Cli
મણીરાજ બારોટની દિકરી રાજલ બારોટે સપનું પુરુ કરી ખરીદી મોંઘીદાટ લક્ઝુરિયસ કાર, પિતાની યાદમા કર્યું એવું કે...

મણીરાજ બારોટની દિકરી રાજલ બારોટે સપનું પુરુ કરી ખરીદી મોંઘીદાટ લક્ઝુરિયસ કાર, પિતાની યાદમા કર્યું એવું કે…

Breaking

ગુજરાતની ધરતીમાં ઘણા બધા એવા કલાકારો થઈ ગયા જે આજે પણ લોકોના દિલમાં અનોખું સ્થાન ધરાવે છે એવું જ ગુજરાતી જાણીતા લોક સિંગર ઉત્તર ગુજરાતનો ટહુકતો મોરલો મણીરાજ બારોટ જેઓ એ ઢોલો મારા મલકનો જેવી સુપરહિટ ફિલ્મ પણ કરી ચુક્યા હતા ઘણા ગુજરાતી.

મ્યુઝિક આલ્બમ અને ડાયરાના પ્રોગ્રામથી ખૂબ જ લોકપ્રિયતા મેળવી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મહત્વનો ફાળો આપનાર મણીરાજ બારોટ આજે આપણી વચ્ચે નથી પરંતુ આજે પણ તેમની સ્મૃતિ આપણી વચ્ચે અકબંધ છે ઢોલ નામે મશહૂર મણીરાજ બારોટે સનેડો નામનુ સુપરહિટ સોંગ આપ્યું હતું.

જેના તાલે આજે દેશ વિદેશમાં લોકો ઝુમતા જોવા મળે છે તેમના ગીતો હંમેશા સદાબહાર બની લોકોના કાનોમાં ગુજંતા રહે છે મણીરાજ બારોટ અને તેમની પત્નીના અવસાન બાદ મણીરાજ બારોટની ચાર દીકરીઓ એકલી પડી ગઈ હતી આ દરમિયાન પરિસ્થિતિ સામે મક્કમતાથી ઉભી રહી.

રાજલ બારોટ એ પોતાની બહેનોને મોટી કરી સાથે પોતાના પિતાના સ્વપ્નને પૂરું કરવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો અને પોતાના સુમધુર અવાજ થી ખુબ લોકચાહના મેળવી અને પોતાની બહેનોને માતા પિતાની છત્રછાયા ની કમી મહેસુસ ના થાય અને યાદ પણ ના આવે એવી રીતે તમામ સગવડ આપી.

બહેનોને અભ્યાસ કરાવી લગ્ન પણ પોતાની બહેનો ના કરાવ્યા ખૂબ જ સર્ઘષમય જીવન વચ્ચે પોતાના માતા પિતાની ગેરહાજરી માં પરીવારને સાચવી અને લોક સિંગર બની હવે રાજલ બારોટે પોતાના સ્વપ્નને સાકાર કરતા એક મોંઘીદાટ લક્ઝુરિયસ કાર ખરીદી પોતાના ચાહકોને સરપ્રાઈઝ આપી છે.

રાજલ બારોટે થોડા સમય પહેલા જ રાજલ બારોટે મહિન્દ્રા 700 કાર ખરીદી છે આ કારની કિંમત 25 લાખ આજુબાજુ છે પોતાની મોંઘીદાટ કાર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રાજલ બારોટે ખુશી વ્યક્ત કરી છે અને પોતાના પિતાની યાદમાં રાજલ બારોટે પોતાના માતા પિતા ની.

તસવીર ને ગાડી ના બોનેટ પર મુકીને પુજા કરી અને ત્યારબાદ નવી ગાડીનું મુરત કરતી જોવા મળી હતી રાજલ બારોટ પોતાની બહેન જીજાજી અને ભાણેજ સાથે પહોંચી હતી આ દરમિયાન તેને ઘણી બધી તસવીરો ક્લિક કરવી હતી ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી.

આ તસવીરો ને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે રાજલ બારોટ આજે પણ પોતાના માતા પિતા ને સન્માન આપી યાદ કરી રહી છે પોતાના જીવનના દરેક પગથિયે તે માતા પિતા ની તસ્વીર ને આગળ રાખે છે રાજલ બારોટ ને જોતા મણીરાજ બારોટ ની સ્તુતી ચાહકો યાદ કરીને.

ખુશી વ્યક્ત કરી રહ્યા છે રાજલ બારોટ એ પોતાના પરિવાર માટે ઘણો બધો ભોગ આપ્યો છે તેને પોતાની ખુશી નથી જોઈ પોતાની બહેનોની ખુશી જોઈએ છે તે પોતાની બહેનોની ખુશી માટે ભાઈ બની માં બની અને પિતા બની હંમેશા દરેક જીવનના તબક્કે સાથે રહી છે.

રાજલ બારોટ એ પોતે લગ્ન કર્યા નથી પરંતુ પોતાની બહેનોના લગ્ન કરાવી અને ધન્યતા અનુભવી છે રાજલ બારોટને આજે પણ તેની ત્રણ બહેનો રાખડી બાંધે છે અને ભાઈ માતા અને પિતા નો દરજ્જો આપી ખૂબ પ્રેમ કરે છે રાજલ બારોટ મહીલાઓ અને માતા પિતા વિનાની દિકરીઓ માટે એક પ્રેરણા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *