2025 નું ચોમાસું તેના અંતિમ ચરણમાં છે રાજ્યના અમુક જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે છતાં પણ હજુ બંગાળની ખાડી સક્રિય છે અને બંગાળની ખાડીની વધુ એક સિસ્ટમ ગુજરાત તરફ આવે અને નવરાત્રી ઉપર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે જેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે રાજ્યની અંદર અત્યારે નૈરત્યનું ચોમાસું જે સક્રિય હતું ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે અત્યારે કચ્છના ઉત્તર ભાગો અને ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે પણ ચોમાસું જે
રીતે છેલ્લા બે દિવસથી અટક્યું છે. આમ તો ચોમાસાની વિદાયની જે પ્રોસેસ ચાલુ થઈ મોનસુન વિથડ્રોલ પ્રોસેસ ચાલુ થઈ બે દિવસ સુધી ઝડપથી એ નીચે આવ્યું પણ હવે એ ચોમાસાની વિદાય છે તે અટકી ગઈ છે કેમ કે હજુ પણ ભેજવાળા પવનો આવી રહ્યા છે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે. છેલ્લા બે દિવસથી જોવા જઈએ તો બે દિવસથી રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર બંગાળની ખાડીની અસ્થિરતાને કારણે છૂટાછવાયા વરસાદો નોંધાયા છે. જે જગ્યા ઉપર વરસાદો નોંધાયા છે ત્યાં ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ પડ્યા છે અનેક વિસ્તારોની અંદર લગભગ એક થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ નોંધાયાછે. જેની અંદર દક્ષિણ ગુજરાતના સુરત સહિતના અનેક જિલ્લાઓની અંદર વરસાદ નોંધાયો તો એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યા છે. સૌરાષ્ટ્રની અંદર પણ છેલ્લા બે દિવસથી જુનાગઢના કોઈ ભાગો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદના છૂટા છવાયા વિસ્તારોની અંદર એક થી ચાર સુધી ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે.
આ વરસાદ છે હજુ પણ લગભગ 22 સપ્ટેમ્બર સુધી કન્ટીન્યુ છૂટા છવાયા વિસ્તારોની અંદર જોવા મળે તેવી સંભાવનાઓ છે. 22 તારીખથી પછી આમ તો નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. નવરાત્રી ઉપર પણ લગભગ માની શકાય કેશરૂઆતના દિવસમાં છૂટા છવાયા વરસાદ વરસી શકે છે. જોકે શરૂઆતના દિવસમાં વરસાદ હશે એ વરસાદ એકદમ છૂટાછવાયા અને સામાન્ય વરસાદ હશે. પણ નવરાત્રીના જે છેલ્લા દિવસો હશે એમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. એનું કારણ છે કે બંગાળની ખાડીની અંદર ફરીથી એક સાઇક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે અને અત્યારે અલગ અલગ મોડેલોનો જે અમે અભ્યાસ કરી રહ્યા છીએ એ મુજબ સાઇક્લોનિક સર્ક્યુલેશનનો જે ટ્રેક છે તે આંધ્રપ્રદેશના માર્ગે થઈને મહારાષ્ટ્ર અને ત્યાંથી પછી ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવું અત્યારે લાગી રહ્યું છે. જો આટ્રેકમાં કોઈ ફેરફાર ન થાય તો નવરાત્રીના છેલ્લા દિવસોમાં એટલે કે 28 સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર સુધી રાજ્યની અંદર સામાન્યથી મધ્યમ અને અમુક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ તો આઇસોલેટેડ વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે
અને આની અંદર સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન છે એ પછી જે કચ્છના ભાગો હશે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ સામાન્યથી મધ મધ્યમ વરસાદની સંભાવનાઓ રહેલી છે એટલે જે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ હતી એ હવે થોડીક લેટ થશે અને આમ તો જેચોમાસુ અત્યારે જે અટકી પડ્યું છે એ ચોમાસું ત્યાં જ અત્યારે સ્થિર થઈ જશે. ગુજરાતના લગભગ મેં આપને જણાવ્યું એમ કે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ છે પણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ચોમાસુ સક્રિય છે અને આ સપ્ટેમ્બર મહિનો પૂર્ણ ન થાય ત્યાં સુધી હજુ આ વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થાય તેવી શક્યતાઓ હાલ ઓછી દેખાઈ રહી છે. કેમ કે 28 તારીખથી રાજ્યની અંદર ફરીથી એક વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે અને આ રાઉન્ડ છે એ 28 થી 2 ઓક્ટોબર સુધીમાં લગભગ ગુજરાતના 50 થી 60% વિસ્તારોને પ્રભાવિત કરે અને અનેકવિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદના રૂપમાં અસર કરે તેવું લાગી રહ્યું છે ખાસ કરીને આજે છેલ્લો વરસાદ હશે
એ વરસાદમાં ગાજ વીજનું પ્રમાણ પણ વધુ જોવા મળશે અને પવનની સ્પીડ છે એ પણ નોર્મલ કરતાં થોડી વધારે હશે એટલે કે વરસાદ દરમિયાન જે સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થશે જેને કારણે પવનની ઝડપ છે એ 35 થી લઈને 40 km પ્રતિ કલાકની ઝડપે નોંધાય તેવું એક અનુમાન છે એટલે 28 સપ્ટેમ્બર થી લઈને 2 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ રાજ્યની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે અને આ સમયગાળા દરમિયાન નવરાત્રીનો પણ પર્વહશે અને એ સાથે ખેડૂતોને ખેતી પાકનો હાર્વેસ્ટિંગ પણ ચાલતું હશે એટલે દરેક જગ્યાએ ગુજરાતીઓને નુકસાની જાય તેવી સંભાવનાઓ હાલ અમને દેખાઈ રહી છે. અત્યારે ટ્રેક છે એ મુજબની આ વાત કરવામાં આવી છે જો આ ટ્રેકની અંદર કોઈ ફેરબદલ થશે તો ચોક્કસથી અમારા તરફથી આપને માહિતી આપવામાં આવશે