સાઉથ ફિલ્મો અને એમના સ્ટારે બોલીવુડને ધૂળ ચટાડી દીધી છે જ્યારથી સાઉથ વાળાએ એમની ફિલ્મોને હિન્દીમાં રિલીઝ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી લોકોએ બોલીવુડની ફિલ્મો જોવાનું ન બંદ કરી દીધું છે સાઉથ ફિલ્મો ભારત જ નહીં પરંતુ પુરી દુનિયામાં ધૂમ મચાવી રહી છે એવામાં બોલીવુડના ડાયરેક્ટર.
અહીંના હીરોને છોડીને સાઉથના હીરો પાછળ દોડી રહ્યા છે એમને ખબર છેકે સાઉથ ફિલ્મો તાબડતોડ કરી રહી છે એટલે બોલીવુડના ડાયરેક્ટર સાઉથના એક્ટરને ફિલ્મોમાં લઈ રહ્યા છે પરંતુ એવામાં સાઉથના મહેશ બાબુએ બોલીવુડની એક ઝટકે બોલતી બંદ કરી દીધી છે હકીકતમાં પુષ્પા ફિલ્મ હિટ ગયા પછી સંજય લીલા ભણશાલી.
અલ્લુ અર્જુનને પોતાની ફિલ્મોમાં સાઈન કરવા પાછળ દોડી રહ્યા છે જ્યાં સાઉથના વિજય દેવરકોંડા પણ ધર્મા પ્રોડકશન સાથે લાઇગર ફિલ્મમાં જોવા મળશે તેના વચ્ચે જયારે મહેશ બાબુને પૂછવામાં આવ્યું કે તેઓ શું હિન્દી ફિલ્મોમાં કામ કરશે ત્યારે તેના પર મહેશ બાબુએ મુંહતોડ જવાબ આપ્યો મહેશ બાબુએ હિન્દી ફિલ્મોમાં કામ કરવાની ચોખ્ખી ના પડી.
મહેશ બાબુએ જણાવ્યું કે આજની તારીખમાં હિન્દી ફિલ્મો કરવાનું કોઈ જરૂર નથી કારણ કે તેલુગુ ફિલ્મો હવે દેશભરમાં જોવાઈ રહી છે આગળ કહ્યું તેઓ તેલુગુ ફિલ્મો કરવા સક્ષમ છે અને અહીં સાઉથની જગ્યાએ કોઈ બૉલીવુડ સ્ટાર હોતતો તેઓ સાઉથ જ નહીં ભોજપુરી ફિલ્મો પણ કરી લેત એજ અંતર છે સાઉથ અને બોલીવુડમાં કારણ કે તેઓ પોતાની જમીનથી જોડાયેલ છે.