1990ના દાયકાના પ્રસિદ્ધ ગાયક કુમાર શાનુ પોતાના ગીતો ઉપરાંત પોતાની વ્યક્તિગત જિંદગી માટે પણ ચર્ચામાં રહ્યા છે તેમનું નામ અનેક મહિલાઓ સાથે જોડાયું હતું જેમાં અભિનેત્રી કુનિકા સદાનંદ પણ સામેલ છે જે આજકાલ બિગ બોસ 19ના ઘરમાં છે
સિદ્ધાર્થ કન્નન સાથેના એક જૂના ઇન્ટરવ્યૂમાં કુનિકાએ કુમાર શાનુ સાથેના પોતાના 6 વર્ષના સંબંધ વિશે ખુલ્લે હૈયે વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે અમે એકબીજાને પતિ-પત્ની તરીકે માનતા હતા
અમારી પ્રથમ મુલાકાત ઊટીમાં થઈ જ્યાં કુનિકા એક પ્રોજેક્ટની શૂટિંગ કરી રહી હતી અને કુમાર શાનુ પોતાની બહેન અને ભત્રીજા સાથે રજાઓ માણી રહ્યા હતા કુનિકાએ જણાવ્યું કે એક રાત્રે કુમાર શાનુ ખૂબ નશામાં હતા અને દુઃખી થઈ હોટલની બારીમાંથી કૂદી જવાની વાત કરવા લાગ્યા હતા
ત્યારે કુનિકા તેમની બહેન અને ભત્રીજાએ તેમને રોક્યા આ લાગણીસભર પળે અમને નજીક લાવી દીધા કુનિકાએ કહ્યું કે મેં તેમને તેમની જવાબદારીઓની યાદ અપાવી ત્યારબાદ તેઓ મારા પડોશમાં રહેવા લાગ્યા અમે ભોજન શેર કરતા હતા અને મેં તેમને વજન ઘટાડવામાં મદદ કરી હતી કુનિકાએ આ સંબંધને કુમાર શાનુના પરિવારના સન્માનમાં ખાનગી રાખ્યો હતો
અમે ફક્ત સ્ટેજ શોમાં જ સાથે નજર આવતા હતા જ્યાં કુનિકા તેમના કપડાં પસંદ કરતી અને પરફોર્મન્સનું આયોજન કરતી પરંતુ બાદમાં કેટલીક વાતો જાણીને તેમનું દિલ તૂટી ગયું કુમાર શાનુની તત્કાલીન પત્ની રીના ભટ્ટાચાર્યને આ સંબંધની ખબર પડી કુનિકાએ જણાવ્યું કે રીનાએ મારી કાર પર હોકી સ્ટિકથી હુમલો કર્યો હતો અને મારા ઘરની બહાર બૂમાબૂમ કરી હતી તેઓ પોતાના બાળકો માટે પૈસા માંગતા હતા જે ખોટું નહોતું આખરે આ સંબંધ તૂટી ગયો કુનિકાએ કહ્યું કે મેં તેમને પતિ માન્યા અને દરેક રીતે સાથ આપ્યો આ જૂની વાર્તા હવે ફરીથી ચર્ચામાં છે