ભારતની પહેલી ફેમિના મિસ ઇન્ડિયા મેહર કાસ્ટેલિનોને લઈને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તેમનું અવસાન થઈ ગયું છે. તેઓ 81 વર્ષના હતા. તેમના નિધનની પુષ્ટિ ફેમિના મિસ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશનના ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા કરવામાં આવી છે. ઓર્ગેનાઇઝેશને તેમને માર્ગદર્શક તરીકે ઓળખાવ્યા છે. તેમણે આવનારી પેઢીની મહિલાઓ માટે મજબૂત પાયો રચ્યો હતો.
પહેલી ફેમિના મિસ ઇન્ડિયા મેહરના અવસાન બાદ ભારતીય બ્યુટી પેજન્ટ્સ અને ફેશન જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે.મેહરે વર્ષ 1964માં ફેમિના મિસ ઇન્ડિયાનો તાજ જીત્યો હતો. હવે 81 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનનું કારણ હજી જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ રિપોર્ટ્સ મુજબ તેઓ ઉંમર સંબંધિત તકલીફોથી પીડાઈ રહ્યા હતા. તેમના અવસાન સાથે એક યુગનો અંત આવ્યો છે.
પહેલી ફેમિના મિસ ઇન્ડિયા મેહર કાસ્ટેલિનોના નિધનની પુષ્ટિ કરતા મિસ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશને પોસ્ટમાં લખ્યું છે કે ભારે દુઃખ સાથે અમે ફેમિના મિસ ઇન્ડિયા 1964 અને પહેલી ફેમિના મિસ ઇન્ડિયા રહેલી મેહર કાસ્ટેલિનોના અવસાન પર શોક વ્યક્ત કરીએ છીએ. તેમણે નવા રસ્તા ખોલ્યા, ધોરણો સ્થાપ્યા અને આવનારી પેઢીની મહિલાઓને નિર્ભય બની સપના જોવા માટે પાયો આપ્યો. તેમની વારસાગાથા તેમના સફર દ્વારા જીવંત રહેશે,
જેમણે અનેક માટે શક્યતાઓ ઉભી કરી અને સપનાઓ સાકાર કરવામાં મદદ કરી.મેહર કાસ્ટેલિનો વિશે વાત કરીએ તો તેમનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે લોરેન્સ સ્કૂલ લવડેલમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ 1964માં તેમણે ફેમિના મિસ ઇન્ડિયાનો પહેલો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો હતો.
તેમણે મિસ યુનિવર્સ અને મિસ યુનાઇટેડ નેશન્સ જેવી સ્પર્ધાઓમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.ફેમિના મિસ ઇન્ડિયાનો પહેલો તાજ જીત્યા બાદ મેહરે ફેશન જગતમાં એક શાનદાર કારકિર્દી બનાવી. તેઓ વિશ્વભરમાં 2000થી વધુ લાઇવ ફેશન શોમાં રેમ્પ વોક કરી ચૂક્યા હતા.
તેઓ ફેશન જર્નલિસ્ટ પણ હતા.તેમના પરિવાર વિશે વાત કરીએ તો તેમના પતિનું નામ બ્રુનો હતું, જેમનું અવસાન અગાઉ થઈ ચૂક્યું છે. તેમને એક પુત્ર કાર્લ, વહુ નિશા અને એક પુત્રી ક્રિસ્ટીના છે. પરંતુ હવે મેહર અમારી વચ્ચે નથી રહ્યા. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. હાલમાં આ વિડિયોમાં એટલું જ.