નવા ઘરમાં માહી વિજે કર્યો ગૃહ પ્રવેશ. કરોડોના ઘરમાં હવે તલાકશુદા એક્ટ્રેસ આલીશાન જીવન જીવશે. બાળકો સાથે માહીએ ગૃહ પ્રવેશની ખાસ પૂજા કરી. માથે કલશ ધારણ કરી પૂરા વિધિ વિધાન સાથે નવા ઘરમાં પહેલું પગલું મૂક્યું. વાયરલ તસવીરો પર ફેન્સ દિલ ખોલીને પ્રેમ વરસાવી રહ્યા છે.હા, માહી વર્ષ 2026ની શરૂઆતથી જ ચર્ચામાં છે.
નવા વર્ષની શરૂઆતમાં જ 14 વર્ષના સુંદર સંબંધને પૂર્ણવિરામ આપી જય ભાનુશાલીથી તલાક લેનારી એક્ટ્રેસને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડ્યો. પરંતુ લગ્નના 14 વર્ષ બાદ કોર્ટ કચેરી વિના શાંતિથી અલગ થયેલી માહી પોતાની પર્સનલ ગ્રોથને કારણે સતત લોકોનું ધ્યાન ખેંચી રહી છે. ઈ 24 તમને પહેલેથી જ જણાવી ચૂક્યું છે કે તલાક બાદ માહી પોતાની અચીવમેન્ટ્સને લઈને ચારે તરફ છવાયેલી છે.લાંબા બ્રેક બાદ ટીવી પર કમબેક કરવું હોય,
કરોડોની કિંમતની મીની કૂપર કાર ખરીદવી હોય કે પછી કરોડોનું આલીશાન ઘર લેવું હોય, માહી વિજ આ દિવસોમાં સતત ચર્ચાનો વિષય બની રહી છે. હવે ફરી એકવાર તલાકશુદા માહી ચર્ચામાં આવી છે અને આ વખતે કારણ છે નવા ઘરમાં ગૃહ પ્રવેશ.ઈ 24 તમને પહેલેથી જ જણાવી ચૂક્યું છે કે માહીએ તાજેતરમાં મુંબઈના બાંદ્રા વિસ્તારમાં નવું ઘર ખરીદ્યું હતું. હવે માહી વિજે પોતાના નવા ઘરમાં પૂરા વિધિ વિધાન સાથે ગૃહ પ્રવેશ કર્યો છે. નવા ઘરની ગૃહ પ્રવેશની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરોમાં માહી પોતાના બાળકો સાથે પૂજા કરતી નજરે પડે છે.
માથે કલશ, ચહેરા પર સ્મિત અને નવા ઘરમાં પહેલું પગલું મૂકતી માહીના ચહેરા પર મોટી અચીવમેન્ટની ખુશી સ્પષ્ટ દેખાય છે.પુત્ર રાજવીર અને પુત્રી ખુશી પણ માહી સાથે પૂજા કરતા નજરે પડે છે. બંને બાળકો પણ પોતાની મમ્મીની ખુશીમાં સામેલ થયા છે. જોકે નવા ઘરની ગૃહ પ્રવેશની તસવીરોમાં માહીની લાડલી દીકરી તારા ક્યાંય નજરે આવી નથી. તેમ છતાં સેલેબ્સ સાથે સાથે એક્ટ્રેસના લાખો ચાહકો માહીને નવી શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને તેની સતત પ્રગતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.ખાસ વાત એ છે કે માહી વિજનું આ નવું ઘર બાંદ્રામાં સ્થિત છે અને હવે તે ત્યાં શિફ્ટ પણ થઈ ચૂકી છે.
જોકે હજુ સુધી માહીએ પોતાના નવા ઘરની હોમ ટૂર ફેન્સને કરાવી નથી. કારણ કે ઘરમાં હજી ઘણી વસ્તુઓ તેની પસંદ મુજબ પૂર્ણ થવાની બાકી છે. બધું કામ પૂરું થયા બાદ જ માહી ફેન્સને પોતાનું નવું ઘર બતાવશે.ફેન્સ પણ માહીના નવા અને આલીશાન ઘરના દીદાર કરવા આતુર છે. હવે જોવાનું રહેશે કે રિનોવેશનનું કામ ક્યારે પૂરું થાય છે અને ક્યારે માહી વિજ પોતાના નવા ઘરના દર્શન સૌને કરાવે છે. આ સાથે તમને જણાવી દઈએ કે લગ્નના 14 વર્ષ બાદ તલાક લેનાર જય અને માહી અલગ થયા બાદ પણ સારા મિત્રો તરીકે બાળકોની પરવરિશ કરી રહ્યા છે અને દરેક મુશ્કેલ સમયે એકબીજાની સાથે ઊભા રહ્યા છે.બ્યુરો રિપોર્ટ ઈ 24