કૌશલ પરિવારમાં વર્ષો બાદ ખુશીઓએ આપી દસ્તક!લગ્નના 4 વર્ષ બાદ કેટરીના અને વિક્કી બન્યા માતા-પિતા. એક્ટ્રેસે આપ્યો નાનકડા પુત્રને જન્મ. નાનકડા મહેમાનની કિલકારીએ આખા પરિવારમાં ખુશીનું માહોલ છવાઈ ગયો છે.
શું તેઓ ભાડાના ઘરમાં કરશે પોતાના લાડલા ચિરાગનું સ્વાગત? કરોડોની મિલકત હોવા છતાં ખરીદ્યો નથી પોતાનો ડ્રીમ હોમ. નવા-નવેલા પપ્પા દર મહિને આપે છે લાખો રૂપિયાનું ભાડું.હા, તમે સાચું સાંભળ્યું. કૌશલ પરિવારની ખુશી હાલમાં સાતમા આસમાને છે. વર્ષો બાદ તેમના ઘરમાં નાનકડા શહેજાદાનો જન્મ થયો છે. કેટરીનાએ 7 નવેમ્બરના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. આ ગુડ ન્યૂઝ બહાર આવતા જ સોશિયલ મીડિયા પર અભિનંદનોનો વરસાદ શરૂ થઈ ગયો. બૉલીવુડના દરેક સેલેબ્સ વિક્કી-કેટરીનાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
સાચું કહીએ તો વિક્કી અને કેટરીનાની જોડી જેટલી સુંદર છે, એટલું જ સુંદર છે તેમનું મુંબઈવાળું ઘર. પણ શું તમે જાણો છો કે આ ઘર તેમનું પોતાનું નથી, પણ ભાડાનું છે? બૉલીવુડમાં ઘણા એવા સ્ટાર્સ છે, જે કરોડો કમાતા હોવા છતાં ભાડાના ઘરમાં રહે છે, અને એ જ લિસ્ટમાં વિક્કી અને કેટરીના પણ સામેલ છે.લગ્ન બાદ કેટરીનાનો ગૃહ પ્રવેશ પણ આ જ ઘરમાં થયો હતો અને હવે ખબર મળી રહી છે કે તેમના નાનકડા પુત્રનું સ્વાગત પણ આ જ ઘર ખાતે થવાનું છે.મિડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘરના એક મહિનાનું ભાડું ₹8 લાખ છે.
વિક્કી-કેટરીનાનું આ શાનદાર એપાર્ટમેન્ટ 258.48 સ્ક્વેર ફીટના કાર્પેટ એરિયામાં ફેલાયેલું છે, જેને બંનેએ મળીને ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે. તેમના ઘરમાંથી મુંબઈ અને દરિયાનો નજારો અદ્ભુત દેખાય છે.આ ઘર ચંદ્રબાઈ નગર સ્થિત રાજમહલ બિલ્ડિંગમાં આવેલું છે. તેમણે સિક્યોરિટી તરીકે ₹1.75 કરોડ પણ જમા કર્યા છે.
કહેવાય છે કે આ ઘર મુંબઈના સૌથી પોશ વિસ્તારમાં આવેલું છે.તેમના આ ડ્રીમ હોમની ઝલક કેટરીના અને વિક્કી સોશિયલ મીડિયા પર ઘણી વાર શેર કરતા રહે છે. ઘરનાં ઈન્ટિરિયરમાં દેશ-વિદેશથી લાવવામાં આવેલા સજાવટી આઈટમ્સનો ઉપયોગ થયો છે. લિવિંગ રૂમની દિવાલો ક્રીમ બેઝ થીમ પર છે અને તેની સાથે કોન્ટ્રાસ્ટ ફર્નિચર રાખવામાં આવ્યું છે.
ભલે કપલ રેન્ટેડ ફ્લેટમાં રહેતું હોય, પરંતુ તેઓ કરોડોની મિલકતના માલિક છે. મિડિયા રિપોર્ટ્સ મુજબ વિક્કી કૌશલની નેટવર્થ અંદાજે ₹41 કરોડ છે, જ્યારે કેટરીના કૈફની સંપત્તિ ₹224 કરોડ ગણવામાં આવી છે. એટલે કે બંને મળીને ₹265 કરોડથી વધુની સંપત્તિના માલિક છે.અર્થાત્, તેમનો લાડલો પુત્ર જન્મતાંજ કરોડો રૂપિયાનું વારસું લઈને આવ્યો છે.