો નથી.હાલ મુંમુન દત્તાના આ નિવેદન પર તમારું શું માનવું છે?