સૌથી પહેલા વાત કરીએ ભાગીને લગ્ન કરનારા લોકો માટે આવેલા મહત્વપૂર્ણ સમાચાર વિશે શું તમે કોઈને પ્રેમ કરો છો તો આ સમાચાર તમારા માટે છે શું તમે ભાગીને લગ્ન કરવાનો વિચાર કરો છો તો આ સમાચાર તમારા માટે છે કારણ કે સરકાર આ દિશામાં ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહી છે. શું હશે સરકારનો આ નિયમ કેવી રીતે સરકાર એક કડક કાયદો અમલમાં લાવવા જઈ રહી છે તેના માટે જુઓ અમારો આ વિશેષ અહેવાલ ભાગીને લગ્ન કરનારા સાવધાન નવા નિયમનો ડ્રાફ્ટ થઈ ગયો
તૈયારબોગસ લગ્નની નોંધણી પર લગામ લાવવા સરકાર લાવી આવી રહી છે નવા નિયમ કણજી પાણીમાં બોગસ લગ્ન નોંધણીનું રેકેટ પકડાયા બાદ હવે પાટીદાર સમાજ મેદાને પડ્યો પાટીદાર સમાજે સરકાર સમક્ષ લગ્ન નોંધણીના નવા નિયમો લાવવાની રજૂઆત કરી અગાઉ પાટીદાર સમાજે રજૂઆત કર્યા બાદ હવે પૂર્વ મંત્રી વલ્લભ કાંકડિયાએ પણ લગ્નની નોંધણી પહેલા માતા પિતાને જાણ કરવા માટે માંગણી કરી છે
વલ્લભ કાકડિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરીને રજૂઆત કરી છે કે લગ્ન પહેલા માતા પિતા અથવા વાલીની લેખિત સંમતિ ફરજિયાત કરવામાં આવે અને તેના માટેહિન્દુ મેરેજ એક્ટમાં જરૂરી સુધારા કરવામાં આવે કોઈપણ દીકરી જ્યારે દીકરી 20 વર્ષ 25 વર્ષ એને પાળીને મોટી કરી હોય અને પછી ગમે ત્યાં ભાગી જાય અને પછી જ્યારે પોલીસમાં ફરિયાદ થાય પોલીસમાં મળવાનું થાય તો હું ઓળખતી નથી આવા પ્રસંગો બનતા હોય છે
એટલે રજૂઆત કરી કે ભાઈ કાયદો બનાવો અને મા બાપની સંમંતિ લઈ અને ભલે એને દીકરીને જ્યાં લગ્ન કરવાના કરે પણ મા બાપની સંમંતિ હોય એ સંમતિ લઈને જ લગ્ન થાય એનું રજીસ્ટ્રેશન કરવું એવું અગાઉ બીજા અગાઉ પણ સમાજે રજૂઆત કરી હતી અમે પણ રજૂઆત કરી છે
અગાઉ અમે પણ કરી હતી અને હવે પણ કરી છે કે ભાઈ કાયદો આ વખતનીવિધાનસભામાં બને એવું અમે ઈશા રાખીએ છીએ પાટીદાર સમાજના આગેવાનોનું કહેવું છે કે જો દીકરી માતા પિતાની મંજૂરીથી બીજા સમાજમાં લગ્ન કરે તો તેમને કોઈ જ વાંધો નથી પરંતુ આજના સમયમાં દીકરીઓને લલચાવી પોસલાવીને ફસાવવામાં આવી રહી ઘણી દીકરીઓ વિધર્મીઓ સાથે પણ લગ્ન કરે છે પરંતુ લગ્ન પછી તેમને પોતે કરેલા નિર્ણય ઉપર પસ્તાવો થતો હોય છે
અને એટલે જ દીકરીઓને બચાવવા માટે પાટીદાર સમાજ એક થયો હોવાનું પાટીદાર આગેવાનો કહી રહ્યા છે છઠ્ઠી ડિસેમ્બર 2025 ના રોજ સરકારમાં જ્યારે રજૂઆત કરી ત્યારે સરકારે ખાતરી આપી હતી કે દસ જ દિવસની અંદર આનો ઉકેલ લાવીદેવામાં આવશે આજે જે છઠ્ઠી તારીખને આજે 16મી તારીખ થઈ એટલા માટે જેની ઉઘરાણી કરવા માટે આજે સરકાર સમક્ષ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારો આવ્યા છે. આવીને સરકારને રજૂઆત કરી છે કે તમે કહ્યું તું કે 10 દિવસમાં આનો ઉકેલ આવી જશે તો એ બાબતની પ્રગતિ શું છે એ અંતર્ગત સરકારે આજે ખાતરી આપી છે કે આજે કે કાલે કે ખૂબ જ ટૂંકા સમયની અંદર આ બાબતમાં જે તે નિર્ણય લઈએ છીએ
અને માતા પિતાને એની જાણ થાય જાણ થયા પછી પણ એના કદાચ વાંધા વચકા હોય તો એ પણ સ્વીકારવામાં આવે અને તે અંતર્ગત એને જે તે નિયમો મુજબ આ પ્રકારના કિસ્સાઓસમાજમાં ન બને એ માટે એમાં જોગવાઈ કરવા માટે સરકારે કટિબદ્ધતા દાખવી છે. તો બીજી તરફ સરકારે પણ આ બાબતે સક્રિયતા દાખવી છે. મળતી માહિતી પ્રમાણે સરકાર બુધવારે મળનારી રાજ્યની કેબિનેટની બેઠકમાં આ બાબતનો ડ્રાફ્ટ રજૂ કરી શકે છે અને તેને મંજૂરી મળ્યા બાદ તેની સત્તાવાર જાહેરાત કરાશે. શક્યતા એવી છે કે લગ્નની નોંધણીના સર્ટિફિકેટમાં માતા-પિતાની વિગતો સાથે હવે રૂબરૂમાં સહી કરાવવાનું પણ ફરજિયાત બનાવાશે
જેથી કોઈપણ દીકરો કે દીકરી જ્યારે લગ્ન કરે ત્યારે તેની માહિતી માતાપિતાને મળી શકે આ બાબતે પહેલા માતાપિતાને નોટિસમોકલવામાં આવશે અને ત્યારબાદ માતાપિતાએ 30 દિવસમાં તેનો જવાબ આપવો પડશે તેવો નિયમ પણ આવવા વાની શક્યતા છે આ ઉપરાંત યુવતીના આધાર કાર્ડમાં જે સરનામું હશે તે સરનામા પ્રમાણે જ કચેરીમાં લગ્નની નોંધણી થશે તેવી પણ જોગવાઈ હોઈ શકે છે પરંતુ બોગસ લગ્ન નોંધણી અને માતા પિતાની જાણ બહાર ભાગીને લગ્ન કરવાના કારનામાઓ ઉપર હવે પૂર્ણવિરામ લાગશે તેમ મનાઈ રહ્યું છે.
પ્રેમ લગ્ન અને ભાગીને લગ્ન કરતા યુવક યુવતીઓ લગ્ન બાદ જે રજિસ્ટ્રેશન કરાવે છે તેની અંદર રાજ્ય સરકાર લાવી રહી છે ફેરફાર રાજ્ય સરકાર આજે મોડી સાંજે જે છે તે આ મામલે બેઠક કરશે અને બેઠકની અંદર કાયદાવિભાગના અધિકારીઓ કાયદા મંત્રી અને ન્યાય મુખ્યમંત્રી વચ્ચે બેઠક યોજાશે જો કે આ બેઠકની અંદર લગ્ન બાદ રજિસ્ટ્રેશન પ્રક્રિયાને લઈને જે ગૂચવણો સામે આવે છે તેને લઈને કરાશે ચર્ચા જો કે યુવક યુવતીઓ પોતાના મનપસંદ સાથી સાથે લગ્ન કરે તો તેની પહેલા જાણ જે છે તે માતાપિતાને કરવાની રહેશે.
રજિસ્ટ્રેશન કરતી વખતે જે છે તે માતાપિતાની સંમતિ પણ ફરજિયાત રહેશે. આ ઉપરાંત રાજ્ય સરકાર આજે ડ્રાફ્ટ તૈયાર કરશે. ડ્રાફ્ટ તૈયાર થયા બાદ આવતી કાલે કેબિનેટ બેઠક મળવાની છે બેઠકની અંદર રજીસ્ટ્રેશન પ્રક્રિયાના ડ્રાફ્ટમાં કેટલાક સૂચનો જે છે તે રાજ્ય સરકાર નવાઉમેરશે જેના ઉપર મુખ્યમંત્રી સહિત સમગ્ર કેબિનેટ મંત્રીમંડળ જે છે તે ચર્ચા કરશે અને ચર્ચા બાદ આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા એટલે કે લગ્ન નોંધણીના નવા કાયદાની સત્તાવાર રીતે રાજ્ય સરકાર જાહેરાત કરશે. કેમેરામેન નરેશ બુટિયા સાથે મલહાર વોરા ન્યુઝ કેપિટલ ગાંધીનગર. પ્રાઈમનાઇન માં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત