સેલિબ્રિટીઓનું કહેવું છે કે કિંજલ દવે એક ‘સેલ્ફ મેડ’ કલાકાર છે. ખૂબ જ નાની ઉંમરે અને સાધારણ પરિવારમાંથી આવીને તેણે જે નામના મેળવી છે, તેની પાછળ તેની વર્ષોની મહેનત છે.
ગુજરાતની લોકપ્રિય સિંગર અને ‘ચાર ચારબંગડીવાળી’ ફેમ કિંજલ દવે અત્યારે તેના અંગત અને વ્યવસાયિક જીવનના ઉતાર-ચઢાવને કારણે ચર્ચામાં છે. આ મુશ્કેલ સમયમાં કિંજલ દવે એકલી નથી, પરંતુ સમગ્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સંગીત જગતના દિગ્ગજ કલાકારો તેની પડખે આવીને ઉભા રહ્યા છે. સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઓ દ્વારા કિંજલ દવેના સમર્થનમાં એક મોટી લહેર જોવા મળી રહી છે.
મલ્હાર ઠાકરથી લઈને ગીતા રબારી સુધીના કલાકારોનો સાથકિંજલ દવે જ્યારે કોઈ કાનૂની ગૂંચવણ અથવા અંગત સંઘર્ષમાંથી પસાર થઇ રહી છે, ત્યારે ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકરે તેની હિંમતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “કિંજલ એક મજબૂત વ્યક્તિત્વ છે અને તેણે પોતાની મહેનતથી આ સ્થાન મેળવ્યું છે, આ મુશ્કેલ સમય પણ જલ્દી વીતી જશે.”