ગુજરાતમાં એક કહેવત છે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે વાત સાચી છે આવી જે ઘટના બની છે દક્ષિણ ગુજરાતમાં મલેશિયાની એક કંપનીના નામે એક ઠગ ટોળકી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે અને સરકારી શાળાના શિક્ષક સહિત અનેક રોકાણકારો હાલ રોઈ રહ્યા છે માથે હાથ મૂકીને વર્ષોથી એકના ડબલ એકના ત્રણ કરવાની સ્કીમો ચાલતી આવી છે અને હજારો રોકાણકારો અત્યાર સુધીમાં તેનો ભોગ બની ચૂક્યા છે આમ છતાં હજુ પણ લોકોનો લોભ ઘટતો નથી આવો જાણીએ શું છે
અને હું છું આપનો બંકી પટેલ મલેશિયાની એક કંપની સ્પાર્ક વર્લ્ડ બરહાડ આ કંપની વર્ષ 2022 માં શરૂ થાય છે આ કંપની ના એજન્ટો ગુજરાતમાં જૂન મધ્ય 2022 એટલે કે જૂન મહિનાથી સક્રિય થાય છે અને જૂન 2022 માં સુરત ખાતે એક સેમિનાર યોજે છે. આ સેમિનારમાં રોકાણકારોને બોલાવવામાં આવે છે અને તેમને એમના રોકાણની રકમ ઉપર રોજનો અડધો ટકો વ્યાજ એટલે કે નફો આપવાની લાલચ આપવામાં આવે છે. 100 ડોલરથી લઈને 5000 ડોલર સુધી રોજનો અડધો ટકો અને 10,000 ડોલરથી ઉપરની રકમમાં રોજનો 1 ટકો એટલે કે 400 દિવસમાં રૂપિયા બમણા અને 10,000 થી વધુ રોકો તો 200 દિવસમાં રૂપિયા બમણા આ લાલચમાં આવીને અનેક રોકાણકારો આ જે ઠગ હતો
જેનો મુખ્ય જે સૂત્રધાર જે છે ગુજરાતનો પ્રાણેશકુમાર પટેલ જે આણંદ જિલ્લાનો છે તેની જાળમાં ફસાઈ જાય છે પોતે આ જે સેમિનાર છે તેમાં મલેશિયાથી એક ટીટી સ્ટીવ અને મેકલી કરીને બે અધિકારીઓને પણ સ્પાર્ક વર્લ્ડ બરહાડ કંપનીના સીઈઓ છે અને ચીફ માર્કેટિંગ ઓફિસર છે એમ કરીને આ સેમિનારમાં લઈ આવે છે જૂનમાં સેમિનાર થાય છે જુલાઈમાં અનેક લોકો એમાં રોકાણ કરવાનું શરૂ કરે છે રોકાણની જે રકમ હોય છે એના આધારે નક્કી થાય છે કે કેટલા લોકોને મલેશિયા લઈ જવાના આમ ખાસા બધા લોકોને 70 થી વધુ લોકોને મલેશિયા લઈ જવામાં આવે છે અને એ પણ વિના ના મૂલ્યે એમને વાસ્તવમાં ખબર નથી કે આજે મલેશિયા ફ્રી ટૂર કરાવવામાં આવે છે કંપનીની મુલાકાત માટે એ એમના જ નાણામાંથી છે અને ક્યારેક એમના નાણા ચાવ પણ થઈ જશે ટૂર કરીને ડિસેમ્બર મહિનામાં ડિસેમ્બર 2022 માં ટૂર કરીને લોકો પાછા આવે છે
અને 2023 ને જાન્યુઆરીમાં જ જે એપ્લિકેશનમાં એ લોકો રોજનો નફો જોતા હતા એ એપ્લિકેશન ઠપ થઈ જાય છે હવે આમાં વાસ્તવમાં મણિલાલ ગામિત જે સરકાર સરકારી શાળાના શિક્ષક છે તેમણે પોતે અને પોતાના પરિવારના નામે કુલ 26 લાખથી વધુનું રોકાણ કર્યું હતું અને આ રોકાણની રકમ પોતે અલગ અલગ બેંકોની લોન મેળવી તેમજ ખેતીની જમીન પર લોન મેળવી તેમજ પ્રોવિડન્ટ ફંડના નાણા ઉપાડીને આ રકમ એકઠી કરી હતી એ રકમ લઈને ઘટિયાઓ છું થઈ ગયા છે આ ઉપરાંત 31 રોકાણકારો છે જેમના 76 લાખથી વધુની રકમ પણ આ જે ઠક ટોળકી જે છે પ્રાણેશકુમાર પટેલ અને એની સાથે મળેલા અન્ય મળતિયાઓ તેઓ રકમ લઈને રફુ ચક્કર થઈ ગયા છે ગાંધીનગર ઇકોનોમિક ઓફેન્સ વિંગે જે ઇન્વેસ્ટિગેશન કર્યું છે અને ત્યારબાદ આ ફરિયાદ નોંધી છે
તેમાં એવું તપાસમાં સામે આવ્યું છે કે પ્રાણેશકુમાર પટેલે સૌને મલેશિયા ફેરાવવા માટે અમદાવાદના મોટેરા વિસ્તારમાં સ્થિત એક પરફેક્ટ સર્વિસ નામની એજન્સી પાસે તેમનું ટ્રાવેલ બુકિંગ કરાવ્યું હતું પરંતુ હાલમાં પ્રાણેશકુમાર પટેલનો અતો પતો નથી પ્રાણેશકુમાર પટેલની શોધખોળ પોલીસ તો કરી રહી છે અને સાથે સાથે રોકાણકારો પણ તેને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા પ્રાણેશકુમાર પટેલ તો મળશે પરંતુ તેની પાસે રોકાણમાં આપેલા રોકડા રૂપિયા ક્યારે આવશે એની એક પણ રોકાણકારને ખબર નથી આવા સમાચાર અને આવી જ ઘટનાઓ માટે જોતા રહો નવજીવન ન્યુઝ [સંગીત]