સમગ્ર ગુજરાતમાં આજે સાહિત્યકાર કિર્તીદાન ગઢવીના ડાયરામાંથી રાતોરાત સ્ટાર બનેલા કમાની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે તેના વચ્ચે ઘણા બધા લોકોએ એને ડાયરા ના કરવા અને દિવ્યાંગ કમાનો ઉપયોગ ન કરવો એને ભગવાનનું ફૂલ જેવા ઉપમા અલંકારોથી સુશોભિત કરીને ઘરે.
બેસવાની સલાહો આપી હતી આ વચ્ચે ગુજરાતી કોયલ કિંજલ દવે ના પિતાશ્રી લલિત દવે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે
કમાભાઈને જે લોકપ્રિયતા અને જે સ્થાન મળ્યું છે જોઈને ખૂબ આનંદ થાય છે અને એ જોતાં સમજાય છે કોઈ અદ્રશ્ય શક્તિ ભાગ્યને ભગવાન આવું બધું.
આ દુનિયામાં કામ કરી રહ્યું છે બાકી આ અશક્ય છે કેમકે કમાં ભાઈ પોતેજ કહે છેકે મને સ્ટેજની જોડે કોઈ જાવા નહોતું દેતું એજ સ્ટેજની ઉપર આજ મોટા ધુરંધર કલાકારથી વધારે માન કમાભાઈ ને મળી રહ્યુંછે એ જોઈને એક વાત કહીશ કોઈ પોતાની જાતને જો મહાન સમજતું હોય કે મનમાં.
કોઈ ખોટો વહેમ લઈને ફરતું હોય કે હું કોઈને ચલાવી દઉં કે કોઈને ચલાવી દીધા તો આવો ખોટો વહેમ હોય તો મગજ માં થી કાઢી નાખવો જોવે કરણ મારા પ્રભુની ઈચ્છા વગર અહીં કોઈનાથી એક શ્વાસના લેવાય આ બધાનું પોતાના કર્મ શ્રદ્ધા વિશ્વાસ પુણ્ય અને પ્રભુ કૃપાથી ચાલેછે એ ધારે ત્યારે રાજાને.
રંક અને રંકને રાજા બનાવીદે દાખલો સામે છે ખોટો વહેમ લઈને ના ફરવું હરિ મરજી મહાદેવ હર આવું જણાવી ને કમાની લોકપ્રિયતાનો વિરોધ કરનારા લોકોને મૂતોડ જવાબ આપ્યો હતો સોશિયલ મીડિયા પર લલિત દવેનુ આ નિવેદન ખૂબ ચર્ચાસ્પદ બન્યું હતું અને લોકો લલિત દવેના ખુબ વખાણ પણ કરી રહ્યા હતા.