Cli

ફિલ્મ મેકર વિક્રમ ભટ્ટ અને તેમની પત્ની પર 30 કરોડની છેતરપિંડીનો આરોપ !

Uncategorized

ફિલ્મ મેકર વિક્રમ ભટ્ટ અને તેમની પત્ની શ્વેતાંબરી ભટ્ટ પર 30 કરોડના છેતરપિંડીના આરોપ હેઠળ એફઆઈઆર નોંધાઈ છે. આ ફરિયાદ ઉદયપુરના બિઝનેસ ટાયકૂન ડૉ. અજય મૂડિયાએ કરાવી છે. પોતાની ફરિયાદમાં ડૉ. મૂડિયાએ જણાવ્યું કે તેમની મુલાકાત ઉદયપુર અને મુંબઈમાં કામ કરતા દિનેશ કટારિયા સાથે થઈ હતી.

દિનેશ કટારિયાએ તેમને પોતાની અવસાન પામેલી પત્નીની લાઈફ પર ફિલ્મ બનાવવા માટે ઈન્સિસ્ટ કર્યું જેથી તેમના વિચાર અને તેમના કામ વિશે લોકોને ખબર પડે. સાથે તેઓએ એવું પણ કહ્યું કે ફિલ્મમાંથી મફાદો પણ મળશે.25 એપ્રિલ 2024ના રોજ દિનેશ કટારિયાએ ડૉ. મૂડિયાની મુલાકાત મુંબઈના વૃંદાવન સ્ટુડિયો ખાતે ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ સાથે કરાવી. અહીં નક્કી થયું કે ફિલ્મનું પ્રોડક્શન વિક્રમ ભટ્ટ સંભાળશે અને ફિલ્મને ફાઈનાન્સ ડૉ. મૂડિયા કરશે. વાતચીત દરમિયાન વિક્રમ ભટ્ટે ડૉ. મૂડિયાને વધુ ફિલ્મો બનાવવાની પણ સલાહ આપી અને કહ્યું કે જેટલી વધુ ફિલ્મો બનાવશો તેટલો વધુ મફાદો મળશે.આ દરમિયાન બે ફિલ્મો બનાવવા નક્કી થયું.

એક ફિલ્મ તેમની અવસાન પામેલી પત્નીની બાયોપિક અને બીજી ‘મહારાણા રણ’ નામની પિરિયડિક ફિલ્મ. કુલ 40 કરોડમાં બંને ફિલ્મો બનાવવાની વાત થઈ હતી. પછી વિક્રમ ભટ્ટ અને તેમની પત્ની શ્વેતાંબરી ઉદયપુર આવ્યા અને ડૉ. મૂડિયા સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે તમે 40 કરોડ તો ફાઈનાન્સ કરી રહ્યા છો, 7 કરોડ વધુ આપી દો; હું તમારા માટે ચાર ફિલ્મો બનાવીશ અને આ ચાર ફિલ્મોમાંથી ઓછામાં ઓછો 200 કરોડનો મફાદો મળશે.વિક્રમ ભટ્ટે કહ્યું કે તેમની કંપની VSP LLPમાં તેમની પત્ની અને દીકરી પાર્ટનર છે અને ડૉ. મૂડિયા એ જ એકાઉન્ટમાં પૈસા મૂકે.

વિક્રમ ભટ્ટે જ્યારે-જ્યારે પૈસા માગ્યા ત્યારે ડૉ. મૂડિયાએ પૈસા મોકલ્યા. બે ફિલ્મો બનીને તૈયાર થઈ, પરંતુ બજેટ જોયા પછી ડૉ. મૂડિયાને ખબર પડી કે તેઓ 42 કરોડથી વધુ રકમ પહેલેથી જ મોકલી ચૂક્યા છે, જ્યારે ચાર ફિલ્મો માટે કુલ 47 કરોડની ડીલ થઈ હતી. બે ફિલ્મો માટે જ 42 કરોડ ખર્ચાઈ ગયા હતા અને બાકીની બે ફિલ્મો તો બનાવવામાં પણ આવી નહોતી.ફરિયાદમાં ડૉ. મૂડિયાએ જણાવ્યું કે વિક્રમ ભટ્ટે ખોટા ખર્ચા દર્શાવીને, નકલી નામના બિલ બતાવીને, ઓવરપ્રાઈસ્ડ બિલ્સ આપી તેમના પાસેથી વધુ પૈસા પડાવવાનો પ્રયત્ન કર્યો હતો

.વિક્રમ ભટ્ટે આ આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તમામ આરોપો ખોટા છે, ઉદયપુર પોલીસે ગેરમાર્ગે દોરાયા છે અને ખોટી કહાની રજૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જો કોઈ પેપર પર મારા સહી છે, કોઈ વચન આપ્યું છે તો તે પેપર રજૂ કરવામાં આવે.બીજી તરફ ડૉ. મૂડિયા કહે છે કે તેમના પાસે દરેક વસ્તુના દસ્તાવેજો અને પુરાવા છે અને યોગ્ય સમયે બધું સાબિત કરશે કે કેવી રીતે તેમના સાથે છેતરપિંડી થઈ છે.વેલ, આ વિવાદની સત્યતા તો પોલીસ જ નક્કી કરી શકશે, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે—નવા પ્રોડ્યૂસર્સ જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવે છે ત્યારે શરૂઆતમાં જ આવા કિસ્સાઓ બનતા હોવાને કારણે નવા લોકો ફિલ્મોમાં પૈસા લગાવવાથી ડરે છે, અને તેથી જ આજે ફિલ્મમેકર્સ પાસે ફાઈનાન્સર્સની કમીઓ જોવા મળે છે. ડિરેક્ટર્સ અને રાઇટર્સ તેમની કહાનીઓ લઈને ફરે છે, પરંતુ પૈસા લગાવનારા લોકો મળી રહ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *