વિકી કૌશલથી લગ્ન કર્યા બાદ કેટરીના કૈફ ફરીથી પોતાના કામ પર પાછી ફરી છે લગ્ન બાદ કેટરીનાએ પોતાની આવનારી ફિલ્મ વીશે જાણકારી આપી છે તેને ક્રિસમસના મોકા પર એક તસ્વીર સેર કરી જેમાં પોતાની આવનારી ફિલ્મનો પ્રોજેક્ટ વિષે જાણકારી આપી હકીકતમાં કેટરીનાએ પોતાની આવનારી ફિલ્મ પ્રોજેક્ટનું નામ મેરી ક્રિસમસ રાખ્યું છે.
કેટરીના કૈફે ઇન્સ્ટાગ્રામમાં એક મેરી ક્રિસમસ સાથે તસ્વીર સેર કરતા કહ્યું નવી શરૂઆત મારી મેરી ક્રિસમસ માટે નિર્દેર્શક શ્રીરામ રાઘવન સાથે સેટ પર પાછી ફરીછું હું હંમેશા શ્રીરામ સાથે કામ કરવા ઇચ્છતી હતી જયારે થ્રિલર બતાવવા માટે કહાનીની વાત આવે તો માસ્ટર છે અને એમના દ્વારા નિર્દેશન થઈ રહ્યું છે બહુ ગૌરવની વાત છે.
જણાવી દઈએ આ ફિલ્મના ડાયરેક્ટર શ્રીરામ રાઘવન છે જેમણે પોતાના નિર્દેર્શનમાં અનેક હિટ ફિલ્મો આપી છે ફિલ્મમાં કેટરીના સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિ સાથે જોવા મળશે સાથે જણાવી દઈએ કેટરીના પહેલા પણ સાઉથ મેઘા સ્ટાર વેંકટેશ સાથે નંદમુરિ બાલકૃષ્ણા સાથે ફિલ્મમાં કામ કરી ચુકી છે.
સાથે જણાવી દઈએ કે આ પહેલા કેટરિના કૈફ 22 ડિસેમ્બરે મુંબઈમાં ફિલ્મ ડિરેક્ટર શ્રીરામ રાઘવન સાથે વાત કરતી જોવા મળી હતી ત્યારે કેટરીના બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી લગ્ન પછી બંને પતી પત્ની તેમના લગ્ન જીવનની સાથે સાથે તેમના કામ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.