જન્મુ રકાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય સૈનિક અને આતંકીઓ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી અથડામણો થઈ રહી છે જેમાં થોડા સમય પહેલાજ ગુજરાતના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના હરિસસિંહ પરમાર શહીદ થયા હતા એના હજુ થોડા દિવસો નથી થયાને અહીં બનાસકાંઠાના એક જવાન શહીદ થઈ ગયા છે.
બનાસકાંઠાના ધાનેરા તાલુકાના નાનકડા મગરાવા ગામનો આ જવાન શહીદ થયો છે જેમનું નામ ચૌધરી ભલાભાઈ નારણભાઇ આ જવાન શહિદ થઈ ગયો હતો જેની જાણ જમ્મુના મેજર દ્વારા એમના પરિવારને કરવામાં આવી હતી જેમના પાર્થિવ દેહને ગુજરાત એમના વતન લાવવામાં આવ્યા હતા.
ભલાભાઈને 5 ઓક્ટોમ્બરે તાવની અસર જાણતા 8 ઓક્ટોમ્બરે બીકાનેરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ એમની હાલત બગડતા જ્યાં ભલાભાઈને ન્યુમોનિયા હોવાનું બહાર આવ્યું હતું અને એમને શુક્રવારે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા ભલાભાઈના લગ્ન 2 મહિના અગાઉ કરવામાં આવ્યા હતા.