ગુજરાતના સોનું સુદ એટલે કે નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ જેઓ જરૂરિયાત મંદ લોકોની સેવા કરવા માટે ક્યાંય પાછી પાની કરતા નથી મિત્રો ખજુરભાઈની વાત કરીએ તો તેઓ છેલ્લા કેટલાય સમયથી લોકોની સેવા કરી રહ્યા છે જેઓ દિલદાર સ્વભાવ અને સેવાકામના કારણે જાણીતા છે.
જયારે તૌકતે નામનું વાવાઝોડું આવ્યું ત્યારે ખજુરભાઈએ ઘણા લોકોની મદદ કરી હતી જેલોકોના ઘર પડી ગયા હતા તેમને રહેવા માટે નવા ઘર બનાવી આપ્યા હતા જરૂરિયાત મંદ લોકોને ફૂડ ફેકેડ પાણીની વ્યવસ્થા કરી હતી ત્યારબાદ હમણાં આવેલ પુરમાં પણ ઘણા લોકોને મદદ કરી હતી છેવાડાના લોકો સુધી બનતી મદદ કરી હતી.
દિવાળીના તહેવારમાં ઘણા ગરીબ પરિવારની દિવાળી ખજુરભાઈએ સુધારી હતી એવીજ રીતે હમણાં ખજુરભાઈ રસ્તામાં જતા હતા એ સમયે રાતના બાર વાગ્યાના સમયે એક વ્યક્તિ ફૂલ વેંચતા વેંચતા પુલ નીચે સુઈ ગયા હતા તો ખજુરભાઈને એમની હાલત જોતા એવું લાગ્યું હતું કે આ ભાઈને જોવે એવું વળતર મળ્યું નથી.
ખજૂરભાઈ એ ભાઈ જોડે જઈને પોતાના ગજવામાંથી પાંચ હજાર કાઢીને તે ભાઈને ઉભા કરે છે અને કહે છે ભાઈ તમારા આ પાંચ હજાર રૂપિયા પડી ગયા છે તેમ કહીને ભાઈને પાંચ હજાર આપીને દિવાળી સુધારે છે ખરેખર ધન્ય કહેવાય આ વિરલાને જેઓ રાત દિવસ જોયા વગર લોકોની સેવા કરી રહ્યા છે મિત્રો એક શેર તો બને છે ખજુરભાઈના આ સારા કામ માટે.