જુના પત્રકારો સાથે વાત કરી રહી હતી ત્યારે એમને એક પ્રશ્ન પૂછ્યો કે શું પહેલા પણ લવ મેરેજ આટલો મોટો વિષય બનતા હતા કે હેડલાઈન બનતા હતા કે સમાચારના કેન્દ્રમાં રહેતા હતા કે પછી સાંજની મહત્વની ડિબેટસ આ મુદ્દાઓની આસપાસ થતી હતી તો એમનો જવાબ આવ્યો કે જો આંતરજ્ઞાતીય લગ્નમાં બહુ જ મોટા વિવાદો થાય કે પછી માથાકૂટ થાય તો કદાચ એ સમાચારનું સેન્ટર બને બાકી સમાચારનો મોટાભાગનો હિસ્સો તો એ ઘટનાઓની આસપાસ રહેતો કે
જે સમાજને સીધી રીતે અને એના ભવિષ્ય માટે બહુ મોટી અસર કરવાની હોય કમનસીબે સમાજને ને અત્યારે જો સૌથી વધારે એવું નથી કે માત્ર જેચર્ચાઓમાં રસ પડી રહ્યો હોય એ પણ સમાજને સૌથી વધારે એની લાગણી દુભાતી હોય ગવાતી હોય કે પછી લાગણી સારી લાગતી હોય એ સામાજિક ઘટનાઓને આસપાસની ઘટનાઓને અને એમાંય દીકરીઓને લગતી ઘટનાઓને લઈને છે અને એટલે જ એના વિશે જે બે ત્રણ ઘટનાઓ આવી છે એના વિશે કરીશું વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી સાડા ત્રણ વર્ષ પહેલા વડોદરાનો એક કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં એક છોકરી કે એક છોકરાની સાથે એને પ્રેમ થયો.
વડોદરાની એ છોકરી હતી. પપ્પા બિલ્ડર હતા બહુ જ સમૃદ્ધ પરિવારમાંથી આવતી હતી. એ છોકરા સાથે એણે પ્રેમ કર્યો. ભાગીને લગ્ન કર્યા. એનુંક્રિશ્ચિયન કન્વર્ઝન માટે એના પર જબરદસ્તીથી બહુ પ્રયત્નો કરવામાં આવ્યા. ખોટી રીતે નકલી સહયો અને નકલી રીતે એના આંતર જ્ઞાતિય લગ્ન જવા દો. આંતરધર્મના જ્યારે લગ્ન હોય બે અલગ અલગ શ્રદ્ધા અને ઉપાસનામાં માનતા માણસોના લગ્ન હોય ત્યારે તો એક પ્રક્રિયા અનુસરવાની હોય એ પણ ન અનુસરવામાં આવી અને પછી એ છોકરીને છોકરો એટલો બધો બ્લેકમેલ કરતો હતો પહેલા સરસ મજાનું મારી પાસે આ છે આ છે એમ કરીને બતાવ્યું લગન પછી ખબર પડી કે એની પાસે કશું જ નહોતું એ છોકરીને ફોન કરીને કે તું હા તારા હાથ પર બ્લેડથી આમ ચાકુના ઘા મારીને મોકલ મને ફોટો તો જ હું માનીશ કેતું મને આટલો પ્રેમ કરે છે એ રીતે છોકરીને અતિશય પજવી નાખી છેલ્લે એના પિતા એને ગમે તેમ કરીને બચાવીને વિદેશ મોક મોકલી દીધી
પણ એ સમસ્યાને સોલ્વ ન કરી શક્યા ત્યારે એ વિષય અમે લોકોએ જ્યારે ચર્ચયો ત્યારે વાત એ જ હતી કે આપણે એ નક્કી કરવું પડશે કે આપણે દીકરીઓને સશક્ત અને મજબૂત બનાવવા માંગીએ છીએ કે પછી બધાની સાથે આવું થાય છે એવું માનીને એક લાકડી હાંકવા માંગીએ છીએ આ પ્રકારના કિસ્સા સમાજમાં ચેતવણીની જેમ આવે છે જે આપણને એલર્ટ કરે છે મજબૂર કરે છે એ વાત વિચારવા માટે કે આપણે બધાએ વિચારવું પડશે કે દીકરીઓને તમારે હવે એ પેલું 20 21વર્ષ સુધી તમે એની સાથે કોઈ વાત જ ન કરો તને પ્રેમ થશે 14 વર્ષની ઉંમરે કે 11 વર્ષની ઉંમરે તારા શરીરમાં હોર્મોનના બદલાવ આવશે કોઈ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવ આવશે તને આકર્ષણ થશે કોઈની સાથે કોઈની વાતો તને એવું લાગશે કે ચાંદ તારા તોડીને લાવે એવું માણસ છે અને એટલે જ તારે તારી બુદ્ધિ વાપરવાની છે આ પ્રકારના સામાન્ય સંવાદ પણ ઘરમાં નથી થતાં દીકરીઓ પ્રેમ નામનો શબ્દ ઘરમાં વાપરી નથી શકતી
અને પછી એ જ્યારે કોઈ ખોટા માણસ સાથે લગ્ન કરીને ભાગી જાય છે અને પછી આખી જિંદગી માટે ફસાઈ જાય છે ત્યારે આપણે બધી જ છોકરીઓને ને એકલાકડી હાંકીને એવું કહીએ છીએ કે આ છોકરીઓને બધા ફસાવી જાય છે. તો સમાજ માટે છેલ્લા બે ત્રણ દિવસમાં આવેલી ઘટનાઓમાં સૌથી વધારે ચિંતનને મનન કરવાનો વિષય એ છે કે ક્યાં સુધી એટલે કેટલી ઉંમર સુધી આપણે એવું માનીશું કે છોકરીઓ ભોળી અને છોકરીઓ ભોળવી જાય છે. છોકરીઓ ભોળીને છોકરીઓ ભોળવાઈ જાય છે અને એને કોઈ ફસાવી જાય છે. એ છોકરીઓનું શું કે જેમનાથી બહુ બધા લોકો ભોળવાઈ જાય છે અને એ પણ સામે ફસાવી જાય છે અને એ છેતરી જાય છે. બહુ જ બધા લોકોના રૂપિયા ઉઠાવીને જતા રહે છે તો આની બહુ બધી સમસ્યાઓ છે પણ બે એક ઘટના એક સમાજની લગતીઘટના અને એમાં કદાચ આપણને આ ચિત્ર વધારે સ્પષ્ટ રીતે દેખાશે કે સમસ્યા આંતરજ્ઞાતીય લગ્નોની નથી સમસ્યા દીકરીના આંતરજ્ઞાતીય લગ્નની છે છોકરો બહારની છોકરી લઈને આવે તો કોઈને વાંધો જ નથી
કિંજલ દવેએ જ્યારે લગ્ન કર્યા પોતાની મરજી પ્રમાણે સગાઈ ગોળધાણા કર્યા ત્યારે ઉત્તર ગુજરાતના પાંચ પરગણા બ્રહ્મ સમાજ એટલે આખા ગુજરાતના નહી પણ બ્રહ્મ સમાજનો જે કિસ્સો એમણે છોકરીના પરિવારને જ્ઞાતિબાર કરી દીધો. છોકરી કેટલી જાણીતી છે એણે કેટલું ગૌરવ અપાવ્યું છે એ ગુજરાતનું ગૌરવ છે એમને પણ કેટલા બધા એ કેવા સંઘર્ષમાંથી બહાર નીકળીને આટલે સુધીપહોંચ્યા છે એ પરિવાર પર કેટલી બધી કૃપા રહી છે માતાજીની કે જેના કારણે છોકરીને આટલે સુધી પહોંચાડી શક્યા છે કંઈ જ ન જોયું અને સીધું કહી દીધું કે આ છોકરીએ જ્ઞાતિની બહાર લગ્ન કર્યા અને એટલા માટે અમે એમને નાથબાર કરી રહ્યા છીએ અને એટલે દીકરી જો જ્ઞાતિની બહાર લગ્ન કરે તો એને નાથબાર કરી દેવાના ભાવનગર માં બ્રાહ્મણ દીકરો પાટીદારની દીકરી સાથે લગ્ન કર્યા અને પછી એવી સ્થિતિનું નિર્માણ થયું કે છોકરીને સમાજના લોકો કે કુટુંબના લોકો કોઈપણ રીતે ફોસલાવીને પાછા લઈ ગયા કેસ થયો મારામારી થઈ સમાધાનના બાને બોલાવ્યા અને પછી છોકરી ગાયબ થઈ ગઈ 24 48 કલાક સુધીએટલે બે ત્રણ દિવસ સુધી સતત પેલો ડ્રામા ચાલ્યો કે છોકરી આ બાજુ જશે કે છોકરી આ બાજુ જશે છેલ્લે છોકરીએ કોર્ટમાં આવીને કહ્યું કે મારે મારા પતિની સાથે જવું છે અને એટલે એ બે પ્રેમ કરવા વાળા લોકોને ને સમાજ પોતાની વ્યાખ્યાઓમાં છૂટા ન પાડી શક્યો
અને છોકરીએ જ્યાં લગ્ન કર્યા હતા ત્યાં એણે જવાનું નક્કી કર્યું ત્યારે સમાજ સમર્થનમાં આવ્યો છોકરાના તો છોકરી જાય તો નાતબાર કરવાના પણ જો છોકરો લઈને આવે તો એના સમર્થનમાં આવવાનું કે નહી કોઈકની છોકરી આવી છે અમે બતાવી દઈશું ટૂંકમાં વાતમા લવ મેરેજની છે જ નહીં વાત છોકરીના લવ મેરેજની છે છોકરીનેસંપત્તિ સમજવાની છે દીકરો જ્યારે લવ મેરેજ કરે છે ત્યારે કોઈનું નાક નથી કપાતું દીકરો જ્યારે લવ મેરેજ કરે છે ત્યારે કોઈને કોઈ જ સમસ્યા નથી
આવતી ત્યારે એ વાત નથી આવતું કે બે જનીન અલગ અલગ પ્રકારના છે ને એ ભેગા થશે તો કયા આવા પ્રકારના સંતાનો જન્મશે એ પ્રકારનું કોઈ લોજીક કે કોઈ તર્ક નથી વાપરતું બીજું કે સમાજના કોઈપણ સમાજના એ જે સમાજો મુખ્યત્વે અત્યારે ચર્ચામાં છે જૈન બ્રાહ્મણ અને પાટીદાર આ ત્રણેય સમાજની જો ખાલી હાલ વાત કરું તો એના સમાજના બધા શ્રેષ્ઠીઓ અને મોભીઓ જે મોટા મોટા ચહેરાઓ છે એના તમે ઘરમાંથી તમે યાદી કાઢો તો તમનેસમજાશે છે કે બહુ જ અમીર માણસો છે અથવા સામાજિક રીતે આગળ પડતા છે એમાંથી 70% જેટલા લોકો એવા છે કે જેમના કોઈને કોઈ રીતે આંતર જ્ઞાતીય લગ્ન સાથે પરિવારમાં એ લોકો જોડાયેલા છે મતલબ તમે અમીર થઈ જાઓ છો
ત્યારે તો આ બધી સમસ્યાઓ તમારે આવતી નથી સાવ તમે ગરીબ છો તો એ સમસ્યા નથી આવતી સુરતનો એક કિસ્સો આરતી સંગાણી નામની છોકરીનો બહુ ચર્ચામાં છે એણે દેવાંગ ગોહિલ નામના તબલા વાદક સાથે લગ્ન કરી લીધા છે હવે આરતી સંગાણી ના પરિવારની જે સ્ટોરી છે ટ્રેજીક છે એ પણ બહુ મહત્વની છે બે દ્રષ્ટિકોણ છે એક જે આપણે ઇમોશનલી ભાવનાત્મક રીતે કહીએ છીએ કે એક છોકરો કેજાણે એક છોકરીના ભરોસે લગ્ન કર્યા એની સાથે ભાગી ગયો એના જીવને જોખમ હતું ભાવનગરના યશ ઉપાધ્યાયના કેસમાં અને પછી એ છોકરી જો ફરી જાય અને એવું કહે કે ના મારે તો મતલબ મારા પરિવાર સાથે જવું છે પતિ સાથે નથી જવું તો એ છોકરાને કેવો આઘાત લાગે જો એવું થાય તો એ જ કિસ્સો માં બાપને પણ લાગુ પડે છે કે આરતી સંગાણીના જે પરિવારનો કિસ્સો છે એ પણ એટલો જ મહત્વનો છે કે એ પાંચ પાંચ બહેનો છે એક ભાઈ છે
છેલ્લે જે જન્મ્યા આરતી સંગાણી એ બે ટ્વિન્સ છે માં બાપનું બહુ જ નાનું પેચવર્કનું સાડીનું વગેરેનું કામ હતું એમાંથી કલાકો કલાકો જાગીને એમણે છોકરીનેમોટી કરી ઉછેરી અને પછી એક મુકામ સુધી પહોંચાડી અને છોકરીએ કોઈ ચિંતા ન કરી એટલે જે તે સમયે એવા આરોપ પણ લાગી રહ્યા છે કે આ છોકરાએ જે તે સમયે આ સેમ છોકરો જેની સાથે લગ્ન થયા છે એણે જે તે સમયે આને બ્લેકમેલ પણ કરી હતી એમની સ્ક્રીન એમના ચેટના સ્ક્રીનશોટ વગેરે વાયરલ કરી દીધા હતા
સમાજમાં એ જ છોકરા સાથે લગ્ન કરવા તૈયાર થયા અને એ એમની મરજીનો વિષય છે પણ એના પછી માં બાપને પણ બહુ જ ખરાબ લાગતું હોય છે જ્યારે આ પ્રકારે ઘટના જુએ કે જેને 20 22 વર્ષના કર્યા હોય ને એ છોકરી પોલીસ સ્ટેશનમાં એવું કહી દે કે મારા માં બાપસાથે નથી જવું અથવા હું આમને નથી ઓળખતી અથવા આમની સાથે કોઈ સંબંધ નથી એ વ્યક્તિ માટે જેને કા તો એ છબ 12 મહિનાથી ઓળખે છે તો એ માં બાપ માટે પણ પીડાનો કારણ બને છે પણ આ આ પ્રશ્ન લાગણી કે ભાવનાઓ પૂરતો સીમિત જ નથી આ પ્રશ્ન સમાજના એ ડબલ સ્ટાન્ડર્ડ નો છે કે છોકરો લગ્ન કરીને આવે એટલે છોકરો જ્યારે કોઈ છોકરીને લઈને આવે છે ત્યારે બધાને બહુ સારું લાગે છે આ સમસ્યા કે લવ મેરેજ પર આજના જમાનામાં કેમ આટલી બધી વાતો થઈ રહી છે એનું કારણ એ જ છે કે ભાઈ અમારા સમાજના છોકરાઓને છોકરી નથી મળતી તો કેમ નથી મળતી કેમ 1000 પુરુષનીસામે 1000 સ્ત્રીનું બેલેન્સ નથી જળવાયેલું કેમ છોકરીઓને ગર્ભમાં જ મારી નાખી કેમ પેદા થઈ ત્યારે એને અવસર ન આપ્યા એને માંડ એટલે છે
એકાદ બે ટકા હિસ્સો છોકરીઓનો એવો કે જ્યારે એને સ્વતંત્રતા મળે છે ત્યારે ત્યારે એ એની એની રિસ્પેક્ટ નથી કરી શકતી પણ પુરુષ તો જન્મે છે ત્યારથી સ્વતંત્ર થઈને જન્મે છે છોકરીઓને તો તમારે સ્વતંત્રતા આપવી પડે છે અમે તને ભણાવી અમે તને નોકરી કરવા દીધી અમે તને આકાશ આપ્યું અમે તને આ કરવા દીધું અને તે મારી સાથે આ કર્યું છોકરો એ બધું જ એના જન્મ જન્મતાની સાથે જ સ્પેશિયલ વિશેધિકારોની સાથે જન્મે છે અને છોકરીઓનેજ્યારે તમે કશું કરવા દો છો ત્યારે એના ના મગજમાં હંમેશા એ ભાવના ભરવામાં આવે છે કે જો આખો સમાજ સામે હતો ને તોય તારા માં-બાપે આ કર્યું એટલે લાગણી અને ભાવનાની દ્રષ્ટિએ બહુ જ મહત્વની વાત છે અને સમાજના ઉછેરને એનું જે બદલાઈ રહેલું ચરિત્ર છે એની સામે આ વાત એ છે પણ એના સેન્ટરમાં પણ છે તો છોકરો જ કે એને છોકરી નથી મળતી એટલા માટે બાકી બધાને ચિંતા છે કે
છોકરીઓ બહાર જઈ રહી છે બાકી તો છોકરીઓને મારી નાખતા હતા ત્યારે એ ચિંતા નહોતી દૂધપીતી કરતા હતા ત્યારે એ ચિંતા નહોતી અને એના પછી જે આટલા વર્ષો સુધી અત્યાચારો થયા એમાંયનહોતી એટલે આપણે આજે એક એનો કાનૂની અધિકાર પોતાનો જીવન સાથે પસંદ કરવાનો એને બહુ જ સામાન્ય રીતે આ દેશના બંધારણે આપેલી છૂટ એને આપણી ભાવનાઓને જ્યારે ભેગા કરીશું ત્યારે આ સમસ્યા સર્જાવાની છે બાકી બે ઉદાહરણ પૂરતા છે કે સમાજના ચહેરાઓ તો ત્યાં જ ખુલ્લા પડી જાય છે અને બીજું કે સમાજ એટલે ચાર પાંચ માણસો ભેગા થાય અથવા પાંચદસ માણસો ભેગા થઈને નક્કી કરે એ સમાજ નથી હોતો
અને એનાથી એ નક્કી પણ નથી થઈ જતું કે આખા સમાજનું આ જ ચરિત્ર છે અથવા આખા સમાજનું આજ માપદંડ છે એટલે કિંજલ દવેના કિસ્સામાં કેટલાય લોકો એવા હતા જે બ્રહ્મ સમાજમાંથી આવતા હતા અને જે એ લવમેરેજની સાથે ઊભા હતા અને એમણે કહ્યું કે છોકરીનો પોતાનો અધિકાર છે એમની પોતાની મરજી જ્યાં લગ્ન કરવા હોય ત્યાં કરે અને કેટલાય લોકો આ લવ મેરેજમાં પણ સાથે ઊભા છે વાત માત્ર એટલી છે કે છોકરી લવ મેરેજ કરે તો નાતબાર થાય અને છોકરો કરે તો છોકરીને આપણે રાખવાની છે એ પ્રયત્ન થાય આ પ્રકારના જે બેવડા માપદંડ અને છોકરી પરનો જે અધિકાર ભાવ છોકરા છોકરા માટે નથી હોતો એ છોકરી માટે વિશેષ રૂપે હોય છે એ વાતોને જો ખાલી થોડા વિશાળ દ્રષ્ટિકોણથી કાયદાની જેમ સમજીશું
તો આપણને સમજાશે અને બીજું કે એ હકીકત સ્વીકારવી પડશે કે મોટા ભાગનાસમાજોમાં જેન્ડર બેલેન્સ છે જ નહીં એટલે પહેલા એક સમય એવો હતો કે જ્યાં પહેલા મૂળ રૂપે જનીન જળવાયેલા હતા જે એને કહેતા કે આમ આ તળપદી ભાષામાં એ શબ્દો વાપરવામાં આવતા કે આ અસલ બ્રાહ્મણ કે અસલ પાટીદાર કે અસલ આ તો એ વાળી જે અસલ વાળી નસલ છે એનું એનું અસ્તિત્વ બચ્યું જ નથી એનું કારણ એ થયું કે છોકરીઓ જ નહોતી તમારે આગળ વંશવેલો વધારવાનો હતો તમે લઈને આવ્યા જ છો બધા અલગ અલગ સમાજમાંથી છોકરીઓ અને એટલે જ વિજ્ઞાન આના બહુ અલગ અલગ કારણો આપે છે કે અલગ અલગ નસ્લના માણસો ભેગા થાય અને જે શંકર પ્રજાતિ જે પ્રાણીઓમાંથી માંડીનેવનસ્પતિથી માંડીને માણસોમાં પેદા થાય તો એના અલગ અલગ એવિડન્સ છે કોઈ આ માને છે કોઈ આ માને છે હકીકત એ છે
કે નૈતિકતાના માપદંડોનો મારો આપણે જે છોકરીઓ પર જ ચલાવવાનું શરૂ કર્યું છે એ સમાજને બહુ સાચી દિશામાં લઈ જશે અથવા બહુ સારા પરિણામો આપશે એવું હાલ તો પૂરતું લાગી નથી રહ્યું સ્પ્રિંગનો નિયમ છે તમે એને જેટલી દબાવશો એ ઉછળશે ત્યારે મોઢું તોડીને જશે અપેક્ષા રાખીએ કે આસપાસની ઘટનાઓ પરથી સમાજ એટલીસ્ટ સંવાદ શરૂ કરે અને છોકરીઓ એટલે બહુ ભોળી એ તો પછી તમારી પાસે પેલું એક લુણાવાડાનો કિસ્સો હતો કે એક બેન હતા વકીલ હતા અને ત્રણ ચાર લગ્ન એમનું કામ જ હતુંકે લગ્ન કરવાના ડિવોર્સ લેવાના અને એલિમોની માંગવાની ભરણપોષણ માગવાનું તો એમણે 35 40 વર્ષ સુધીમાં તો ત્રણ ચાર લગન કરી નાખ્યા તો
બહેનો અને બધા એટલા સરસ ભોળા જ હોત તો એ 20 22 વર્ષની છોકરીને એટલી ખબર ના પડતી હોત કે લગન કર્યા પછી આપણે છૂટા છેડા લઈને ભરણ પોષણ આ રીતે લેવાનું છે અથવા રૂપિયાવાળા માણસને જોઈને જ પસંદ કરવાના છે. પૈસા હોય ત્યાં તો કોઈ બધું ભોળપણ નથી ચાલતું એ તો ગરીબના ઘરમાં જતા રહેને લગ્ન પહેલા બધું વિચાર્યું હોય ને પછી ખબર પડે કે આ તો આની પાસે પૈસા જ નહોતા ત્યારે જ યાદ આવે છે કે છેતરાયા બાકી ગરીબ હોય અને પછીથી અમીર નીકળે તોછેતરાયા એવું લાગતું પણ નથી એટલે બહુ જ બધા કારણો છે કે જે એડ થાય છે કોઈ એક ઘટનાના કારણે આખા સમાજને તમે જજ કરી શકો એમ નથી
અને કોઈ એક છોકરીના પગલાંથી બાકીની દરેક છોકરીઓ પર એની અસર થાય અથવા આપણે જે રીતે પેલું એ નિયમો બના બનાવવા માટે નીકળ્યા છીએ રાજસ્થાનમાં એક કાનૂન બની ગયું છે હમણાં છોકરીઓને સ્માર્ટફોન જ નહીં આપવાનો ફોન જ નહીં આપવાનો વાપરવા એટલે મને એવું લાગે છે કે જે ભવિષ્યમાં જઈ રહ્યા છીએ એ પ્રમાણે તો છોકરીઓને તો જ જન્મ આપવાનો જો એ ખાલી મોટા થઈને અમારા માટે આવતી પેઢી પેદા કરી આપવાનું એક મશીન બનવાની હોય બાકી એના સિવાય અમારે દીકરીનાવિચારની કે એના ઓપિનિયનની જરૂર નથી તો આ સમયમાં તો હવે એ નહીં ચાલે અને એટલે જ સમાજ હવે આ દિશામાં તો એટલીસ્ટ ખોટા રસ્તે મોભી બનવાનું બંધ કરે એવી અપેક્ષા બાકી તો સમાચાર આવશે રિપોર્ટ કરતા રહીશું નમસ્કાર