ગર્ભવતી કેટરીનાએ સાસુને નથી આપી શુભેચ્છા — શું વીના કૌશલ સાથે કેટરીનાના સંબંધો ઠીક નથી? શું બેબી કૌશલના આગમન પહેલાં જ પરિવારમા તણાવ ચાલી રહ્યો છે? સાસુના જન્મદિવસે ગર્ભવતી વહૂએ ખાસ પોસ્ટ ન કરતા ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે
. જ્યારે વિક્કી અને સની કૌશલને મળ્યો “બેસ્ટ બેટા”નો ખિતાબ।વાત એવી છે કે કેટરીના કૈફના સોસિયલ મીડિયા હેન્ડલ પર વીના કૌશલના બર્થડે દિવસે કોઈ પોસ્ટ કે સ્ટોરી નહોતી. જેના કારણે ફેન્સ વચ્ચે ચર્ચા શરૂ થઈ કે કૌશલ પરિવારનો માહોલ ઠીક નથી. કેટલાકે તો એમ પણ કહ્યું કે કેટરીના અને તેમની સાસુ વીના વચ્ચે મનદુઃખ ચાલી રહ્યું છે. પરંતુ હકીકતમાં એ વાત ખોટી છે. કેટરીના અને તેમની સાસુ વચ્ચે કોઈ ઝગડો નથી. કેટરીનાનો એ વ્યક્તિગત નિર્ણય હતો કે તેમણે સોસિયલ મીડિયા પર કોઈ પોસ્ટ ન કરી. પરંતુ એવું કહેવાય છે કે રિયલ લાઇફમાં તેમણે સાસુના સ્પેશલ દિવસે તેને ખાસ બનાવ્યો હતો.
જ્યાં કેટરીનાએ પોસ્ટ નહોતી કરી, ત્યાં વિક્કી કૌશલે પોતાની માતા માટે એક ખૂબ જ પ્રેમાળ તસવીર શેર કરી. તસવીરમાં વિક્કી પોતાની માતાને ગળે લગાવીને હસતા દેખાય છે. તેમણે કેપ્શનમાં લખ્યું — “હેપ્પી બર્થડે માએ” અને દિલનો ઇમોજી ઉમેર્યો. આ તસવીર થોડા જ સમયમાં વાયરલ થઈ ગઈ.બીજી બાજુ, નાના ભાઈ સની કૌશલે પણ પોતાની માતા માટે એક ક્યૂટ વીડિયો શેર કર્યો જેમાં તે “હેપ્પી બર્થડે” ગીત ગાતાં દેખાય છે.
વીડિયો દરમિયાન વીના કૌશલ પણ ખુશીથી ઝગમગતી જોવા મળે છે.હવે વાત કરીએ ગર્ભવતી કેટરીના કૈફની — તો ખબર મુજબ, કેટરીના હાલમાં પોતાની પ્રેગ્નન્સીના લાસ્ટ ટ્રાયમિસ્ટરમાં છે અને કોઈપણ સમયે ખુશખબરી આપી શકે છે. કૌશલ પરિવારમાં હવે નાનકડા મહેમાનના આગમનની રાહ છે. ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે કેટરીના ક્યારે પોતાના પ્રથમ સંતાનનું સ્વાગત કરશે અને આ ખુશખબરી દુનિયા સાથે શેર કરશે.બ્યુરો રિપોર્ટ – A24