52 વર્ષની મલાઇકા અરોરાને મળ્યો નવો પ્રેમ. મ્યુઝિક કન્સર્ટમાં મિસ્ટ્રી મેન સાથે જોવા મળી. 33 વર્ષના બિઝનેસમેનના ઇશ્કમાં પડી અભિનેત્રી. અર્જુન કપૂર પછી હવે આ વ્યક્તિના પ્રેમમાં પડી છે મલાઇકા. 19 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે ખુલ્લેઆમ ફરમાવી રહી છે ઇશ્ક.સલમાન ખાનની ભૂતપૂર્વ ભાભી અને બોલીવુડ અભિનેત્રી મલાઇકા અરોરા ફરી એકવાર પોતાની લવ લાઇફને કારણે ચર્ચામાં છે. હકીકતમાં મલાઇકા તાજેતરમાં એક મ્યુઝિક કન્સર્ટમાં પહોંચી હતી જ્યાંથી તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.
તસવીરોમાં મલાઇકા એક મિસ્ટ્રી મેન સાથે ઉભેલી દેખાઈ રહી છે.આ તસવીરો જોયા બાદ ફેન્સ અલગ-અલગ અટકળો લગાવી રહ્યા છે. કેટલાક કહે છે કે બંને ફક્ત મિત્રો છે, જ્યારે કેટલાકનો અંદાજ છે કે 52 વર્ષની મલાઇકાને નવો પ્રેમ મળી ગયો છે.આ તસવીરો મુંબઈના MMRDA ગ્રાઉન્ડની છે, જ્યાં ગ્રેમી એવોર્ડ વિજેતા સિંગર એન્રીક ઇગ્લેસિયસનો કન્સર્ટ યોજાયો હતો.
આ કન્સર્ટમાં અનેક સેલેબ્રિટીઝ ઉપસ્થિત હતા, પરંતુ મલાઇકાએ પોતાની સાથે ઉભેલા મિસ્ટ્રી મેનને કારણે આખી લાઇમલાઇટ ખેંચી લીધી.કન્સર્ટમાં મલાઇકા ફિટેડ ટૅંક ટોપ અને બ્રાઉન ટ્રાઉઝર્સમાં દેખાઈ હતી. ગોલ્ડન બેંગલ્સ અને નાજુક ગોલ્ડ ચેઇન સાથે લુક પૂર્ણ કર્યો હતો. ખુલ્લા વાળ અને હળવો મેકઅપ—આ કેઝ્યુઅલ અવતારમાં મલાઇકા ખુબજ સુંદર લાગી રહી હતી.
પરંતુ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય તેમના લુક કરતા વધુ, તેમના સાથેનો મિસ્ટ્રી મેન છે.રિપોર્ટ્સ મુજબ આ મિસ્ટ્રી મેનનું નામ હર્ષ મહેતા છે. 33 વર્ષના હર્ષ મુંબઈમાં રહે છે અને વ્યવસાયે હીરા વેપારી છે. તેમનો પરિવાર બેલ્જિયમ સાથે સંબંધિત છે.
ગોસિપ જગતમાં ચર્ચા છે કે હર્ષ અને મલાઇકા છેલ્લા કેટલાક મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ હાલ તેઓ પોતાનો સંબંધ ગુપ્ત રાખવા ઇચ્છે છે.સોશિયલ મીડિયા પર બંનેને લઈને ચર્ચા તેજ છે અને દરેકને મલાઇકાના પ્રતિસાદની રાહ છે.
અત્યાર સુધી મલાઇકાએ અથવા તેમની ટીમે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.મલાઇકાના ભૂતકાળના સંબંધોની વાત કરીએ તો તેમની પ્રથમ લગ્ન અરબાઝ ખાન સાથે થયા હતા અને તેમને એક પુત્ર અરહાન છે, જે 22 વર્ષનો છે. બંનેએ સહમતિથી છૂટાછેડા લીધા હતા. બાદમાં મલાઇકાનો સંબંધ અર્જુન કપૂર સાથે રહ્યો, પરંતુ પાંચ વર્ષ બાદ તે સંબંધ પણ તૂટી ગયો. હવે ચર્ચા છે કે મલાઇકાને ફરી નવો પ્રેમ મળી ગયો છે.