થોડા મહિના પહેલા અમેરિકાના ઓહાયોમાં એક સ્ત્રી પર ટિપ્પણી કરતાં ત્યાની અદાલતે કહ્યું હતું કે પશુ પણ પોતાના સંતાનને વધારે સારી રીતે સાચવે છે જો તમે તમારા બાળકને નથી સાચવી શક્યા તો તમને એ જ પ્રકારનું મૃત્યુ મળવું જોઈએ એ સ્ત્રીને તરસ્યા રાખીને ભૂખ્યા રાખીને જ્યાં સુધી મૃત્યુ ન થાય ત્યાં સુધી તરસ્યા રાખીને મૃત્યુદંડ આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો કારણ શું હતું ક્રિસ્ટલ નામની એ મહિલા પોતાના 16 વર્ષના બાળકને રૂમમાં મૂકીને પોતાના પ્રેમી સાથે ફરવા જતી રહી એ અનેક એક પછી એક દેશ ફરતી રહી એક પછી એક જગ્યાઓ ફરતી રહી ત્યાં તેના ફોટો સોશિયલ મીડિયા
પર મુકતી રહી અને એનું બાળક એ રૂમમાં ભૂખ્યું તરસ્યું કણસીને મૃત્યુ પામ્યું એ સ્ત્રી ત્યાં એકવાર પાછી આવે છે કપડા પેક કરીને જતી રહે છે પણ એ પોતાના 16 મહિનાના બાળક પર નજર પણ નથી કરતી. આ દુર્ઘટના પછી એ કિસ્સો ખૂબ ચર્ચાયો અને બધા લોકોએ અમેરિકન કલ્ચર પર ખૂબ બધા તંજ કસ્યા અને અમેરિકન કલ્ચરની ટીકા કરી. બનાસકાંઠાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે એક સ્ત્રી છે કે જે પોલીસ સ્ટેશનમાં છે પોલીસ સ્ટેશનમાં એ શિહોરી પોલીસ સ્ટેશનનો વિડીયો છે એના પોતાના બે બાળકો છે મોટી દીકરી છે નાનો દીકરો છે એ એને વિનવે છે બે હાથ જોડે છે માં એમની
સામે જોવા તૈયાર નથી ના પાડી દે છે એ કહે છે કે હું હવે એમને મારા સંતાન સ્વીકારવા માટે તૈયાર નથી દીનાબેન ચૌધરી એમનું નામ છે બનાસકાંઠાની ઘટના છે મે મહિનાની ઘટના છે ચર્ચામાં હવે આવી છે આખી વાત શું હતી બનાસકાંઠાના મકડાલા ગામના જગતભાઈ પટેલ એમના પત્ની લીનાબેન પટેલ જે વીડિયોમાં દેખાઈ રહ્યા છે એમની ઉંમર 29 વર્ષ છે એમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે દીકરી ખાસી મોટી એટલે 10 12 વર્ષની હોય એવું વીડિયોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
એ દીનાબેનને નાણોટા ગામના ભરતભાઈ ચૌધરી સાથે પ્રેમ થાય છે. એ પરણિત છે એ બંનેનો પ્રેમ સંબંધ હોય છે અને પછી એક રાત્રે એ નક્કી કરી દે છે. 16મી મે 2025 એ નક્કી કરે છે કે એ પોતાના પતિ સાથે નહીં રહે અને એટલે જ એ પોતાના પતિ, બાળક અને આખા પરિવારને મૂકીને ભાગી જાય છે. એના પછી એ મૈત્રી કરાર કરી લે છે ભરતભાઈ સાથે એક બાજુ બાળકો તડપતા હતા બાળકો પોતાની માતાને વિનંતી કરતા હતા કે માં તું પાછી આવી જાય કેમ કે તારા માથા પર અમારી એ જવાબદારી છે એ માં પાછી નથી આવતી પણ ભરતભાઈ ચૌધરીના ઘરે જ્યારે લગ્ન સિવાય મૈત્રી કરાર કરીને જાય છે ત્યારે એમના ઘરના લોકો એના કંકુ પગલા કરે છે એનું સ્વાગત કરે છે અને પછી એનો
વિડીયો પણ સોશિયલ મીડિયા પર મૂકે છે એ બાળકો કે જે માં વગરના થયા છે એ પોતાની માતાનો બીજા ઘરે સંસાર મંડાતા ને પછી એનું સ્વાગત સત્કાર થતાનો વિડીયો પણ જોઈ રહ્યા છે સમાજના લોકો હવે ભેગા થયા છે એકઠા થઈને એ લોકો વિરોધ પ્રદર્શન કરીને એવું કહી રહ્યા છે કે આ પ્રકારના નીતિનિયમો ન હોવા જોઈએ ભારતનો કાયદો એમ પણ લગ્નેતર સંબંધને માન્યતા નથી આપતો કોઈપણ પ્રકારની ગેરસમજણ અથવા કા તો ખૂબ નાની ઉંમરે થયેલા એવા લગ્ન હશે બીનાબેનના કે જે કાગળ પર થયેલા લગ્ન નહીં હોય અને એના કારણે કાયદાના કોઈ લૂપ હોલનો ફાયદો ઉઠાવીને એ પોતાના પ્રેમીની સાથે ગયા છે પણ આ માત્ર એક ઘટના નથી આવી અનેક ઘટનાઓ અને ખાલી બનાસકાંઠામાંથી સામે નથી આવી આના તો બે વિડીયો સામે આવ્યા એટલા માટે ખૂબ ચર્ચામાં છે સમાજમાં જો સૌથી મોટી અત્યારે ચિંતાનો અને ચર્ચાનો વિષય હોય તો એ પરણિત સ્ત્રીઓનું પોતાના ઘર પરિવારને મૂકીને ભાગી જવું છે આની પહેલા મહેસાણામાંથી જે ઘટના સામે આવી એમાં પણ એક સ્ત્રી પોતાના પતિને મૂકીને ભાગી ગઈ હતી અને પછી એણે એક આધેડની હત્યા કરીને એ પ્રેમી અને પ્રેમિકાએ કોઈને મારીને પછી પ્રેમિકા ત્યાં છે એ પ્રકારનો સ્વાંગ રચ્યો હતો ફિલ્મો જોઈને એમણે આ પ્રેરણા મેળવી ફિલ્મો જોઈને એ પોતાના બાળકોને
છોડીને જવાની પ્રેરણા મેળવે છે તો સમાજ માટે આ બહુ જ મોટી ચિંતાનો વિષય છે. આ વિષયમાં સમાજ ચૌધરી સમાજ ભેગો થયો છે એ લોકો શું આનો ઉકેલ લાવે છે એ ખબર નથી સમાજ આનો ઉકેલ લાવી શકશે કે કેમ એ પણ ખબર નથી પણ એક સમયે જે બીમારીઓ અમેરિકામાં ફેલાતી અને પાંચદસ વર્ષ લાગતા ભારત જેવા દેશમાં આવતા હવે પાંચ મહિના પણ નથી લાગતા આવી ઘટનાઓ એનું બહુ જ મોટું ઉદાહરણ છે નમસ્કાર