Cli

સંજય મિશ્રા સાથે મહિમા ચૌધરીના લગ્નનું ખરેખર સત્ય શું છે ?

Uncategorized

૫૨ વર્ષની ઉંમરે મહિમા ચૌધરીએ કર્યા બીજા લગ્ન. ૬૨ વર્ષના એક્ટરને પહેરાવી વરમાળા. લગ્નના મંડપમાંથી વર-કન્યાના વીડિયો વાયરલ. બે બાળકોના પિતા પર આવ્યું અભિનેત્રીનું દિલ. વરરાજાની સફેદ દાઢી-મૂછ જોઈને ફેન્સના હોશ ઉડી ગયા.

ખૂબસૂરત મંડપ, હાથોમાં વરમાળા, મોટી સ્માઇલ સાથે બોલીવુડ અભિનેત્રી મહિમા ચૌધરીએ દિગ્ગજ એક્ટર સંજય મિશ્રા સાથે બીજા લગ્ન કરી લીધા છે. આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જુઓ કેવી રીતે ફૂલોથી સજાવેલી ચાદર સાથે મહિમાએ લગ્નના સ્થળ પર એન્ટ્રી લીધી. અભિનેત્રીએ પીળા રંગની બનારસી સાડી પહેરી છે.

માથા પર માંગ ટીકા પણ જોઈ શકાય છે. ગોલ્ડન બંગડીઓ અને ખુલ્લા વાળ. આ લૂકમાં મહિમા ચૌધરી અતિ સુંદર લાગી રહી છે.તેમની સામે તેમના વરરાજાએ સફેદ કુર્તા-પાયજામા પહેર્યા છે. કુર્તા પર સીક્વન્સનું કામ જોઈ શકાય છે. બ્રાઉન ચશ્મા પહેરેલા સંજય મિશ્રાનો સ્વાગ ખરેખર જોવાલાયક છે. જેમ કે તમે વીડિયોમાં જોઈ શકો છો, મંડપ સજેલો છે. વર-કન્યા પણ ઉત્સાહિત લાગી રહ્યા છે.

બંને કલાકારોએ મીડિયા સામે એકબીજાને માત્ર વરમાળા જ નહીં પહેરાવી, પણ લગ્નની પરંપરાગત વિધિઓ પણ નિભાવી.પરંતુ… પરંતુ… પરંતુ… આ લગ્ન અસલી નથી, પરંતુ ફિલ્મ માટેનું પ્રમોશનલ એક્ટ છે. જી હા, માત્ર એક્ટિંગ કરવામાં આવી રહી છે. હકીકતમાં, આ આખું આયોજન તેમની આગામી ફિલ્મનાં પ્રમોશનનો એક ભાગ હતો. ફિલ્મ મેકર્સે ફિલ્મને લાઈમલાઈટમાં લાવવા માટે આ પ્રમોશનલ ગિમિક અપનાવ્યું છે.

ફિલ્મ “દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી” ૧૯ ડિસેમ્બરે રિલીઝ થવાની છે, જેનું ટીઝર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં મહિમા ચૌધરી અને સંજય મિશ્રાએ સ્ટેજ પર નકલી લગ્ન કર્યા અને એકબીજાને વરમાળા પહેરાવી. આ દરમિયાન, નજીકમાં બેઠેલા એક વ્યક્તિએ માઇક લઈને મંત્રો વાંચવાનું શરૂ કરી દીધું.

તે સાંભળીને મહિમા ડરી જાય છે અને કહે છે કે, “મંત્રો કેમ વાંચી રહ્યા છો? આ મંત્રો આ લગ્નવાળા અસલી મંત્રો તો નથી ને?” આ સાંભળીને બધા હસવા લાગે છે. આ સાથે જ ‘દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી’નું શાનદાર ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે.રિપોર્ટ્સનું માનીએ તો, ફિલ્મમાં કોમેડી અને ઇમોશન બંને ભરપૂર મળવાના છે. જણાવી દઈએ કે ટ્રેલર પહેલા ફિલ્મનાં ટીઝર અને પોસ્ટરને પણ ફેન્સે ખૂબ પસંદ કર્યા હતા. ફેન્સ ઘણા સમયથી ટ્રેલર રિલીઝની રાહ જોઈ રહ્યા હતા.

પરંતુ હવે ફેન્સની રાહનો અંત લાવતા મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે.આ દરમિયાન, ફિલ્મનો આ પ્રમોશનલ એક્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ ગયો. ઘણા ફેન્સને લાગ્યું કે બંનેના ખરેખર લગ્ન થઈ ગયા છે. એક યુઝર લખે છે, “મને લાગ્યું કે સંજયજીએ ફરીથી લગ્ન કરી લીધા.” તો વળી,

એક અન્ય યુઝરે સવાલ કરતાં કહ્યું, “મહિમા અને સંજયના લગ્ન નથી થઈ રહ્યા?” આ નકલી લગ્નનો વીડિયો વાયરલ થયા બાદ ઇન્ટરનેટ પર ફેન્સ કન્ફ્યુઝ થઈ ગયા, જેનો જવાબ અમે તમને આપી દીધો છે.આ માત્ર એક પ્રમોશનલ એક્ટ છે અને બીજું કશું નથી. મહિમા અને સંજયના કોઈ બીજા લગ્ન નથી થઈ રહ્યા. હકીકતમાં, ફિલ્મની સ્ટોરી બીજા લગ્ન પર આધારિત છે, જેના કારણે મેકર્સે મહિમા અને સંજયના લગ્નવાળો આ પ્રમોશનલ એક્ટ તૈયાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *