ગુજરાતમાં એક સમયે ગાયિકી લાઈનમાં પોતાનુઁ આગવું નામ ધરાવતા અને દમદાર મીઠો અવાજ ધરાવતા લોક ગાયક સ્વર્ગસ્થ મણિરાજ બારોટને તમે જાણતાજ હસો અને તમે ચાહક પણ હસો એ મણિરાજ બારોટના ઘરે અત્યારે ખુશીનો માહોલ છે કારણ કે એમની બંને દીકરીઓના લગ્ન છે.
રાજલ બારોટ અને તેજલ બારોટના લગ્નમાં જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને રાસગરબાની જોરદાર જમાવટ જામી હતી જણાવી દઈએ પોતાના પિતાની નાની ઉંમરમાં છત્રછાયા ગુમાવનાર મણિરાજ બારોટને ચાર દીકરીઓ છે જેમાંથી આ બંને દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે.
રાજલ બારોટ અને તેજલ બારોટને પણ પિતા મણિરાજ બારોટની જેમ ગાયિકીનો શોખ છે જ્યાંરથી પિતાની છત્રછાયા ગુમાવી એના પછી એમણે પિતાની રાહ ઉપર ગાયિકીમાં પગલું માંડ્યું હતું અને અત્યારે બંને બહેનોનું ગુજરાતી ગીત ઈન્ડસ્ટ્રીઝમાં સારું નામ છે અત્યારે મણીરાજ બરોટની દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે અને ઘરે ખુશીનો માહોલ જામ્યો છે.