ગુજરાતમાં આજ સવારથી જ કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની જોરદાર બેટિંગ ચાલુ છે. હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર અને મહીસાગર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના કોઈપણ જિલ્લામાં વિવિધ કટોકટીને પહોંચી વળવા માટે 12 એનડીઆરએફની અને 20 એસડીઆરએફની ટીમો પણ તેનાત રાખવામાં આવી છે.
તો સૌપ્રથમ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ બંનેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સેટેલાઈટ, એસજી હાઈવે, ગોતા, શિવરની, નેનગર, મણિનગર, સીટીએમ ચાર રસ્તા અને દાણી લીમડા જેવા વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને તેમને વાહનોની હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી છે.
સાબરમતી નદી ઉપર સ્થિત વાંસણા બેરેજના હેઠવાસથી હાલમાં 32,410 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે જે હરતે હાલમાં વાસણા બેરેજના કુલ 27 ગેટ ખોલવામાં આવ્યા છે જેથી આ અંગે સંબંધિત જવાબદાર સત્તાધી સત્તાધિકારીઓએ સાવદ રહેવા અને પૂરની સંભવિત અસરથી ગ્રસ્ત થનાર તમામ ગામોને પણ સાવચેત કરવામાં આવ્યા છે. વાત બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠામાં હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જિલ્લાના અંબાજી દાતીવાડા દાતા અને ધાનેરામાં જબરજસ્ત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રસ્તા ઉપર પાણી ભરાવવાથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ દાંતા ખાતે નદીમાં ફસાયેલા આઠ લોકોને એસડીઆરએફની ટીમો દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.
મહીસાગર જિલ્લામાં પણ ધીમીધારે વરસાદ ચાલુ છે. મહીસાગર જિલ્લાના સંતરામપુરના માનગઢ પાસે ભૂસ્ખલનની ઘટના બની હતી. ભમરી ગામથી રાજસ્થાન તરફ જતા રોડ પર ડુંગર એકા એક નીચે ઘસી આવ્યા હતા. રસ્તા ઉપર ડુંગરના પથ્થર સહિત માટી ઘસી આવતા એક કાર પણ દબાઈ ગઈ છે જો કે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. તો હવે આ બાબતે નાયબ કાર્યપાલક ઇજનેરની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે? જી શું ઘટના ઘટી છે અત્યારે આપણે અહિયા ભમરીકુંડા માનગઢ હિલ રોડ છે ત્યાં ભારે વરસાદને કારણે લેન્ડસ્લાઈડિંગની પરિસ્થિતિનું નિર્માણ
થયેલું છે. સેટલમેન્ટ થયું છે અને રસ્તાનું ધોવાણ થયેલું છે. જેના કારણે આપણે બંને બાજુથી હાલ ટ્રાફિક બંધ કરી દીધેલ છે એની સામે જ બાજુમાં જ અલ્ટરનેટિવ રોડ છે આપણો કુંદા માનગઢ હેલ રોડ જે અત્યારે સારી કન્ડિશનમાં છે અને ત્યાં ટ્રાફિકનું ડાયવર્જન આપેલ છે આ રોડ ક્યાંથી ક્યાં જતો હતો આ આપણો રસ્તો ભમરીથી લઈ અને કુંડા માનગઢ હિલ અને ત્યાંથી પછી રાજસ્થાનની બોર્ડર આવી જાય છે વાત હવે સાબરકાંઠાની તો સાબરમતી નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ખેડ બ્રહ્માના રતનપરા ગામમાં કેટલાય લોકો નદીમાં માં ફસાઈ ગયા
હતા. એનડીઆરએફની ટીમને જાણ કરવામાં આવતા નવ જેટલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ત્રણ બાળક, ચાર મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ. તમારા ગામ, શહેર અને તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો.