છેલ્લા બે દિવસથી આપણે રબારી સમાજની ખૂબ ચર્ચાઓ કરી રહ્યા છીએ પ્રેમ લગ્નની પણ ખૂબ ચર્ચાઓ કરી રહ્યા છીએ આ બધાની વચ્ચે ગુજરાતમાં આંતરજ્ઞાતીય લગ્ન પર પણ આપણે બહુ જ બધી વાત કરી છે પણ આપણા માટે એ પ્રશ્ન એક છોકરી બીજા સમાજના છોકરા સાથે લગ્ન કરે અને પછી પરિવાર એને પાછી લાવવાની વાત કરે એનથી પણ ભયાનક એ છે કે છોકરી કોઈના પણ સાથે પ્રેમ કરે પરિવાર જ્યારે એને મારી નાખવા પર આવી જાય ત્યારે પ્રશ્ન થાય છે. ઓનર કિલિંગના અનેક પ્રશ્ન આપણી પાસે છે અનેક કિસ્સાઓ આપણી પાસે છે એ બધાની વચ્ચે એક વધુ એક કિસ્સો કચ્છથી સામે આવ્યો છે એ સાંભળ્યા પછી તમને પણ એવું થશે કે જ્યારે એક રબારી છોકરી રબારી છોકરા સાથે ભાગીને લગ્ન કરે છે પ્રેમ કરીને લગ્ન કરે છે અને પછી પિતા એને ક્રૂરતાથી મારી નાખે
ત્યારે કોને સવાલ કરવા જવાના નમસ્કાર આપની સાથે હું છું પાયલ ઘટના ખામલા ગામની છે 19 વર્ષની નાથીબેન ઉર્ફ સોનું રબારી અને નાના અગયા ગામના 21 વર્ષીય છોકરા નવીન રબારી વચ્ચે પ્રેમ સંબંધ હતો. 3 ફેબ્રુઆરીએ બંને ઘરેથી ભાગી ગયા હતા. દીકરી ઘરે પરત ન આવતા યુવતીના જે પિતા હતા એની શોધખોળ માટે લાગી ગયા. બંને કોટડા નજીક મળ્યા અને પછી ઘટનાએ ભયાનક વળાંક લીધો. યુવતીના પિતાએ પોતાના ભાણેજ સાથે મળી અને બંનેને સમજાવવાનો પ્રયત્ન કર્યો સમજાવવા માટે બંનેને બોલાવ્યા અને પછી બંનેનું ગળું દબાવી અને એમને મારી નાખ્યા. બંનેને માર્યા પછી એમને ગામના સીમા પાસે લઈ ગયા એટલે જે સીમાળો હોય ત્યાં લઈ ગયા 100 મીટર ઊંડા કૂવામાં એમને ફેંકી દીધા. શરૂઆતમાં યુવક અને યુવતી ગુમ થયા છે એવી પોલીસમાં ફરિયાદ નોંધાઈ પરંતુ યુવતીના પિતા પર પોલીસને પહેલેથી શંકા હતી. પિતા પર શંકા એટલે પણ હતી કારણ કે યુવતી જે દિવસથી ભાગી ગઈ ત્યારથી પોલીસે જે તપાસ શરૂ કરી એમાં 39 દિવસ પછી પોલીસની ટીમને કૂવામાંથી બે મૃદદે મળે છે. બે મૃદદે મળ્યા પછી ખબર પડે છે કે આ બધું પિતાએ જ કર્યું છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અને રોજે રોજ અપડેટ લેવા દ્વારા એવી ખબર પડી કે જે છોકરી છે સોનુ ઉરફે નાથી એના પિતા વંકાભાઈ ઉરફે રાજાભાઈ રબારી એની માતા હીમાબેન રબારી એમનો ભાણેજનું નામ છે
સોમા ઉર્ફે પભા રબારી અને આ વંકાભાઈનો છોકરો જે કાયદાના સંઘર્ષમાં આવેલો છે આ ચાર જણાએ ભેગા થઈને આ લોકોની હત્યા કરી છે એવી જે તપાસમાં હકીકત નીકળી એ આધારે નખતરાણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવે છે અને ચારેય જણની અટકાયત કરવામાં આવેલી છે. સાહેબ છોકરીના પક્ષવાળે ન આમાં આવ્યો તો છોકરાનો પક્ષવાળાનો શું રોલ હતો એમને કઈ ખબર હતી કે છોકરાના પક્ષવાળાનો રોલ બાબતે હજી આરોપીઓને અટક કર્યા છે એમની તપાસ કરવામાં ચોક્કસ તપાસ કરવામાં આવશે પણ છોકરાના ભાઈ એ જ્યારે એ છોકરો ગુમ થયો એ દિવસે છોકરાના ભાઈ આવીને પોતાના ભાઈના ગુમ થવા વિશે જાણ કરી પછી આ ખબર પડી
અને પછી એણે જે એની એની પૂછપરસ દ્વારા સમગ્ર ઘટના કે જે આ પ્રેમ સંબંધની ઘટના છે એની જાણ થઈ ગઈ ઘટનાની જો વાત કરી તો મૃત્ય કઈ રીતે પોલીસે કર્યા કઈ રીતે આ જી એમાં જેમ કીધું કે ત્રણ તારીખે 3 ફેબ્રુઆરીએ બંને જણા ગુમ થયા હતા એમની ગુમનોધ છેકપાંચ તારીખે અનેસાત તારીખે આવેલી હતી પણ પછી પૂછપરછમાં એ લોકોએ કબૂલ કર્યું કેત્રણ તારીખે સાંજેઆઠ વાગ્યે જ્યારે છોકરી નીકળી ગઈ ઘરે હતી ત્યારે એના પપ્પા એ વંકાભાઈ અને એમનો ભાણેજ સોમાભાઈ એ બંને જણા મોટરસાયકલ લઈને એ છોકરીને શોધવા ગયા અને કોટડા બાજુ એ છોકરી મળી આવી એ છોકરીને પૂછપરજ કરી કે કેમ ક્યાં ગઈ તી શું તો એણે કીધું કે મારે આ નવીન સાથે જાવું છે છોકરીએ ઘેરાવવાની ના પાડી એટલે પછી આ લોકોએ ફોન કરીને છોકરીના મમ્મીને અને છોકરીના ભાઈને બોલાવી લીધો અને એ લોકો ત્યાં એ કોટડાથી થી ખાંભલા વચ્ચેની જગ્યા એ રોડ પર એ લોકોની સાથે બોલાચાલી થઈ ઝપાઝપી થઈ ઢોલ ધપાટ થઈ અને એ દરમિયાન છોકરીના પપ્પાએ વંકાભાઈએ પોતાની છોકરીનું ગળું દબાવીને હત્યા કરી
અને જે ભાણેજ છે સોમાભાઈ પભાઈ એણે છોકરાનું નવીનનું ગળું દબાવીને હત્યા કરી એટલે અહીંયા પ્રશ્ન એક છોકરી બીજા છોકરા સાથે બીજા સમાજના છોકરા સાથે પ્રેમ લગ્ન કરે છે એના કરતાં પણ વધારે જ્યારે પ્રેમ સામે બધા આવતા હોય એટલે પ્રશ્ન એક જ સમાજમાં લગ્ન કરે છે એ પણ છે ને આમાં તો છોકરી પણ રબારી હતી છોકરો પણ રબારી હતો છતાં પણ પિતાએ એને મારી નાખ્યા. ભાગીને લગ્ન કરવા પાછળના સજા તો તમે જુઓ કે પિતા જ પોતાની દીકરીને ગળું દબાવીને મારી નાખે છે. ઘણા બધા લોકો એવું કહેશે આમાં કમેન્ટ્સમાં આવીને કે એ તો પિતાએ જે કર્યું એ ખૂબ સારું કર્યું એની સાથે આવું જ થવું જોઈતું હતું. પ્રેમ અને પ્રેમના વિષય પર આંતરજ્ઞાતીય લગ્ન પર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આપણે આ વાતો કરી રહ્યા છીએ. આપણે બે ચહેરા એક એક ચહેરો એવો છે કે જે ખૂબ દંભી છે જેમાં આપણે એવું કહીએ છીએ કે આપણે ખૂબ પ્રોગ્રેસિવ છીએ આપણે એવું કહીએ છીએ કે સમાજને ખૂબ આગળ વધારવું છે આપણે અત્યારે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ આપણે બીજા દેશ સમકક્ષ આવવાની વાત કરીએ છીએ પણ આપણે ચર્ચા શું કરી રહ્યા છીએ તો ચર્ચા એ બાબતથી કરી રહ્યા છીએ કે એક રબારી છોકરી એક બીજા સમાજના છોકરા સાથે કેમ ભાગી ગઈ
આપણે ચર્ચા એ કરીએ છીએ કે એક પાટીદાર છોકરી બીજા સમાજના છોકરા સાથે કેમ ભાગી ગઈ આપણે ચર્ચા એ કરીએ છીએ કે ફલાણા સમાજ માજની છોકરી ફલાણા બીજા સમાજના છોકરા સાથે લગ્ન કેવી રીતના કરી શકે આપણે હજુ પણ ત્યાંના ત્યાં જ છીએ આપણે સમાજના બંધારણો બનાવીને પણ વાત તો અંતે એજ કરીએ છીએ કે પ્રેમ લગ્ન રોકવાના છે થોડા સમયમાં આપણે એ ભૂલી જશું પછી આપણે એવું કહીશું કે આપણે લવ જિહાદ રોકવાની છે ઇન્ટરકાસ્ટ મેરેજ તો ચાલે જ આપણે ખૂબ દંભી છીએ અને એના બહુ બધા ઉદાહરણો છે અને ગુજરાતમાં તો રોજ ઉઠો અને તમને 10 નવા ઉદાહરણ મળશે એવી ઘટનાઓ સામે આવી છે. આજના દિવસમાં આપણે જેટલી કિજ્જલ રબારીની વાત કરી આ કેસ પણ એટલો જ મહત્વનો છે કિજ્જલ રબારી ફેમસ વધારે છે એટલે એની ચર્ચા વધારે થાય છે અને આવી અનેક છોકરીઓ એવી છે કે જે આ પીડામાંથી પસાર થતી હોય છે પરિવારથી લઈને સમાજ બધા જ એના પ્રેમની સામે આવે અને પછી અને તેને ભોગવવું પડે એ અને એના પ્રેમીને એના પિતાએ મારી નાખ્યા. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડિયોને લાઈક અને શેર કરજો