મહાત્મા ગાંધીની પરપૌત્રી મેધા ગાંધી આજે તેમની ગ્લેમરસ સ્ટાઈલ અને ટેલેન્ટને કારણે ચર્ચામાં છે, જ્યાં ભારત મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર તેમના સંઘર્ષ, બલિદાન અને દેશભક્તિને યાદ કરી રહ્યું છે
ત્યાં પરિવારની પાંચમી પેઢીની સભ્ય મેધાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે; અમેરિકામાં રહેતી મેધા વ્યાવસાયિક રીતે હાસ્ય લેખિકા, પ્રોડ્યુસર અને સિંગર છે તેમજ લોકપ્રિય “એલ્વિસ ડ્યુરન એન્ડ ધ મોર્નિંગ શો”ની હોસ્ટ પણ છે
, તેમના Instagram પર લાખો ફોલોઅર્સ છે જ્યાં તે પોતાની જીવનશૈલી ખુલ્લેઆમ શેર કરે છે, ગ્લેમરસ લુક અને ફેશન સેન્સને કારણે ફેન્સ તેમને હોલિવૂડ સ્ટાર સમાન માનતા થયા છે,
તેમ છતાં પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત જીવનશૈલીમાં જીવતી હોવા છતાં “ગાંધી” નામ તેમની ઓળખને ખાસ બનાવે છે, હાલમાં તે પોતાના બોયફ્રેન્ડ જોન્સ સાથેના સંબંધને લઈને પણ ખુલ્લેઆમ ચર્ચામાં છે અને સોશિયલ મીડિયા પર છવાયેલી છે.