ભારતની મહાન ગાયિકા લતા મંગેશકરના પરિવારના સદસ્યોએ ગુરુવારે સવારે ગોદાવરી નદીના સૌથી પવિત્ર રામકુંડમાં અસ્થિઓ વિસર્જન કરી તેના પહેલા દીદીના પરિવારના સદસ્યો દ્વારા હિન્દૂ ધર્મના રીત રિવાજ મુજબ પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારબાદ પવિત્ર રામકુંડમાં દીદીની અસ્થિઓને વિસર્જન.
કરવામાં આવ્યું હતું તમારી જાણ ખાતર જણાવી દઈએ ભગવાન શ્રી રામ 14 વર્ષના વનવાસ થયો હતો ત્યારે પવિત્ર રામકુંડમાં દરરોજ સ્નાન કરતા હતા અને તેમણે આ જગ્યા પર પિતા રાજા દશરથનું શ્રાદ્ધ પણ કર્યું હતું એવું કહેવાય છે અહીં આ પવિત્ર જગ્યા પર લતા દીદીની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે ગાયિકા લતા દીદીનું 6 ફેબ્રુઆરીના રોજ મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું જેમની અંતિમક્રિયામાં દેશના નામી અનામી લોકો હાજર રહ્યા હતા લતા દીદીનું નિધન થતા પુરા દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી લતા દીદીના આ યોગનદાનને ઇન્ડસ્ટ્રીઝ ક્યારેય નહીં ભૂલે.