આપણા દેશમાં અને આપણા રાજ્યમાં અનેક લોકો પાસે સરકારી નોકરી છે સવારે 10 વાગ્યે જાય છે સાંજે 6 વાગ્યે પાછા આવે છે અને કેટલાક પાળીમાં નોકરી કરે છે પણ બહુ ઓછા કર્મચારી કે અધિકારીને આત્મસંતોષ મળે છે કે મેં મારું કામ પ્રમાણિક પણે કર્યું આવું જ કામ મહીસાગર જિલ્લાના એક સબ ઇન્સ્પેક્ટર અને તેમના સ્ટાફે કર્યું રાતનો સમય હતો નિર્જન રસ્તા ઉપર એક ગાડી પાર્ક હતી પહેલા તો પોલીસ ની શંકાની નજરે પોલીસવાળા ત્યાં પહોંચે છે અને પછી મહીસાગરની પોલીસ જે કામ કરે છે તેની વાત કરવી છે >> પોલીસની અનેક બાજુ છે જેમાં એક બાજુ સારી પણ છે પણ સારી બાજુની વાત તમારા સુધી પહોંચતી નથી
કારણ કે લાંબો સમય પત્રકારત્વ કરાયા પછી સતત નજર નેગેટિવ સમાચાર શોધતી હોય છે આ પત્રકારત્વની એક મર્યાદા પણ છે પણ અમે પ્રયત્ન કરીએ છીએ કે સારું જ્યાં થાય છે ત્યાં પણ પહોંચીએ અને તમારા સુધી મૂકીએ વાત એવી છે કે મહીસાગર જિલ્લામાં એસપી તરીકે સફીન હસનને મૂકવામાં આવ્યા અને ક્યારેક ક્યારેક એવું પણ બનતું હોય છે કે માણસના ઓરા જો પોઝિટિવ હોય તોઆસપાસના લોકોમાં પણ એ હકારાત્મકતા પહોંચે છે ઘટના એવી છે કે જિલ્લા ટ્રાફિક પોલીસ અલગ અલગ હાઈવે ઉપર પેટ્રોલિંગ કરતી હોય છે મહીસાગર જિલ્લાની ટ્રાફિક બ્રાન્ચમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ ઝાલાનો નાઈટ ડ્યુટી હતી અને તેમણે લુણાવાડાથી સંતરામપુર સુધી હાઈવે ઉપર નાઈટ પેટ્રોલિંગ કરવાનું હતું રાતના સાડા વાગી રહ્યા હતા
તા ત્યારે શક્તિસિંહ ઝાલા પોતાની ટ્રાફિક ટીમને લઈને પેટ્રોલિંગ કરવા લુણાવાળાથી નીકળે છે ત્યારે મોટા પટેલના મુવાડા પાસે હાઈવે ઉપર નિર્જન જગ્યાએ એક કાર ને પાર્ક થયેલી જુવે છે કારની લાઈટ બંધ હતી એટલેશંકા ગઈ કે ગડબડ છે કારણ કે પોલીસનો સ્વભાવ શંકા કરવાનો છે જો શંકા ન કરે તો પછી વાત બનતી નથી પીએસઆઈ શક્તિસિંહ ઝાલા જ્યારે નિર્જન રસ્તા ઉપર રાતનાસાડા 12 વાગ્યે પાર્ક થયેલી ગાડી જુવે છે ત્યારે પોતાના સ્ટાફ સાથે નીચે ઉતરે છે કારમાં ટોર્ચ કરે છે તો ખબર પડે છે અંદર માણસો પણ છે એટલે દરવાજો નોક કરી કારમાં બેઠેલા લોકોને કહેવામાં આવે છે તમે બહાર આવો ત્યારે એક દંપતિ બહાર આવે છે અને તેમનું દોઢ વર્ષનું બાળક હતું આ માણસ સાથે સબ ઇન્સ્પેક્ટર ઝાલા વાત કરવાની શરૂઆત કરે છે
તો વાત એવી હતી કાર જેની હતી એનું નામ હતું રાજુ મકવાણા મૂળ પંચમહાલના ના વતનીહતા અને પોતાની પત્ની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરવા માંગતી હતી માટે પત્નીને લઈ તે અમદાવાદ નર્સિંગ કોલેજમાં આવ્યા હતા ત્યાંથી પાછા ફરી રહ્યા હતા એ વખતે ઘટના એવી ઘટે છે કે કારનું પેટ્રોલ ખલાસ થઈ જાય છે. પંચમહાલ જિલ્લાના વતની મકવાણા જ્યારે અમદાવાદથી નીકળ્યા ત્યારે ખીસામાં 1700 રૂપિયા હતા. રસ્તામાં 1500 રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યું અને 200 રૂપિયાનો નાસ્તો કર્યો અને અચાનક મોટા પટેલના મુવાડા પાસે કાર અટકી જાય છે જુવે છે તો ફ્યુલ ટેંક ખાલી થઈ ગઈ હતી આ જ વખતે તે પોતાનો મોબાઈલ ફોન જોવે છે તો બેટરી લો હોવાને કારણેમોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો ખિસ્સામાં પૈસા નહતા અને મોબાઈલ બંધ થઈ ગયો હતો
મોબાઈલના વોલેટમાં પૈસા હતા પણ મોબાઈલ ચાલુ થાય તો કોઈની પાસે મદદ માંગે ને શું કરવું એ અસમંજસમાં દંપતિ હતું આ મકવાણા દંપતિ એવું નક્કી કરે છે કે રાતનો સમય છે આ નિર્જન રસ્તો છે બહાર નીકળાય તેમ નથી ડર પણ લાગતો હતો એટલે કારના દરવાજા અંદરથી લોક કરી પોતાના દોઢ વર્ષના બાળક સાથે આ દંપત્તિ સવાર થવાની રાહ જોઈ રહ્યું હતું જ્યારે સબ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ ઝાલા આ પરિવારની મુશ્કેલી જાણે છે સમજે છે ત્યારે તે પોતાના એસઆઈ મહેન્દ્રભાઈને સૂચના આપેકે હું આ કાર માટે પેટ્રોલ લઈને આવું છું ત્યાં સુધી તમેનું ધ્યાન રાખજો એને પોતાને એસઆઈને આ દંપત્તિ પાસે છોડી 10 કિલોમીટર દૂર આવેલા પેટ્રોલ પંપ ઉપર પીએસઆઈ ઝાલા પહોંચે છે ત્યાંથી પરત આવી કારમાં પેટ્રોલ ભરે છે પણ ફ્યુલ ની પાઈપમાં એર આવી ગઈ હતી એટલે કાર સ્ટાર્ટ થતી નથી પોલીસવાળા તેને ધક્કો મારે છે ગાડીને સ્ટાર્ટ કરે છે આખી ઘટના એટલી હૃદયને સ્પર્શનારી હતી કે ખુદ આ મકવાણા દંપત્તિને પણ એવું લાગ્યું કે પોલીસ આવી પણ હોય
અને આવી રીતના મદદ પણ કરે અને એટલે તેમણે પોલીસનો ખૂબ આભાર માન્યો શું કહ્યું આ પરિવારે પોલીસ વિશેતે પણ તમે સાંભળી લો >> રાજુભાઈ રકાભાઈ અને અમદાવાદથી જે ઘરે આવતા હતા ોણાવાળા અને પેટ્રોલ પંપ છ કિલોમીટર દૂર હતો ત્યાં પેટ્રોલ હતું નહી ઓનલાઇન પેમેન્ટ હતું પણ મતલબ મોબાઈલ ફિચ થઈ ગયેલા તો સાહેબ એસબી ઝાલા સાહેબે અમને પેટ્રોલ લાઈ આપી મદદ કરી એમનો ખૂબ ખુબ આભાર [સંગીત] >> તમે આ દ્રશ્યો જોયા જે પોલીસથી આપણને સતત ડર લાગે છે પોલીસ તો એવું કહે છે અમારી મદદની જરૂર હોય તો કહેજો પણ હિંમત થતી નથી કારણ કે કેટલાક પોલીસવાળાએ આ ખાખીને એટલી બદનામ કરી છે કે બધાને જ એવું લાગે છે કે આખો ફાલ ખરાબ છે આખો ફાલ ક્યારે ખરાબ હોતોનથી આખો ફાલ ક્યારે સારો હોતો નથી આવા સબ ઇન્સ્પેક્ટરો પણ અહિયા છે કે જે લોકોની મદદ કરે છે
આવી એક નાની ઘટના પોલીસની છાપ સુધારવા માટે બહુ અગત્યની હોય છે શક્તિસિંહ ઝાલા અને તેમની સાથે રહેલા સ્ટાફને એવું લાગ્યું હશે કે જીવનમાં આપણે અનેક સાચા ખોટા કામ કર્યા હશે પણ છતાં આજે જે કર્યું તે ઈશ્વરના દરબારમાં નોંધાય છે સફીન હસન અત્યારે મહીસાગરના ના એસપી છે તેમણે પોતાના ટ્રાફિક બ્રાન્ચના અધિકારીઓની અકામગીરીને બિરદાવી અને આપણે એટલું જ કહીએ
આજે જેટલા સારા છો એવા કાયમ રહેજો. તો આ પ્રકારની સ્ટોરી તમને ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં જોવા મળશેમાટે અત્યારે જ બેલ આઈકોન દબાવો સબ્સ્ક્રાઇબ કરો અને આ સારી ઘટનાને શેર કરો કારણ કે બહુ બધા લોકો સુધી આ વાત પહોંચવી જરૂરી છે અને તમે કોમેન્ટ બોક્સમાં પણ આ પોલીસને એક સલામ કહેજો તો અત્યારે મને મારા સાથી સોનુસિંહ સોલંકીને રજા આપો આવું છું પાછો એક નવા વિષય સાથે નવી વાત કરવા નમસ્કાર >> વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે એ