મારો પતિ એક રૂપિયો કમાતો ન હતો પત્નીના પૈસા પર જીવવાળો અને એને મારો ઉપયોગ જ કર્યો છે માત્ર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન મેરીકોમનું આ નિવેદન અનેક ચર્ચાઓનું કેન્દ્ર બન્યું છે સોશિયલ મીડિયા પર ઘણા બધા તર્ક વિતર્કો થઈ રહ્યા છે મેરીકોમને લોકો ટ્રોલ કરી રહ્યા છે પણ આ વિવાદનું મૂળ શું છે વિસ્તારથી એ વિષય પર વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ આપકી અદાલત નામનો એક શો આવે છે એ શોમાં બોક્સિંગ ચેમ્પિયન મેરીકોમનો ઇન્ટરવ્યુ હતો.
ઇન્ટરવ્યુ દરમિયાન એમના સંઘર્ષથી લઈને આખા જીવન સફર વિશે વાત કરવામાં આવી. આ ઇન્ટરવ્યુમાં એમના અંગત જીવન વિશે પણ વાત થઈ. અંગત જીવનની વાત આવે એટલે પતિને કેમ છોડ્યા એ પ્રશ્ન પણ કરવામાં આવ્યો જ્યારે એમને સવાલ કરવામાં આવ્યો ત્યારે એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું કે તમે તમારા પતિને કેમ છોડ્યા જે પોતાના બાળકોને સંભાળતા હતા તમને આટલો સપોર્ટ કરતા હતા એમને છોડવા પાછળનું કારણ શું છે
જવાબમાં મેરીકોમે કહ્યું કે મેં તેને છોડ્યો નથી તેણે મને છેતરી છે અને એટલે એણે જ મને છોડી છે અને પછી કાઉન્ટર ક્વેશ્ચનમાં જ્યારે એવું કહેવામાં આવ્યું કે તમારા પતિએ તમારા માટે બધું જ કર્યું એણે પોતાની કારકિર્દીનું બલિદાન આપી દીધું તમારા માટે તમને સપોર્ટ કરવા માટે બધું કરી બાળકોને સાચવ્યા છતાં તમે કેમ છૂટા થઈ ગયા? તો એના જવાબમાં મેરીકોમ એવું કહે છે કે સફળ કરિયર શેનું એ તો ખાલી શેરીમાં ફૂટબોલ રમતો હતો સાચું કહું તો એક રૂપિયો પણ એ કમાતો ન હતો એ આખો દિવસ ઘરમાં સૂતો રહેતો હતો. એ એક છોકરીની કમાણી પર ગુજારો કરનાર બની ગયો હતો અને એને મને દુઃખ આપ્યું છે મને છેતરી છે મારી મહેનતના પૈસા એ ઉડાડતો હતો. જ્યારે આ નિવેદન આપવામાં આવ્યું અને સ્પેશિયલી જ્યારે એવું કહેવામાં આવ્યું કે એ તો પત્નીના પૈસા પર પલવાવાળો થઈ ગયો હતો એના ઉપર જીવવાળો થઈ ગયો હતો
એના ઉપર ખૂબ વિવાદ થયો. વિવાદનો મૂળત ત્યાંથી શરૂ થયો. આ બહુ જ બધા પ્રશ્નો પૂછાયા અને એના પછી એમને કેવી રીતના પતિએ પૈસા લઈ લીધા કે પૈસા લાખો રૂપિયાની ચોરી કરવામાં આવી એ બધા નિવેદને એ આખા ઇન્ટરવ્યુમાં આપ્યા છે પણ આટલી ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને પછી કોમેન્ટ્સનો યુદ્ધ શરૂ થઈ ગયો. પણ આખા કોમેન્ટ્સના યુદ્ધ કે પછી આખી ઘટના પછી ઘણા બધા પ્રશ્ન આપણને પણ થાય મેરીકોમ અને એમના પતિ વચ્ચે શું હશે તો એ જ જાણે પણ આ કિસ્સા બહુ જ બધા લોકોની આંખો ખોલવા વાળા છે ગુજરાતમાં પણ થોડા સમય પહેલા એક એવો કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં એક પતિ ખૂબ મહેનત કરે છે પત્નીને મામલતદાર બનાવવા માટે અને પછી એ પત્ની મામલતદાર બની અને પતિને છૂટા છેડા આપી દે છે
પતિ પત્નીની સફળતા અને બંને પરસ્પર હોય છે એટલે પતિની સફળતા પાછળ જ્યારે પત્નીનો હાથ માનવામાં આવે ત્યારે એ પત્ની સાથે પણ એવું જ હોય છે એક પતિ જે પત્નીની સફળતા માટે એના કરિયર માટે બધી જ વસ્તુઓનો ત્યાગ કરી દેતો હોય એનું કરિયર છોડી દેતો હોય બાળકોને સંભાળતો હોય અને પછી એને છૂટા છેડા આપી અને એવું કહેવામાં આવે કે એ તો મારા પૈસા ઉપર જીવતો તો એ કેટલું વ્યાજબી છે
આખો કિસ્સો જે છે એમાં પાછળ બહુ જ બધા ઉદાહરણો છે એટલે ભોપાલથી પણ થોડા સમય પહેલા એવો જ કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં એક પતિ પત્નીને પોલીસ બનાવવા માટે વ્યાજે પૈસા લાવે છે મહેનત કરે છે અને એની પાસે પાછળ બધું જ લગાડી દે છે અને પછી પત્ની જ્યારે પોલીસ બની જાય છે ત્યારે પતિને છોડી દે છે અને એવું કહે છે કે એ બ્રાહ્મણ છે એના કપડા એની ચોટી એ બધા પહેરવેશ મને ગમતા ન હતા એટલે મેં એને છોડી દીધો. એટલે આ આ બધા જ્યારે કિસ્સા સામે આવે છે ત્યારે સમાજ એ છોકરીઓને એ નજરે જોવાનું શરૂ કરી દે છે
એક અલગ છબી છોકરીઓ માટે બનતી હોય છે અને પછી જેને ખરેખર પોતાનું કરિયર બનાવવું છે લગ્ન પછી ભણવું છે એ બધાની વચ્ચે ઘણે બધા અડચણરૂપ પણ આવતા હોય છે કારણ કે મોટાભાગે લોકો એવા જ વિચારતા થઈ જાય કે જો આણે પણ આવું કર્યું હતું આ વધારે ભણી લેશે તો આ પણ આવું જ કરશે કા તો આ વધારે સક્સેસફુલ થઈ જશે તો આવું કરશે અને પછી બધાને એક જ ત્રાજોએ તોલવામાં આવે છે. તમારું આ મામલા વિશે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો.