Cli

હજુ હોસ્પિટલમાં જ રહેશે કેટરીના? બેટાને ઘરે લાવવા વિક્કીને થોડી રાહ જોવી પડશે!

Uncategorized

હજુ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ નહીં થાય કટરીના.બેટાને ઘરે લાવવા માટે વિક્કીને થોડી વધુ રાહ જોવી પડશે.નાના નાતીને જોવા માટે નાની સુઝેન પહોંચી હોસ્પિટલ,તો દાદા બનેલા શ્યામ કૌશલ ખુશીથી ઝૂમી ઉઠ્યા અને ભગવાનનો આભાર વ્યક્ત કર્યો.કૌશલ પરિવાર હાલમાં અનલિમિટેડ ખુશીઓના માહોલમાં છે.લગ્નના 4 વર્ષ બાદ વિક્કી કૌશલ અને કટરીના કૈફના આંગણે નાનકડા બેબી બોયનું આગમન થયું છે.42 વર્ષની ઉંમરે કટરીનાએ હેલ્ધી પુત્રને જન્મ આપ્યો છે.

જેમ જ કપલે આ ખુશખબર દુનિયા સાથે શેર કરી,તેમના ફૅન્સ અને સેલિબ્રિટીઝે શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો.વિક્કી પોતાના નાનકડા રાજકુમારને ઘરે લાવવા માટે ખૂબ ઉત્સાહિત છે,પરંતુ 7 નવેમ્બરની સવારે મા બનેલી કટરીના ક્યારે ડિસ્ચાર્જ થશે તે બાબતેહાલ ડૉક્ટરો દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી

.હૉસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે મા અને બાળક બંને સંપૂર્ણ સ્વસ્થ છે,પરંતુ કટરીનાની ઉંમરને ધ્યાનમાં રાખી તેમની તબીબી દેખરેખ ચાલુ રાખવામાં આવી છે.મુંબઈના એચ. રિલાયન્સ હોસ્પિટલમાં સવારે 8:23 વાગ્યે કટરીનાએ પુત્રને જન્મ આપ્યો હતો.શનિવારે કટરીનાની મા સુઝેન ટર્ક્વેટ પણ પોતાના નાતીને મળવા હોસ્પિટલ પહોંચી હતી.

સોશિયલ મીડિયામાં તેમની કેટલીક તસવીરો સામે આવી છે,જેમા તેઓ પોતાની કારમાં બેઠેલી નજરે પડે છે.તે જ સમયે દાદા બનેલા શ્યામ કૌશલએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી લખ્યું —“શુક્રિયા રબદા! ભગવાનની કૃપા મારા પરિવાર પર અવિરત બની રહે,હું ખૂબ ધન્ય અનુભવું છું. દાદા બનવાની ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી.રબ રાખા.”કૌશલ પરિવારમાં 36 વર્ષ બાદ નાનકડા બાળકના પગલા પડ્યા છે.

ભત્રીજાના આગમન પછી સની કૌશલ હવે ‘ચાચા’ બની ગયા છેઅને તેમની ખુશી પણ અણમોલ છે.યાદ રહે કે વિક્કી કૌશલ અને કટરીના કૈફે 9 ડિસેમ્બર 2021ના રોજરાજસ્થાનના 700 વર્ષ જૂના કિલ્લામાં રોયલ સ્ટાઇલમાં લગ્ન કર્યા હતા.છેલ્લા કેટલાક વર્ષોથી કટરીના ફિલ્મોથી થોડું દૂર રહી પોતાના બ્યુટી પ્રોડક્ટ્સનાબિઝનેસ પર ધ્યાન આપી રહી છે.સપ્ટેમ્બરમાં કપલે મોનોક્રોમ ફોટો પોસ્ટ કરીને પોતાના ગર્ભાવસ્થાની માહિતી આપી હતી.આ વર્ષે બંને પોતાનો ચોથો લગ્ન વાર્ષિકોત્સવ પોતાના નાનકડા પુત્ર સાથે ઉજવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *