કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નને લઈને કંગના રાણાવતે બયાન આપીને સનસની મચાવી દીધી છે કેટ અને વિકિના લગ્નમાં ખુબજ ખર્ચો થઈ રહ્યો છે અહીં બંનેના લગ્નની ચર્ચા પણ બહુ થઈ રહી છે પરંતુ અહીં કેટલાક લોકો લગ્નને લઈને પ્રશ્નો પણ ઉભા કરી રહ્યા છે એક તો વિકી કેટરીનાથી પાંચ વર્ષ નાના છે અને રૂપિયાની વાત કરીએ તો પણ તેઓ કેટરીનાથી બહુ પાછળ છે.
હવે તેને લઈને કંગનાએ એકમોટી વાત કહી દીધી છે કહ્યું કે જયારે અમે મોટા થઈ રહ્યા હતા ત્યારે અમે સફળ માણસોની નાની ઉંમરની યુવતીઓ થી લગ્ન કરતા કેટલીયે વાર્તાઓ સાંભળી મહિલાઓ માટે પોતાના પતિથી વધુ સફળ હોવા માટે મોટું સંકટ બતાવવામાં આવતું નાની ઉંમરના છોકરાથી લગ્ન તો છોડો એક ઉંમર પછી છોકરીઓને લગ્ન કરવા પણ મુશ્કેલ થતું હતું.
પરંતુ આ જોઈને સારું લાગી રહ્યું છેકે હવે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની આમિર અને સફળ મહિલાઓ ઉંમરથી જોડાયેલ વિચારો બદલી રહી છે અને રૂઢિવાદી વિચારોને તોડી રહી છે કંગનાએ વાતો વાતોમાં કેટરીના કૈફના ખુબજ વખાણ કરી દીધા બહુ ઓછું જોવા મળે છેકે કંગના રાણાવત કોઈ એક્ટરના વખાણ કરતી હોય.