તલાક અને 5 કરોડની એલિમનીની ચર્ચાઓ વચ્ચે અભિનેત્રી માહી વિજને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જય ભાનુશાલી સાથેના તૂટતા લગ્ન સંબંધોની વચ્ચે માહીની તબિયત બગડી ગઈ છે. હવે તેમની હેલ્થ અપડેટ સામે આવી છે. માહીની તબિયત અંગેના ખુલાસા બાદ ચાહકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.
હોસ્પિટલમાંથી તેમની એક તસ્વીર પણ વાયરલ થઈ રહી છે.જેમ કે તમે જાણો છો, ટીવીની જાણીતી અભિનેત્રી માહી વિજ છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. પતિ જય ભાનુશાલી સાથેના તેમના સંબંધોમાં તણાવની વાતો ઘણી વાર સામે આવી છે. અહેવાલો અનુસાર, બંનેના લગ્ન તૂટવાના છે અને જયએ ડિવોર્સ ફાઇલ પણ કરી દીધો છે. જો કે, બંનેએ હજી સુધી તલાકની વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
આ દરમિયાન માહી વિજની તબિયત બગડવાની ખબર સામે આવી છે. માહિતી મુજબ, તેમને તેજ તાવ અને ભારે કમજોરીની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અંગે માહીની ટીમે માહિતી આપી છે. માહીએ થોડા કલાકો પહેલા Instagram પર એક સ્ટોરી શેર કરી હતી,
જેમાં તેઓ દવાઓથી ઘેરાયેલા અને નબળા દેખાઈ રહ્યા હતા.6 નવેમ્બરના રોજ તેમની ટીમે હોસ્પિટલમાંથી માહીની એક તસ્વીર પણ શેર કરી હતી જેમાં તેઓ બેડ પર આરામ કરતી દેખાઈ હતી. તેમની મેનેજર અવન્તિકા સિંહાએ જણાવ્યું કે “હા, માહીને ભારે તાવ અને કમજોરી છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ડોક્ટરો તેમની તપાસ કરી રહ્યા છે, હાલ તેમની હાલત સ્થિર છે.”ખાસ વાત એ છે કે આ બધું ત્યારે થયું જ્યારે સોશિયલ મીડિયામાં માહી અને જયના તલાક અને એલિમની વિવાદની ચર્ચાઓ તેજ હતી.
છેલ્લા કેટલાક અઠવાડિયામાં એવી અફવાઓ ફેલાઈ હતી કે બંનેએ જુલાઈ-ઑગસ્ટમાં તલાકના પેપર પર સહી કરી દીધી છે અને એલિમનીની રકમ તેમજ બાળકોની કસ્ટડી અંગે તણાવ ચાલી રહ્યો છે.આ અફવાઓ પર માહી વિજે પ્રતિસાદ આપતા સોશિયલ મીડિયામાં લખ્યું હતું – “ખોટી ખબર ન ફેલાવો, હું કાનૂની પગલાં લઈશ.”માહી વિજ અને જય ભાનુશાલી ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય દંપતિઓમાંના એક છે. બંનેએ 2010માં લગ્ન કર્યા હતા અને નચ બલિયે 5 જેવા રિયાલિટી શોમાં પોતાની કેમિસ્ટ્રીથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. છેલ્લા કેટલાક મહિનાથી માહીએ સોશિયલ મીડિયાથી અંતર રાખ્યું હતું, જેના કારણે તેમના સંબંધ અંગે ચાહકોમાં ચર્ચાઓ વધી હતી.હવે તેમની તબિયત બગડતાં ચાહકો ફરી ચિંતિત થઈ ગયા છે અને સૌ તેમની જલદી સાજી થવાની પ્રાર્થના કરી રહ્યા છે.