ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની મોટી ફિલ્મ RRR તે એક મોટા બજેટની ફિલ્મ છે જેનું ટ્રેલર હાલમાં રિલીઝ થયું ટ્રેલર રિલીઝ થયા બાદ થોડા સમયમાં મિલિયનોમાં વ્યુ મળ્યા આ ફિલ્મને ભારે બજેટથી બનાવવામાં આવી છે ફિલ્મને બનાવવામાં 400 કરોડનું બજેટ લાગ્યુંછે આ કહાની અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમ ઉપર બનાવવામાં આવી છે.
આજે આ પોસ્ટ દ્વારા આપને જણાવીશું કોણ હતા અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમ અને એમના ક્યાં કામ પર પ્રભાવિત થઈને ફિલ્મ બનવામાં આવી છે અલ્લુરી સીતારામ રાજુ નો જન્મ 1857માં થયો હતો 18 વર્ષની ઉંમરે અમને મોહમાયા ત્યાગી દીધી હતી અને સાધુ બની ગયા હતા.
આ દરમિયાન એમણે મુંબઈ વડોદરા બનારસ ઋષિકેશ નેપાળ બંગાળ બધી જગ્યાની યાત્રા કરી હતી આ ત્યારનો સમય હતો જયારે લોકો મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત હતા અલ્લુરી સીતારામ રાજુ પણ એ ટાઈમે મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થયા હતા એમણે પોતાની વાતોથી આદિવાસીઓના જીવનને ખુબ બદલાવ લાવવાની કોશિશ કરી.
1920માં એમને આદિવાસીઓને દરૂ છોડવાનું કહ્યું અને તેમની જે પ્રોબ્લેમ છેતે પંચાયતમાં શેર કરવી જોઈએ પરંતુ આગળ જતા એમને ગાંધીજીના વિચાર છોડ્યા અને અંગ્રેજો વિરુદ્ધ લડાઈ ધરું કરી દીધી તિર કામઠાંથી આ લડાઈ લડી હતી દેશને અંગ્રેજોથી આઝાદ કરવા માટે તેઓ અંગ્રેજો સામે ખુબ લડ્યા.
1924માં તેમની અંગ્રેજો સામે સ્વતંત્રતા માટે લડતા જીવ ગુમાવ્યો અંગ્રેજોએ એમને ઝાડથી બાંધી દીધા અને ગોળીઓનો વરસાદ શરૂ કર્યો આ રીતે પોતાનું જીવન દેશ માટે સમર્પિત કરી દીધું અને દેશ માટે શહિદ થઈ ગયા RRR ફિલ્મમાં રાજુનો અભિનય કરતા રામચરણ નિભાવતા જોવા મળશે હવે વાત કરીએ કોમરામની તેમનો જન્મ 1900માં સઁકેપલીમાં થયો હતો.
તેમનો ગોંડ જાતિમાં જન્મ થયો હતો એમના વિચાર શરૂથી ક્રાન્તિકારીના હતા આઝાદીની લડાઈ માટે કેટલાય વર્ષ જંગલોમાં વીતાવા પડ્યા હતા RRR ફિલ્મમાં જુનિયર એનટીઆર એમનો અભિનય કરી રહ્યા છે હકીકતમાં આ બંને ક્રાંતિકારી જીવનમાં ક્યારે મળ્યા ન હતા પરંતુ એમને ફિલ્મમાં બંને એકસાથે બતાવવામાં આવ્યા છે.