સ્મૃતિ મંધાનાના સંગીતકાર-ફિલ્મ નિર્માતા પલાશ મુછલ સાથેના લગ્ન 23 નવેમ્બરના રોજ થવાના હતા, પરંતુ સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ આ દંપતીના લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા. થોડા સમય પછી એવા અહેવાલો બહાર આવ્યા કે વરરાજા પલાશને પણ બગડતી તબિયતને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
એક દિવસ પછી પલાશની બહેન અને ગાયિકા પલક મુછલ મુંબઈની એક હોસ્પિટલમાં તેની મુલાકાત લેતી જોવા મળી હતી. હવે, પલાશની માતા અમિતા મુછલે આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે અને જણાવ્યું છે કે સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના લગ્ન શા માટે મુલતવી રાખવામાં આવ્યા હતા.
અમિતા મુછલે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે પલાશે જ સ્મૃતિના પિતા સ્વસ્થ ન થાય ત્યાં સુધી લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો. તેણીએ કહ્યું, “પલાશ તેના કાકા (સ્મૃતિના પિતા) સાથે ખૂબ જ લગાવ છે… સ્મૃતિ કરતાં તેઓ વધુ નજીક છે. જ્યારે તેમની તબિયત લથડી તો સૌથી પહેલા તેણે જ નક્કી કર્યું કે તે કાકા સ્વસ્થ ન થાય ત્યાં સુધી લગ્નની વિધિઓ નહીં કરે.”
અમિતા મુછલે આગળ જણાવ્યું કે સ્મૃતિના પિતાની બગડતી તબિયતની પલાશ પર ભાવુક અસર પડી. તેમણે કહ્યું, “હલ્દી સમારંભ પૂરો થયો ત્યારથી અમે તેને બહાર જવા દીધો નહીં. સતત રડવાથી તેની તબિયત બગડી હતી અને તેને ચાર કલાક સુધી હોસ્પિટલમાં રાખવો પડ્યો. તેને IV ડ્રિપ લગાવવી પડી, ECG કરાવલો પડ્યો અને અન્ય રિપોર્ટ કરાવ્યા. બધું નોર્મલ થઈ ગયું, પરંતુ તે ખૂબ જ સ્ટ્રેસમાં છે.
પલાશની માતાએ આગળ જણાવ્યું કે સ્મૃતિના પિતા ખૂબ ખુશ હતા અને આખી રાત ડાન્સ કર્યો હતો. તેમણે કહ્યું, “પહેલા દિવસે તેમણે ખૂબ ડાન્સ કર્યો. તેઓ ખૂબ ખુશ હતા… ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી રહ્યા હતા. પછી જ્યારે અમે વરઘોડાનું આયોજન કરી રહ્યા હતા, ત્યારે તેમની તબિયત ખરાબ થવા લાગી. શરૂઆતમાં તેમણે અમને કહ્યું નહીં, પરંતુ જ્યારે તેમની તબિયત વધુ ખરાબ થઈ, ત્યારે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી.”