હવામાન નિશ્રાંત પરેશ ગોસ્વામી નમસ્કાર પરેશભાઈ જી નમસ્કાર રાજ્યભરમાં વરસાદે હાલ થોડોક બ્રેક લીધો છે ચોમાસુ પણ અંત તરફ જઈ રહ્યું છે ત્યારે હવે વરસાદનો કોઈ નવો રાઉન્ડ આવશે કે શું હવે વરસાદનું જોર રહેશે રાજ્યમાં કે શું તે વિશે તમારી સાથે વાત કરવી છે. ચોક્કસથી બેન આમ જોવા જઈએ તો
આગળના વરસાદના રાઉન્ડની માહિતી આપું એ પહેલા હું આપને એ પણ જણાવી દઉં કે અત્યારે એક મોટી સિસ્ટમ રાજ્ય ઉપરથી પસાર થઈ છે જે બંગાળની ખાડીની સિસ્ટમ હતી ગુજરાત ઉપર આવીને ડિપ્રેશન બની ત્યારબાદ જે ગુજરાતના ઉત્તરભાગો છે
એટલે કે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો ઉપર આવીને ડીપ ડિપ્રેશનમાં પણ પરિવર્તિત થઈ હતી અને આ સિસ્ટમને કારણે રાજ્યની અંદર નોર્મલ કરતાં વધારે વરસાદ પણ ઘણી જગ્યાએ જોવા મળ્યા છે અને આ વરસાદ છે એ આમ તો અનેક વિસ્તાર વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવા ખેડૂતોને ખેતીપાકમાં નુકસાન થાય એવા પણ જોવા મળ્યા છે ને આ સિસ્ટમ છે એ પાકિસ્તાન ઉપર થઈને
હવે આપણાથી ગુજરાતથી ઘણી બધી દૂર આગળ નીકળી ચૂકી છે ત્યારે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો અત્યારે સપ્ટેમ્બર માસ ચાલી રહ્યો છે એટલે સપ્ટેમ્બરની અંદર તો તાપમાન છે એ નોર્મલ કરતાં સ્વાભાવિક રીતે ઊંચું જતુંહોય છે એવી જ રીતે આપણે ગઈ કાલથી તાપમાન પણ ઊંચું જવાનું ચાલુ થયું છે એટલે આમ તો 4 થી 8 સપ્ટેમ્બરનો આ જે વરસાદી રાઉન્ડ હતો
એ પછી 9 તારીખથી ધીમે ધીમે મે તાપમાન ઉચકાયું છે આજે 10 તારીખના રોધ પણ જોવા જઈએ તો એવરેજ નોર્મલ કરતા તાપમાન છે એ ઊંચું આવ્યું છે એટલે હવે આજથી લઈ અને 15 તારીખ સુધી જે તાપમાનની સ્થિતિ છે તે જોવા જઈએ તો લગભગ 34 થી લઈને 38ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે એટલે આમ તો જૂનના છેલ્લા અઠવાડિયાથી સતત જે આપણે તાપમાન નીચું હતું એટલે 30ડિગ્રી કરતાં તાપમાન નીચું આવ્યું હતું એ અત્યારે આપણે અચાનક તાપમાન છે
એ ઉચકાયું છે અને30ડિગ્રીથી ઉપર જઈને 34 થી 38 ડિગ્રીની રેન્જમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં તાપમાન જોવા મળ્યું છે સાથે અત્યારે જે ભેજવાળા પવનો આવી રહ્યા છે યુડીટીમાં વધારો થઈ રહ્યો છે જેને કારણે ગરમી ઉકડાટ અને જે બફારો હોય છે એ એમાં પણ વધારો થયો છે અને હમણાં આવનારા થોડા દિવસ માટે ગરમી ઉકડાટ અને ઊંચું તાપમાન છે એ યથાવત રહેશે ત્યાર પછી જોવા જઈએ તો હજુ પણ ચોમાસાની વિદાય થાય તેવા સંકેતો હાલ નથી પણ ચોક્કસથી વાત છે કે સપ્ટેમ્બર માસ દરમિયાન ચોમાસાની વિદાય થઈ જશે અને કદાચ લાગી રહ્યું છે કે 22 થી 25 સપ્ટેમ્બર વચ્ચે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે અનેત્યાં સુધીમાં વરસાદી એક રાઉન્ડ આવશે એટલે કે લગભગ 15 તારીખથી લઈને 20 તારીખ વચ્ચેનો જે સમયગાળો હશે એમાં એક અસ્થિરતા આવશે.
કોઈ મોટી સિસ્ટમ કદાચ ન હોય પણ એક અસ્થિરતા હશે ને એ અસ્થિરતા છે એની શરૂઆત લગભગ 15 તારીખથી દક્ષિણ ગુજરાતમાંથી થઈ શકે છે અને ત્યાર પછી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં એ વરસાદ જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ એ વરસાદનો લાભ મળી શકે છે ખાસ કરીને એ વરસાદ છે જે 15 થી 20 સપ્ટેમ્બર વાળો એ સાર્વત્રિક નહી હોય જેમ કે 4 થી 8 સપ્ટેમ્બર વાળો રાઉન્ડ હતો એ સાર્વત્રિક હતો પણ આ 15 થી 20 સપ્ટેમ્બર વાળો રાઉન્ડ છે.
એ લગભગ ગુજરાતના 40 થી 50% વિસ્તારમાં વરસાદી રૂપમાં અસર કરશે અને એમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ હશે એમાં અતિવૃષ્ટિ જેવા અતિભારે વરસાદોની સંભાવનાઓ હાલ જોવા મળતી નથી એટલે આ પ્રકારના વરસાદ છે હજુ ત્યારે પણ 15 થી 20 સપ્ટેમ્બરમાં જોવા મળશે. એ પછી 22 સપ્ટેમ્બરથી લઈ અને 30 સપ્ટેમ્બર વચ્ચેનું સેશન હશે એમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે.
થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે જે મોન્સૂન વિથડ્રોલ પ્રોસેસ ચાલુ થાય ત્યાર પછી જે તાપમાન ઊંચું હોય અને ઊંચું તાપમાન અને ભેજ બંને જ્યાં એકસાથે મળતા હોય છે ત્યાર પછી લોકલ કોઈ સિસ્ટમ બંધાતી હોય અને લોકલ સિસ્ટમ છેએ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે એટલે કે ગાજવીજ અને પવન સાથે એ થોડા વિસ્તારમાં ક્ષીમિત વિસ્તારોમાં જોવા મળતું હોય છે વરસાદ જેમાં ઘણી વખત એવું બનતું હોય કે 5 થી 10 km વિસ્તારમાં વરસાદ હોય બીજા 5 10 kmમાં ન હોય એ પ્રકારનો વરસાદ છે એ સપ્ટેમ્બરના એન્ડમાં જોવા મળશે ખાસ કરીને જોવા જઈએ તો જે ચોમાસાનો પ્રવેશ છે
એ 15 જૂને ગુજરાતમાં થતો હોય છે એમાં ઘણી વખત એક બે દિવસ આગળ પાછળ રહેતું હોય છે. ચોમાસાની વિદાય છે એ 15 સપ્ટેમ્બર થતી હોય છે. આ વખતે એક અઠવાડિયું ચોમાસું છે એ લેટ વિદાય લેશે કેમ કે ચોમાસાની વિદાય ત્યારેજ થાય કે પાકિસ્તાન અથવા તો રાજસ્થાનના ભાગો ઉપર એન્ટી સાયક્લોન બને કેમ કે જે ચોમાસા દરમિયાન જે હવાઓ હોય છે અને ભેજ લઈને હવાઓ આવતી હોય છે અને હવાઓ છે એ મોટા ભાગે આપણે એન્ટીક્લોક રાઉન્ડમાં ફરતી હોય છે એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હવા ફરતી હોય છે જેને કારણે ત્યાં લો પ્રેશર બનતું હોય છે પણ જ્યારે હવાઓ છે એ ઘડિયાળની દિશામાં ફરે છે જેને એન્ટી સાયક્લોન કહેવાય છે એટલે એન્ટી એન્ટી સાયક્લોન બને છે ઘડિયાળની દિશામાં હવા ફરે છે તો પછી હાઈ પ્રેશર થાય જો લો પ્રેશર હોય તો વરસાદ લાવે છે
અને હાઈ પ્રેશર છે એ વરસાદને વિદાય આપતું હોય છે અને અત્યારેપણ જોવા જઈએ તો 500એપીએ લેવલે વાદળ જે જોવા મળી રહ્યા છે આમ તો ઘણા વિસ્તારમાં તડકો પણ હશે અમુક વિસ્તારમાં છૂટા છવાયા વાદળ હશે અને વાદળ હશે તો પણ 500એપીએ લેવલ હશે એટલે કે વાદળની ઊંચાઈ છે એ થોડીક વધુ જોવા મળતી હશે આ ઊંચાઈવાળા વાદળ છે એને પણ વીખવાનું કામ છે એ આ એન્ટી સાયક્લોન છે એ કરશે અને જે આપણો સંપૂર્ણ ભેજ આપણી ઉપરથી હટી જશે અને ચોમાસું છે
એ પૂર્ણ થઈ જશે એટલે લગભગ 22 થી 25 તારીખ આસપાસ પાકિસ્તાન અથવા તો રાજસ્થાનના ભાગ ઉપર એન્ટી સાયક્લોન બનશે અને પછી ધીમે ધીમે ચોમાસાની વિદાય થશે જો કે અહીંયા એવું માની લેવુંપણ જરૂરી નથી કે ચોમાસાની વિદાય થઈ ગઈ પછી વરસાદ ન પડે કેમ કે ઘણી વખત એવું બનતું હોય કે એન્ટી સાઈક્લોન બની જાય ચોમાસાની વિદાય થઈ જાય પછી પણ માવઠાના સ્વરૂપે વરસાદ પડતા હોય છે એ વરસાદ પડવાનું કારણ એ જ હોય છે જેવી રીતે ઉત્તર ભારત હોય કે મધ્ય ભારત હોય ઉત્તર ભારતના તમામ રાજ્યો આવી જાય
મધ્ય ભારતમાં પણ જે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ અને બંગાળની ખાડી સુધીના તમામ રાજ્યો આ તમામ રાજ્યમાંથી ચોમાસાની વિદાય થાય ત્યાં પછી એ પછીના સમયમાં દક્ષિણ ભારતમાં ઇસાનનું ચોમાસુ ચાલુ થાય છે કેમ કે અત્યારે જે આપણે મડાગાસ્કર થઈને નૈરત્યના પવનો છે એભારત તરફ ચોમાસુ લઈને આવતું હોય છે પછી વળતા પવનો જે છે પવન રીટર્ન થાય એટલે પવનો પછી ઈશાન એટલે કે જે ઉત્તર અને પૂર્વ દિશા જે બંને દિશાની વચ્ચેનો જે દિશા કહેવાય છે એને ઈશાન એ ઈશાન દિશાના પવનો પછી ચાલુ થાય અને એ પવનો છે એ ગુજરાતમાં ઠંડી લઈને આવે અને દક્ષિણ ભારતમાં પછી વરસાદ ચાલુ રહેતો હોય છે દક્ષિણ ભારતમાં આમ તો બે ચોમાસા આવે છે
એક તો નૈરત્યનું ચોમાસું જે અત્યારે આપણે અંત ઉપર છે અને આપણે નૈરત્યનું ચોમાસું પૂર્ણ થશે એટલે દક્ષિણ ભારતમાં પછી ઈશાનનું ચોમાસું ચાલુ થશે સ્વાભાવિક રીતે દક્ષિણ ભારતમાં ઈશાનનુંચોમાસું ચાલુ હોય અને એમાં એમાં પણ જો કોઈ મોટી સિસ્ટમ ત્યાં દક્ષિણ ભારતમાં બને અને હવાઓની જો દિશા છે એ અનુકૂળ હોય તો ઘણી વખત એમાંથી અમુક વાદળોની લેયર છે એ ગુજરાત સુધી પહોંચે તો ઘણી વખત ચોમાસુ વિદાય દે પછી છૂટા છવાયા ઝાપટાના રૂપમાં માવઠા થતા હોય છે એટલે એ પછી કદાચ થઈ શકે પણ 22 થી 25 સપ્ટેમ્બરમાં ચોમાસુ વિદાય લેશે અને એ પહેલા 15 થી 20 સપ્ટેમ્બરમાં પણ એક રાઉન્ડ આવશે બેન અને સપ્ટેમ્બરના છેલ્લા આઠવાડિયામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય આવી શક્યતાઓ છે બીજી વાત એ છે કે અત્યારે જે પ્રકારે ચોમાસું રહ્યું છે
આમ તોરાજ્યની અંદર આજની તારીખ સુધીમાં આજે 10 સપ્ટેમ્બર 2025 આજની તારીખ સુધીમાં રાજ્યની અંદર એવરેજ 96% વરસાદ વરસી ચૂક્યો છે અને દરેક એક્સપર્ટ હોય પછી હવામાન વિભાગ હોય સ્કાયમેટ હોય કે મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ જે કાઈ વેધર એક્સપર્ટ છે બધાનું એક અનુમાન હતું ચોમાસું ચાલુ થાય એ પૂર્વે બધાએ એક અનુમાન આપ્યું હતું કે રાજ્યની અંદર 2025 નું ચોમાસું છે તે લગભગ 98% થી લઈને 106% સુધીનું રહેશે એ મુજબ જોવા જઈએ તો
અત્યારે 96% વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને 15 થી 20 સપ્ટેમ્બર વાળો રાઉન્ડ આ બંને થશે તો લગભગ 98% કે 100%આસપાસ ચોમાસું જોવા મળશે એટલે આ એવરેજ વાત છે જો કે આમાં બની શકે કે અમુક જિલ્લા કે અમુક તાલુકાની અંદર કદાચ 30 35% 40% આવા વરસાદે હશે કેમ કે રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે
બની શકે કે અમુક વિસ્તાર છે 15 20% વિસ્તાર હોય એમાં ચોમાસું નબડું રહ્યું હોય 15 20% ની અંદર અતિવૃષ્ટિ થઈ હોય પણ જે એવરેજ કાઢવામાં આવે છે ઓલ ઓવર ગુજરાતની એ એવરેજ પ્રમાણે 96% વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ કદાચ પાંચક જેવો વરસાદ આપણે જોવા મળે તો લગભગ એ 100% આસપાસ વરસાદ થઈ જશે અને 100% આસપાસ વરસાદ હોય એને નોર્મલ ચોમાસું કહેવામાંઆવે છે સારું ચોમાસું કહેવામાં આવે છે એ જ પ્રકારનો આ ચોમાસાની હવે પૂર્ણાવૃત્તિ થાય તેવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે અને આ વર્ષે જેવી રીતે જોવા જઈએ તો આમ તો પહેલી વખત 2025 ની અંદર હું આ વાત કરવા જઈ રહ્યો છું વિશેષ ન્યુઝના ન્યુઝના માધ્યમથી.
ઘણી વખત ઘણા બધા એક્સપર્ટો તરફથી હવે પછી લગભગ એનું અનુમાન આવશે પણ આ વર્ષે જે પ્રકારે ચોમાસાની પેટર્ન રહી છે એ તમામ જોતા એવું લાગી રહ્યું છે કે શિયાળો છે એ આ વર્ષે જબરજસ્ત રહેવાનો છે અને શિયાળામાં કોલ્ડ વેવના ખૂબ મોટા અને વધુ રાઉન્ડો પણ આવી શકે છે બેન હવે કોઈ ખેડૂતો માટે કોઈ ગંભીર મુશ્કેલીહવે ભોગવવી પડે કે એવું કઈ ખરા ખેડૂતોને શું સાવચેતી રાખવાની જરૂર છે હવે ખેડૂતોની પરિસ્થિતિની વાત કરવી આમ જોવા જઈએ તો ગંભીર પરિસ્થિતિ તો ઘણા બધા વિસ્તારની થઈ ચૂકી છે જેવી રીતે જોવા જઈએ તો સૌરાષ્ટ્રના જે ઘેડ વિસ્તારો છે એમાં પણ ઘણું બધું નુકસાન છે જુલાઈ અને ઓગસ્ટમાં ખૂબ વરસાદ પડ્યા હતા એને કારણે અતિવૃષ્ટિમાં ઘણા બધા ખેડૂતનો પાક નિષ્ફળ ગયો છે ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા વાવ થરાદ પાટણ જિલ્લો હોય અને કચ્છના ઘણા બધા વિસ્તાર છે કે જેમાં આજે 4 થી 8 સપ્ટેમ્બરના વરસાદમાં ઘણું બધું નુકસાન થયું છે એટલે અતિવૃષ્ટિના કારણે ત્યાં પણનુકસાન છે દક્ષિણ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ નુકસાન છે
. મેં આપને જણાવ્યું એમ 15 20% રાજ્યમાં એવા પણ છે કે જ્યાં અનાવૃષ્ટિ છે એટલે કે ખૂબ ઓછા વરસાદને કારણે પણ ચોમાસુપાક નિષ્ફળ છે એટલે ઓલરેડી ત્યાં નુકસાની અત્યાર સુધીમાં થઈ છે અને હજુ પણ ખેડૂતોએ ધ્યાન એ રાખવું પડશે કે 15 થી 20 સપ્ટેમ્બર અને સપ્ટેમ્બરનું છેલ્લું અઠવાડિયું આ બે સેશનની અંદર જો વરસાદની જે આગાહી છે તો જે ખેડૂત ભાઈઓ હાર્વેસ્ટિંગ કરતા હોય અત્યારે મગફળી હોય કપાસ હોય તુવેર છે એરંડા છે સોયાબીન છે અનેક પ્રકારના પાકનું વાવેતર છે
ખાસ કરીને સોયાબીન મગફળી જેવા પાકનું અત્યારેહાર્વેસ્ટિંગ થઈ રહ્યું છે અને હવે બે પાંચ દિવસમાં ચાલુ પણ થશે ઘણી જગ્યાએ અને કપાસમાં પણ હવે હાર્વેસ્ટિંગનો સમય થતો આવે છે એટલે હાર્વેસ્ટિંગની અંદર ખાસ કાળજી રાખવી પડશે ખેડૂતોએ કેમ કે આ જો હાર્વેસ્ટિંગ કર્યા પછી ઉપર વરસાદ પડશે તો ખૂબ મોટું નુકસાન હજુ પણ જાય તેવી શક્યતા અમે માની રહ્યા છીએ બેન આભાર પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તમારા વિસ્તારમાં કયો પાક વધુ સારો થયો છે ખરાબ થયો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.