નમસ્કાર દર્શક મિત્રો હાલમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે જૂનાગઢ પોલીસ દ્વારા રાજસ્થાનથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે અને કીર્તિ પટેલની સામે છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ જેટલી પોલીસ ફરિયાદ નોંધાઈ છે થોડાક સમય અગાઉ જૂનાગઢના મૃગીકુંભમાં સ્નાન કરીને કીર્તિ પટેલ દ્વારા વિવાદ કરવામાં આવ્યો હતો અને આ પછી કીર્તિ પટેલ દ્વારા મહિલા પોલીસ કર્મી કેજે મોડ સાથે જબરજસ્ત બોલાચાલી કરવામાં આવી હતી
ને ખૂબ ઉગ્રતાપૂર્વકનું વર્તન કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેને લઈને ત્યાં હાજર સાધુ સંતોએ પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને આ પછી ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ કર્મી કેજે મોડ દ્વારા કીર્તિ પટેલની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને આપને જણાવી દઈએ કે આ ફરિયાદમાં ફરજ પર હાજર સરકારી કર્મચારીની જે કર્મચારીની કામગીરીમાં બાધાઓ પેદા કરવી અને સાથે જ અન્ય ગંભીર કલમો પણ આ ફરિયાદમાં ઉમેરવામાં આવી છે.
કીર્તિ પટેલ દ્વારા મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ સંતોની જે લાગણી દુભાઈ તેને લઈને પણ આ પછી પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલની સામે બીજી પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ ફરિયાદ નોંધાતા ત્યારબાદ પોલીસે કીર્તિ પટેલને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. અને આ પછી 21મી ફેબ્રુઆરીના રોજ કીર્તિ પટેલની સામે અફજલ સિડાએ ફરિયાદ નોંધાવી હતી આમ છેલ્લા સાત દિવસમાં કીર્તિ પટેલની સામે ત્રણ ફરિયાદ નોંધાય છે અને હવે કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસ દ્વારા રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે
જેના કારણે હવે આગામી સમયમાં કીર્તિ પટેલની સામે ખૂબ કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે વાત કરીએ કીર્તિ પટેલની તો તેઓ સુરેન્દ્રનગરના વાઘેલા ગામના વતની છે અને હાલમાં કીર્તિ પટેલ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા કુશલ દર્શન એપાર્ટમેન્ટમાં રહે છે યુટ્યુબર કીર્તિ પટેલ મૂળ ફેશન ડિઝાઇનર છે અને તેમણે ફેશન ડિઝાઇનરનો કોર્સ કરેલો છે ત્યારબાદ તેમણે કોમેડી વિડીયો બનાવી YouTube અનેટકટોક માં જંપલાવ્યું હતું ને તેમણે ભૂતકાળમાં ગુજરાતની ઘણી જાણીતી હસ્તીઓ જેમ કે નિતિન જાની એટલે કે ખજૂરભાઈ કાજલ મહેરિયા દેવાયત ખવડ બ્રિજદાન ગઢવી સાગર પટેલ ભારતી બાપુ પદ્મિનીબા વાળા રાજદીપસિંહ રીબડા સહિતના ગુજરાતના જાણીતા ચહેરાઓને ટાર્ગેટ બનાવ્યા છે
અને આ અગાઉ પણ તેમણે સુરતમાં અને ઘણી બધી જગ્યાએ વેપારીઓની પાસેથી ખંડણી માંગવી એમને ધમકીઓ આપવી એમને એમની સાથે ફોન પર વિભસ્સ શબ્દોમાં વાતચીત કરવી તેને લઈને પણ તેમની પર ઘણા બધા એફઆઈઆર નોંધાઈ હતી અને ગયા વર્ષે તો કીર્તિ પટેલે આ જ કારણોસર જેલવાસ ભોગવવો પડ્યો હતો અને આ પછી તેમના જામીન મંજૂર થતા કીર્તિ પટેલ જેલમાંથી બહાર આવ્યા હતા અને ત્યારબાદ જેલમાંથી બહાર આવીને તેમણે હવે આ શિવ જૂનાગઢના ભવનાથ ખાતે જે મૃગીકુંડ આવેલો છે તેમાં સ્નાન કરીને આ ખૂબ મોટાપાએ તેમણે વિવાદનું સર્જન કર્યું છે જેના કારણે ત્યાં હાજર જે સાધુસંતો છે તેમની લાગણી પણ દુભાય છે અને તેના કારણે ખૂબ મોટાપાએ વિવાદ સર્જાયો છે.