Cli

જ્યાં પિતાએ કરિયાણું વેચ્યું ત્યાં દીકરો બનાવશે દેશનો સૌથી મોટો મોલ!

Uncategorized

દેશનો સૌથી મોટો મોલ ચાંદખેડામાં બનશે, દુબઈના ગ્રુપે 519 કરોડમાં જમીન ખરીદી, રૂ.25 કરોડ સ્ટેમ્પ ડ્યૂટી ભરી જ્યાં પિતાએ કરિયાણું વેચ્યું ત્યાં દીકરો બનાવશે લુલુ મોલ:દેશનો સૌથી મોટો મોલ ચાંદખેડામાં બનશે, દુબઈના ગ્રુપે 519 કરોડમાં જમીન ખરીદી, રૂ.25 કરોડ સ્ટેમ્પ ડ્યૂટી ભરીઅમદાવાદ2 દિવસ પેહલાઅમદાવાદના ચાંદખેડામાં લુલુ મોલ દ્વારા દેશનો સૌથી મોટો મોલ બનાવવા માટે 519 કરોડમાં જમીન ખરીદવામાં આવી છે. પ્લોટની ખરીદી માટે લુલુ ઈન્ટરનેશનલ શોપિંગ મોલ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા 25.45 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં આવી છે. લુલુ ગ્રુપ દ્વારા કુલ 66,168 ચોરસ મીટરની જમીન ખરીદવા માટે મ્યુનિ.

પાસેથી પ્લોટ ખરીદવામા આવ્યા છે. મ્યુનિ. પાસેથી 381, 382, 383, 391 અને 396 એમ કુલ પાંચ પ્લોટ ખરીદવામા આવ્યા છે. મ્યુનિ.ની 76/બી ટીપી સ્કીમ પર આવનારા દિવસોમા લુલુ ગ્રુપ દ્વારા મોટેપાયે મોલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ત્યારે મહત્ત્વનું છે કે વાઘબારસના દિવસે લુલુ ગ્રુપ દ્વારા જમીનનો સોદો કરી સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી સરકારને કરવામાં આવી હતી. હાલ લુલુ ગ્રુપે લખનઉમાં બનાવેલો મોલ સૌથી મોટો છે. ઉલ્લેખનીય છે કે લુલુ ગ્રુપના માલિક યુસુફ અલીના પિતા એક સમયે અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા.

સાબરમતી સબરજિસ્ટ્રાર કચેરીમાં સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરાઈ હતી મ્યુનિ. અને લુલુ ગ્રુપ વચ્ચે થયેલા કરારમાં સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી લુલુ ઈન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રાઈવેટ લિમિટેડ નામથી સાબરમતી સબરજિસ્ટ્રાર કચેરી ખાતે કરવામાં આવી હતી. મ્યુનિ. સાથે ગત વર્ષે પ્લોટ ખરીદવા માટે કરાર થઈ ચૂક્યો હતો,

પરંતુ 66,168 ચોમીમાંથી 55,496 ચોમીના પ્લોટનો પઝેશન મ્યુનિ. પાસે હતો, જ્યારે 10,672 ચોમીનો પ્લોટ ખાનગી માલિકીનો ભળતો પ્લોટ હતો અને ત્યારે ડ્રાફ્ટ ટીપી હોવાના કારણે પઝેશન મળી શક્યું નહોતું. જોકે હવે ફાઈનલ ટીપી મંજૂર થવાના કારણે અને પૈસા ભરવા માટે સમય માગવામાં આવ્યો હતો. જેથી સોદો કરવા માટે એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો. મ્યુનિ. દ્વારા લુલુ મોલને 7295 સ્કવેર ફૂટ પ્રમાણે પ્લોટની વહેંચણી કરવામાં આવી છે. શહેરમાં મોટા ગ્રુપ દ્વારા વિશાળ મોલ બનાવવાના કારણે લોકો માટે મોટેપાયે રોજગારીની તકો ઊભી થશે.

મોલ 3,000 કરોડના ખર્ચે 30 લાખ સ્કવેર ફૂટ જગ્યામાં બનશે અમદાવાદનો લુલુ મોલ બનાવવામાં અંદાજિત 3 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. એની સાઈઝ 30 લાખ સ્કવેર ફૂટ જેટલી હશે, જેમાં 300 નેશનલ અને ઈન્ટરનેશનલ બ્રાન્ડ, 15 મોટા મલ્ટીપ્લેક્સ અને 3 હજાર લોકો એક સાથે બેસીને જમી શકે એટલી મોટી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જ્યારે લખનઉનો લુલુ મોલ 2 હજાર કરોડના ખર્ચે બનેલો છે અને એની સાઈઝ 22 લાખ સ્કવેર ફૂટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *