સુ વાત છે જુના કપડાં લાંબા વાળ લાંબી દાઢી અને દેખાવમાં બિલકુલ મજુર કુમાર શાનનુના અવાજમાં ગીત ગાતા આ વ્યક્તિનો વિડિઓ અત્યારે પુરા દેશમાં ફરી રહ્યો છે લોકો કહી રહ્યા છેકે આવી પ્રતિભા માત્ર ગરીબોના ઘરમાં પેદા થાય છે કોઈ એના પર દયા ખાઈ રહ્યો છે ત્યારે કોઈ તેને બોલીવુડમાં મોકો મળે તેવી આશા કરી રહ્યો છે.
પરંતુ આ વ્યક્તિની તમે સચ્ચાઈ જાણશો તો ગરીબ દેખાનાર કેટલાક લોકોથી તમને વિશ્વાસ ઉઠી જશે આ વ્યક્તિનું નામ રાકેશ રંજન છે તેઓ જુના ગીતો ગાઈને સિંગર બનવા માંગે છે એમણે લોકપ્રિય થવા દરેક કોશિશ કરી પરંતુ સફળ ન રહ્યા એમણે આ વખતે એક મજૂરના વેશમાં ગીત ગાઈને વિડિઓ બનાવ્યો.
તે વિડિઓ વાયરલ થયો અને રાકેશ લોકપ્રિય પણ થઈ ગયા પરંતુ એમનો ભાંડો દૈનિક ભાસ્કરે ફોડી નાખ્યો હકીકતમાં આ વ્યક્તિ કોઈ મજુર નહીં પરંતુ એક કરોડપતિ માણસ છે બિહારના એક ગામમાં પરિવાર સાથે એક આલીસાન મકાનમાં રહે છે અને એ મકાનની કિંમત દોઢ કરોડ રૂપિયા છે રાકેશની માં શિક્ષક હતી.
સાથે તેઓ પ્રોપર્ટી ડીલિંગનું કામ કરે છે અને એમની જોડે દોઢ લાખની બાઈક છે ભાસ્કરના રિપોર્ટ મુજબ હમણાં જ રાકેશના લગ્ન થયા ગામમાં કરોડોની જમીન પણ છે રાકેશે જણાવ્યું કે તેઓ ગ્રેજ્યુએટ છે અને તેને કંઈ કામ નથી મળી રહ્યું એટલે તે ઇટના ભઠ્ઠામાં કામ કરે છે અને ત્યાંજ ગીત ગાઈને વિડિઓ બનાવ્યો હતો.