Cli

કૃતિકા કામરાની નવી શરૂઆત, સોશિયલ મીડિયા પર કર્યો પ્રેમનો ઈજહાર

Uncategorized

કૃતિકા કામરાએ જીવનની નવી શરૂઆત કરી છે. દિલ તૂટી જવાના વર્ષો પછી હવે તેમને તેમના સપનાઓનો રાજકુમાર મળી ગયો છે. લગ્નશુદા એક્ટર સાથે પ્રેમમાં પડેલી આ એક્ટ્રેસને કરણ કુન્દ્રા સાથેના બ્રેકઅપ પછી ઘણા વર્ષો બાદ ફરી પ્રેમ થઇ ગયો છે. તે પોતાના કરતાં 7 વર્ષ મોટા એક્ટર પર દિલ હારી બેઠી છે.

તાજેતરમાં જાહેર થયેલી તસવીરોમાં તેમના સપનાઓના માણસની ઝલક સ્પષ્ટ જોવા મળી રહી છે. કૃતિકાએ ખૂલ્લેઆમ પોતાના નવા રિલેશનશિપને કન્ફર્મ કર્યું છે અને પ્રેમનો ઇજહાર કર્યો છે.ટીવીની જાણીતી એક્ટ્રેસ કૃતિકા કામરા વર્ષોથી આ પળની રાહ જોઈ રહી હતી. કરણ કુન્દ્રા સાથેના બ્રેકઅપ પછી લાંબા સમય સુધી તેમણે પોતાની પૂરી મહેનત અને ધ્યાન માત્ર પ્રોફેશન પર આપ્યું.

ઘણી વખત કૃતિકા પોતાની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં રહેતી હતી. ‘કિતની મહોબ્બત હૈ’ સિરિયલમાં કરણ કુન્દ્રા સાથેની તેમની ઑન-સ્ક્રીન જોડી લોકોની ફેવરિટ હતી અને રિયલ લાઇફમાં પણ બંનેના રિલેશનશિપની ચર્ચા બહુ ચાલતી હતી. પરંતુ સંબંધ તૂટ્યા બાદ બંનેએ પોતપોતાના રસ્તા અલગ કરી લીધા હતા.હવે લાંબા ગાળાના અંતરે, એવું લાગી રહ્યું છે કે કૃતિકા ફરીથી પ્રેમમાં પડ્યાં છે. આ વાતનો ઈશારો તેમણે ખુદ પોતાના Instagram પર કેટલીક તસવીરો મૂકીને આપ્યો છે. પહેલા પણ એવી અફવાઓ આવતી હતી કે કૃતિકા કોઈને ડેટ કરી રહી છે,

પરંતુ આ વખતે તેમણે પોતે જ પોતાના રિલેશનને ઑફિશિયલ બનાવી દીધો છે.તો ચાલો જાણીએ કે કૃતિકા કામરાનો ડ્રીમ મેન કોણ છે.કૃતિકાનો સપનાઓનો રાજકુમાર કોઈ બીજો નહીં પરંતુ ક્રિકેટ હોસ્ટ અને એક્ટર ગૌરવ કપૂર છે. તાજેતરમાં કૃતિકાએ ગૌરવ સાથેની કેટલીક તસવીરો અને વીડિયો Instagram પર શેર કર્યા હતા, જેને જોઈને ખાતરી થઇ ગઈ કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. તસવીરો ઉપરાંત તેમના કેપ્શને પણ ડેટિંગની અફવાઓને સાચી સાબિત કરી દીધી છે. કૃતિકા અને ગૌરવે એકબીજાનાં ખાસ.nickname પણ જાહેર કર્યા. આ તસવીરો પોસ્ટ થતાની સાથે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ અને ફેન્સ તરફથી તેમને શુભેચ્છાઓની વરસાદ શરૂ થઇ ગયો.

ગૌરવ કપૂર એક એક્ટર અને પ્રસિદ્ધ ક્રિકેટ પ્રેઝેન્ટર છે. તેઓ અનેક ક્રિકેટ ટૂર્નામેન્ટ્સ હોસ્ટ કરે છે, કમેન્ટ્રી પણ કરે છે અને IPL ના પ્રી-મેચ શો તથા પોતાના લોકપ્રિય YouTube શો ‘Breakfast With Champions’ માટે જાણીતા છે.વ્યક્તિગત જીવનની વાત કરીએ તો ગૌરવની પહેલા એક્ટ્રેસ અને મોડલ કીરત ભટ્ટ સાથે 2016માં લગ્ન થયા હતા. રિપોર્ટ્સ મુજબ હવે બંને કદાચ અલગ થઈ ચૂક્યાં છે. કૃતિકા અને ગૌરવના રિલેશન વિશે સોશિયલ મીડિયા પર ઘણા મહિના થી વાતો ચાલી રહી હતી, પરંતુ બંનેએ ક્યારેય કોઈ રિએક્ટ નથી આપ્યું. પરંતુ હવે કૃતિકાના નવા પોસ્ટ પરથી લાગે છે કે તેમણે ગૌરવ સાથેનું પોતાનું રિલેશનશિપ ઑફિશિયલ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *