ગુજરાતી કલાક્ષેત્રે પોતાના સુમધુર અવાજ ના જોરે ખુબ લોકપ્રિયતા મેળવનાર પારંપરિક પોષાકમા રહીને દુનિયાભર માં નામના મેળવનાર કચ્છ ની ધરોહર ની કોયલ એવી ગીતાબેન રબારી નો જાદુ જેટલો ગુજરાત માં છવાયેલો જોવા મળે છે એટલો જ જાદુ વિદેશમાં વસતા ગુજરાતીઓ માં પણ જોવા મળે છે.
કહેવત છેને કે જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ સાર્થક જોવા મળી હતી ગીતાબેન રબારી ને અમેરીકા વસતા ગુજરાતીઓ એ નવરાત્રી ગરબા મહોત્સવ માં બોલાવી હતી અમેરિકામાં ઠેર ઠેર ગીતાબેન રબારી ના પોસ્ટર લાગેલા હતા એ સમયે પોતાના શું મધુર અવાજના જોડે ગીતાબેન રબારી હજારો લોકોને ગરબે ઘુમવા ઉત્સાહીત કર્યા હતા.
પ્રોગ્રામ ના સમાપન બાદ ગીતાબેન અને એમના પતિ પૃથ્વી રબારી અમેરિકામાં શેર કરવા નિકડ્યા હતા વેસ્ટન પહેરવેશ માં ગીતાબેન રબારી અમેરિકામાં વિવિધ સ્થળોએ ફરવા ગયા હતા જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી જેમાં તે બોટ ચલાવતા તો ક્યારેક હળવાસ ની પળો માણતા.
પતિ સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા આ દરમિયાન એમને બ્લુ જીન્સ સાથે બ્લુ ટોપ પહેરેલુ જોવા મળતું હતું ગીતાબેને અમેરીકાના સુપ્રસિદ્ધ સ્થળો ની પણ મુલાકાત લીધી હતી મહોત્સવ પુરો થયા બાદ આજે પણ ગીતાબેન રબારી અમેરિકામાં પોતાના પતિ સાથે આનંદમય પળો માણતા નજરે ચડ્યા હતા.