:કરીશ્માની દીકરીના ઠાઠ ઓછા નથી. સમાની વાંચન–લખાણ પર કરોડો રૂપિયાનું ખર્ચ થઈ રહ્યું છે. માત્ર એક સેમેસ્ટરની ફી જ 95 લાખ રૂપિયા છે, તો આખા વર્ષની ફી 2 કરોડથી પણ વધુ થાય છે. સમાની આ મોંઘી ફી હાલ ચર્ચામાં છે.
કરિશ્મા કપૂર ફરીથી ચર્ચામાં છે અને કારણ છે તેમની દીકરી સમાયરા કપૂરની સુપર એક્સપેન્સિવ કોલેજ ફી, જેની વિગતો જાણીને દરેક આશ્ચર્યચકિત રહી ગયો છે. વિશ્વની સૌથી મોંઘી કોલેજોમાંથી એકમાં સમાયરા અભ્યાસ કરી રહી છે અને આ વાતનો ખુલાસો પ્રિયા કપૂર સામે ચાલી રહેલી કાનૂની લડાઈ દરમિયાન થયો.પિતા સંજય કપૂરના નિધન બાદ સમાયરા અને તેમના ભાઈ કિયાનએ તેમની સોતીયા મા પ્રિયા સચદેવને છેતરપિંડીના આરોપ સાથે કોર્ટમાં ખેંચ્યા છે.
બંનેએ સંજયની વસીયતને ખોટી ગણાવી છે અને કેસની રોજિંદી સુનાવણી ચાલી રહી છે.તાજેતરમાં સમાયરાની તરફથી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે તેમની કોલેજની ફી બે મહિનાથી ભરાઈ નથી. તેના જવાબમાં પ્રિયા સચદેવના વકીલે ખુલાસો કર્યો કે ફી પહેલેથી જ ભરાઈ ચૂકી છે. એક સેમેસ્ટરની 95 લાખની ફી જમા થઈ ગઈ છે અને બીજા સેમેસ્ટરની ફી ડિસેમ્બરમાં ભરવાની બાકી છે.
આ વાતે સૌ કોઈને ચોંકાવી દીધા છે. નેટિઝન્સ ગણતરી કરી રહ્યા છે કે એક સેમેસ્ટરની ફી 95 લાખ હોય તો આખું વર્ષની ફી 2 કરોડથી વધુ જ થશે.જાણકારી મુજબ, 20 વર્ષની સમાયરા કપૂર અમેરિકાની ટફ્ટ્સ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કરી રહી છે, જે 2027માં પુરી થશે. તે કયા વિષયમાં અભ્યાસ કરી રહી છે તે અંગેની માહિતી હજુ સુધી બહાર આવી નથી.
બીજી તરફ, કરિશ્મા કપૂરએ એક મોટો નિર્ણય લીધો છે. તેમણે પોતાનું બાંદ્રા વેસ્ટનું ફ્લેટ ભાડે આપ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે, કરિશ્માએ ફ્લેટ 5.51 લાખ મહિનાના ભાડે આપ્યો છે. આ પ્રમાણે એક વર્ષમાં તેઓ 66 લાખ રૂપિયાની કમાણી ઘર બેઠાં જ કરશે.કરીશ્મા અગાઉ પણ આ જ ફ્લેટ ભાડે આપી ચૂકી છે અને ત્યારે બે વર્ષ માટે આપ્યો હતો.