Cli

મોદી ‘મિત્ર’ પુતિનના સ્વાગત માટે પહોંચ્યા, આ મુલાકાતમાં કેટલા કરારો થશે?

Uncategorized

દુનિયાભરના દેશોની નજર અત્યારે ભારત પર છે. કેમ ભારત પર છે? તો રશિયાના રાષ્ટ્રપતિ વાલદીમી પુતિન ભારત પહોંચી ગયા છે. પીએમ મોદી એરપોર્ટ એમને લેવા માટે ગયા સ્વાગત કરવા માટે ગયા. બંને નેતાઓ એકબીજાને ભેટ્યા અને એ જે તસ્વીરો સામે આવી એમાં એ મિત્રતા દેખાય છે

જે ભારતની અને રશિયાની છે. મોદી અને પુતિન એક જ કારમાં એરપોર્ટ પણ ગયા. થોડા સમય પહેલા જ્યારે એક કાર્યક્રમ હતો એના પછી મોદી અને પુતિન એક જ કારમાં ગયા હતા તો એના ઉપર બહુ બધી ચર્ચાઓ થઈ હતી કે બંને એક કારમાં ગયા છે તો શું વાતો થઈ હશે?

અત્યારે પણ બંને એક જ કારમાં ગયા છે ત્યારે શું વાતચીત થઈહશે આગળ જતાં ખબર પડશે રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પુતિનની આ પહેલી ભારતની મુલાકાત છે. [સંગીત] પીએમ મોદી આજે રાત્રે એમને સન્માન માટે એક પ્રાઇવેટ ડિનરનો કાર્યક્રમ પણ છે. પુતિન લગભગ 30 કલાક જેટલું ભારતમાં રહેવાના છે જે ખૂબ મોટો લાંબો ટાઈમ છે. રાષ્ટ્રપતિ 30 કલાક અહિયા રહેશે ત્યારે બહુ જ બધા અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચા થશે બંને દેશોના જે વિવાદો છે કે બંને દેશોને જે ડીલ કરવાની છે એ બધા ઉપર આજ આ વખતે ચર્ચા થાય તેવું લાગી રહ્યું છે.

પીએમ નરેન્દ્ર મોદી પુતિનના આગમન પછી તરત એક ટ્વીટ કરે છે જેમાં લખે છે કે મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનુંભારતમાં સ્વાગત કરીએ છીએ. મને આનંદ થયો કે આવ્યા. આજે સાંજે આવતી કાલે અમારી વાતચીતની રાહ જોઈ રહ્યો છું. ભારત રશિયા મિત્રતા મુશ્કેલ સમયથી કટોકટીના સમયથી એ લોકો સાથે રહ્યા છે

બંનેની મિત્રતા ખૂબ સારી રહી છે અને આનાથી આપણા લોકોને ઘણો ફાયદો પણ થવાનો છે એવું એમણે ટ્વીટ કર્યું. આમાં આ મુલાકાત પર દુનિયાના બધા જ દેશોની નજર એટલે પણ છે કારણ કે આમાં બહુ જ બધી ડીલ થાય એવી સંભાવનાઓ છે બંને દેશો વધારે ક્લોઝ આવે વધારે આયાત નિકાસની વાત કરે અને બંને દેશોને એનાથી ફાયદા થાય એવી ચર્ચાઓ આ મુલાકાતમાં થાય તેવું દેખાઈ રહ્યું છે આ મુલાકાતમાં શું કાર્યક્રમો છેએટલે આગળ જઈને શું થવાનું છે તો જે 30 કલાક પુતિન અહિયા રહેવાના છે

એમાં આજે ડિનરનો પ્લાન છે એટલે એક પ્રાઇવેટ ડિનર પાર્ટી રાખેલી છે એમાં બહુ જ બધા લોકો પણ હાશે ડેલિગેટસ બધા ત્યાં આવવાના છે એના પછી કાલે એક લાંબી મીટિંગ થવાની છે જેમાં રશિયા અને ભારત બંને બંનેને એકબીજાથી શું જોઈએ છે એટલે બંને દેશો એકબીજાની મદદ કેવી રીતના કરી શકે કઈ કઈ વસ્તુઓ એવી છે જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ અને એમાં શું ફાયદો થઈ શકે એની વાત કરશે એટલે s400 વાયુ સંરક્ષણ પ્રણાલીથી લઈને SU 57 ફાઇટર જેટ સહિતના સંરક્ષણ જેટલા પણ સોદાઓ છે એ થઈ શકે એવીસંભાવના છે

તેલ પુરવઠ્ઠો વધારવા માટે અને પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં માં સહયોગ માટે નવા માર્ગો શોધવામાં આવે એની પણ ચર્ચા થઈ શકે છે. 2030 સુધીમાં ભારત અને રશિયા વચ્ચે દ્વિપ્રક્ષીય વેપારને 100 બિલિયન સુધી વધારવાનો ઉપદેશ પણ છે એટલે આ બેઠક એ ખૂબ મહત્વની રહેવાની છે. પુતિન છેલ્લે 6 ડિસેમ્બર 2021 ના રોજ ભારતની મુલાકાતે આવ્યા હતા

ત્યારે તે માત્ર ચાર કલાક માટે ભારતમાં રહ્યા હતા. આ દરમિયાન ભારત અને રશિયા વચ્ચે 28 કરારો પણ થયા હતા જેમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ વખતની મુલાકાત બાદ કેટલા કરારો થાય છે કયા દેશનેએનાથી શું ફાયદો થાય છે એ જોવાનું છે અત્યારે તો મુલાકાત ઉપર બધાની નજર છે આખો રોડમેપ 2030 સુધીનો આર્થિક રોડમેપ બંને દેશ માટેનો તૈયાર કરવામાં આવવાનો છે

અને થોડા જ કલાકોમાં બધાને ખબર પડી જશે કે બંને મિત્ર દેશો જ્યારે ભેગા થાય છે ત્યારે કયા પ્રકારના બંનેને ફાયદા થઈ શકે કયા પ્રકારે વૈશ્વિક સ્તરે ઊભા રહી શકે બંને સાથે એમાં શું નિર્ણય લેવાય છે જોવાનું રહ્યું તમારું આ મુલાકાતને લઈને ને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો. Facebookપર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો. અમારા આ વિડિયોને લાઈક અને શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *