:અહેસાન ફરામોશ અને મતલબી કેટરીના કૈફ પર આરોપોનો મારો; ફિટનેસ માટે સમય છે પણ હાલચાલ જાણવા માટે નહીં! સલીમ ખાનના નામે વિહાનની મમ્મીને સોશિયલ મીડિયા પર ઘેરવામાં આવી. ખાન પરિવારની અત્યંત નજીક ગણાતી આ અભિનેત્રી મુશ્કેલ સમયમાં ક્યાંય દેખાઈ નહીં, જેના કારણે સલમાન ખાનના ફેન્સ ગુસ્સે ભરાયા છે.સલમાન ખાનના પિતા સલીમ ખાન છેલ્લા 9 દિવસથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે.
તેમની તબિયત જાણવા શાહરૂખ ખાન, આમિર ખાન, સંજય દત્તથી લઈને જાવેદ અખ્તર સુધીના તમામ દિગ્ગજો આવ્યા. એટલું જ નહીં, એવા પણ અહેવાલ છે કે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ પણ સલમાન ખાનને ફોન કરીને સલીમ ખાનની તબિયત વિશે પૂછપરછ કરી છે.આ દરમિયાન, જ્યારે ગઈકાલે 24 ફેબ્રુઆરીએ કેટરીના કૈફને મુંબઈમાં તેની મિત્ર અને ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાલા સાથે જોવામાં આવી, ત્યારે સલમાન ખાનના ફેન્સ લાલચોળ થઈ ગયા હતા.
જણાવી દઈએ કે પુત્ર વિહાનના જન્મ પછી અભિનેત્રી પહેલીવાર જાહેરમાં જોવા મળી હતી અને તે પોતાની ફિટનેસ ટ્રેનર સાથે હતી.હવે તમને પ્રશ્ન થતો હશે કે યાસ્મીન સાથે જોવા મળવા પર કેટરીનાને કેમ ખરી-ખોટી સંભળાવવામાં આવી રહી છે? તો મામલો એવો છે કે જ્યારે આખો ખાન પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને સલમાનના તમામ નજીકના મિત્રો તેની સાથે ઉભા છે, ત્યારે કેટરીના કૈફ ગેરહાજર રહી.
કેટરીનાને ફિટનેસ ટ્રેનર સાથે જોઈને ફેન્સે કહ્યું કે, “એક્સરસાઈઝ કરવાનો સમય છે પણ સલીમ ખાનના ખબર અંતર પૂછવાનો સમય નથી? બધા સમય કાઢીને આવ્યા પણ કેટરીના નહીં.”સોશિયલ મીડિયા પર ફેન્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે ગુસ્સામાં કહ્યું, “સલમાન હંમેશા કેટરીનાના મુશ્કેલ સમયમાં તેની સાથે ઉભો રહ્યો છે, પણ કેટરીના આવું નથી કરતી.” બીજા એક યુઝરે લખ્યું, “આ પણ નંબર વન મતલબી નીકળી.
જ્યારે ઈન્ડસ્ટ્રીમાં કામ જોઈતું હતું ત્યારે સલમાન અને તેના પરિવારનો સહારો લીધો અને હવે સલીમ અંકલને મળવા પણ ન ગઈ.”ઉલ્લેખનીય છે કે 7 નવેમ્બર 2025ના રોજ કેટરીના કૈફે પુત્ર વિહાન કૌશલને જન્મ આપ્યો હતો. જે બાદ કેટરીનાની આ પહેલી ઝલક હતી. ફેન્સને આશા હતી કે તે હોસ્પિટલ જશે, પરંતુ તે પોતાની ફિટનેસ પાછી મેળવવામાં વ્યસ્ત જોવા મળી. જોકે, આ વિવાદ પર હજુ સુધી સલમાન ખાનના પરિવાર કે કેટરીના કૈફ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.