મહીસાગર નદી પર બનેલ પૂલ દુર્ઘટનામાં માર્યા ગયેલાનો આંક વધી રહ્યો છે. છેલ્લે સત્તાવાર જાહેર થયેલ આંક મુજબ આ ગમખ્વાર દુર્ઘટનામાં કુલ 12 લોકો મૃત્યું પામ્યા છે.
મહીસાગર નદી પર બનેલી ગમખ્વાર દુર્ઘટનામાં મુજપુર ગામના કેટલાક યુવાનો હજુ ગુમ હોવાની વાતોના પગલે ગામના લોકો દોડતા થયા છે, ગામના સરપંચ અને સ્થાનિક લોકો સ્થળ પર પહોંચ્યા છે. ગામની એક ગાડી જે અન્યત્ર જવા નીકળી હતી એ ગુમ હોવાની અને હજુ પણ મળી ન હોવાના કારણે ગામના લોકોમાં ગભરાહટ જોવા મળી રહી છે.

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયાનું સામે આવ્યુ છે. હજુ પણ 5 લોકો ફસાયા હોવાની આશંકા છે. 2 બાઇક પણ હજુ ફસાયા હોવાની વિગત મળી રહી છે.બ્રિજ દુર્ઘટના બાદ કોંગ્રેસના તંત્ર પર ગંભીર આક્ષેપ છે. વર્ષ 2021માં કોંગ્રેસે જર્જરિત બ્રિજ બંધ કરવા માંગ કરી હતી. કોંગ્રેસ જણાવ્યુ કે વર્ષ 2022માં બ્રિજનો સ્ટ્રક્ચર રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રિપોર્ટ નેગેટિવ છતાં કોઈ પગલાં ન લેવાયા.
વડોદરાના પાદરામાં આવેલા મહીસાગર નદીના બ્રિજ તૂટવાની ઘટનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે. તો આરોગ્ય પ્રધાને જણાવ્યુ છે કે 4થી 5 વાહનો પાણીમાં ખાબક્યા હોવાનું જણાવ્યુ.