ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાના જંગમાં ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગની એન્ટ્રી થઈ ગઈ છે. જોંગની આ એન્ટ્રીથી ઈઝરાયેલ તો ગભરાયું જ છે, સાથે ટ્રમ્પ પણ ટેન્શનમાં આવી ગયા છે. હકીકતમાં કિમ જોંગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઈરાન પર ઈઝરાયેલ અને અમેરિકાનો હુમલો ગેરકાયદેસર આક્રમણ અને રાષ્ટ્રીય સંપ્રભુતાનું ઘોર ઉલ્લંઘન છે અને તે અત્યંત શરમજનક પણ છે. કિમે કહ્યું છે કે ભલે દુનિયા ટ્રમ્પની ધમકીથી ડરતી હોય, પરંતુ ઉત્તર કોરિયા ડરવાનું નથી
અને તેનું 100% સમર્થન ઈરાન સાથે છે. ઈરાનના દરેક પગલામાં ઉત્તર કોરિયા તેની સાથે ઊભું છે.ઈરાન માટે બેકાબૂ કિમ જોંગે ઈઝરાયેલને ધમકી આપી છે. એક મિસાઈલથી ઈઝરાયેલને ખતમ કરવાની ધમકી આપીને કિમે ટ્રમ્પના અંદાજમાં જ ટ્રમ્પને જવાબ આપ્યો છે. ઈરાન-અમેરિકા યુદ્ધ હવે નવો વળાંક લઈ ચૂક્યું છે. અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચાર બાદ હવે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન મેદાનમાં ઉતર્યા છે.દુનિયાની નજર પ્યોંગયાંગ પર ટકેલી છે. શું આ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત છે? કિમે છેલ્લા બે દિવસમાં પોતાના નવા ન્યુક્લિયર વોરશિપનું પરીક્ષણ કર્યું, ક્રુઝ મિસાઈલ છોડી
અને દુનિયાને બતાવી દીધું કે તેમનું પરમાણુ બટન તૈયાર છે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે અમેરિકા અને ઈઝરાયેલને ‘ગેંગસ્ટર’ અને ગેરકાયદેસર આક્રમણખોર ગણાવ્યા છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ બાદ હવે કોરિયાઈ દ્વીપકલ્પ પર પણ તણાવ સાતમા આસમાને પહોંચી ગયો છે.9 માર્ચથી જ્યારે અમેરિકા દક્ષિણ કોરિયા સાથે સૈન્ય અભ્યાસ કરવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ કિમ જોંગ ઉનના નવા વિનાશક હથિયારોએ આખા ક્ષેત્રને હાઈ એલર્ટ પર મૂકી દીધું છે
. કિમે સ્પષ્ટ કર્યું છે કે તેમની નેવી પાણીની અંદરથી લઈને આકાશ સુધી પ્રહાર કરવા તૈયાર છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે કે કિમ કહી રહ્યા છે કે જો તેઓ ઈચ્છે તો એક મિસાઈલથી ઈઝરાયેલને નેસ્તનાબૂદ કરી શકે છે અને ઈરાનને હથિયારો સપ્લાય કરી શકે છે, જેમ તેઓ રશિયા-યુક્રેન યુદ્ધમાં કરી રહ્યા છે.ઈરાનના પક્ષમાં ભલે વધુ દેશો ન હોય, પણ જે છે તે અત્યંત શક્તિશાળી છે – ચીન, રશિયા અને ઉત્તર કોરિયા.
ત્રણેય પરમાણુ સંપન્ન દેશો છે. ઈઝરાયેલથી લઈને અમેરિકા સુધી એ વાતની ફાળ પડી છે કે કિમ જોંગ પોતાની નૌસેનાના પરમાણુ હથિયારો સજ્જ કરી રહ્યા છે. ઉત્તર કોરિયાની મીડિયા મુજબ, કિમે 5000 ટનનું યુદ્ધ જહાજ ‘ચોએ હયોન’ ક્લાસના ત્રીજા વિધ્વંસકનું પરીક્ષણ કર્યું છે, જે એન્ટી-એર, એન્ટી-નેવલ અને પરમાણુ સક્ષમ મિસાઈલોથી સજ્જ છે.દુનિયામાં રશિયા, અમેરિકા, ચીન, ફ્રાન્સ, યુકે, ભારત, પાકિસ્તાન અને ઈઝરાયેલ પછી ઉત્તર કોરિયા પાસે લગભગ 50 વોરહેડ્સ છે. જોકે આ સંખ્યા ઓછી છે, પણ તબાહી માટે એક જ પરમાણુ બોમ્બ કાફી છે. કિમે ચેતવણી આપી છે કે જો અમેરિકા તેને દબાવવાનો પ્રયાસ કરશે તો તે તેની સૌથી મોટી ભૂલ હશે. અમેરિકા દાયકાઓથી ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ પ્રતિબંધો અને રાજદ્વારી દબાણની કોઈ અસર થઈ નથી. હવે જ્યારે કિમ ખુલ્લેઆમ ઈરાન સાથે મેદાનમાં ઉતર્યા છે, ત્યારે દુનિયામાં ત્રીજા વિશ્વ યુદ્ધની ચર્ચા તેજ બની છે.