Cli

કરિશ્મા કપૂરના બાળકો સાથે દગો થયો? પ્રિયાએ વસિયતનામાના નામે પોતાનું બેંક ખાતું ખાલી કરી દીધું.

Uncategorized

સંજયના બેન્ક અકાઉન્ટમાંથી ગાયબ થયેલા બધા પૈસા… 23,000 કરોડના લોભમાં આખરે ચોર કોણ બન્યો? દિવંગત બિઝનેસમેન સંજયની કરોડોની મિલકતનો વિવાદ અટકતો જ નથી. કોર્ટની તારીખ પહેલાં પ્રિયાએ નવું પત્તું ફેંક્યું. તો કરીશ્માએ લગાવ્યો પૂર્વ પતિના બેન્ક અકાઉન્ટમાંથી બધા પૈસા ગાયબ થવાનો આક્ષેપ. કરોડોની રકમને લઈને ફરીથી ભીડ્યાં કરીશ્મા અને પ્રિયા.

વારસાની વસીયત મેળવવા નવા નવા પાયા અજમાવાઈ રહ્યા છે અને એક પછી એક આક્ષેપો લોકોમાં ગુંચવણ ઊભી કરી રહ્યા છે.બિઝનેસમેન અને કરીશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરના અવસાન બાદથી જ તેમની 300 કરોડની મિલકતનો વિવાદ બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. 53 વર્ષની વયે આંખો મૂંદનારા સંજયના ગયા પછીથી જ એક્સ વાઇફ કરીશ્મા કપૂર અને વિધવા પત્ની પ્રિયા કપૂર વચ્ચે વસીયતને લઈને જંગ જોવામાં આવી રહ્યો છે.

કરોડોની રકમના ચક્કરમાં ભીડતી કરીશ્મા અને પ્રિયા વિશે સમયાંતરે અપડેટ પણ મળતા રહ્યા છે.જેમાં સંજય કપૂરની મિલકતમાં ભાગ મેળવવા કરીશ્મા કપૂરના બાળકો સમાયરા અને કિઆને કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. હવે પ્રિયાએ નવો પત્તો ફેંકતાં હાઈકોર્ટમાં નવી શરત મૂકી છે. હકીકતમાં, સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા સચદેવ કપૂરે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરીને તેમના પતિની સંપત્તિ જાહેર ન કરવા માંગ કરી છે.

આ સાથે જ પ્રિયાએ નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટની પણ માંગણી કરી છે.પ્રિયા કપૂરનું કહેવું છે કે કરીશ્મા કપૂરના બાળકો અને સાસુ રાણી કપૂરે સાઇબર સિક્યોરિટી અને અન્ય સુરક્ષા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ એગ્રીમેન્ટ પર સહી કરવી જોઈએ. હવે જ્યાં પ્રિયાએ આ એગ્રીમેન્ટની વાત કરી, ત્યાં બીજી તરફ કરીશ્માના વકીલના નવા દાવાએ સૌનું ધ્યાન ખેંચી લીધું છે. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે

કે સંજય કપૂરના બેન્ક અકાઉન્ટમાંથી બધા જ પૈસા ગાયબ થઈ ગયા છે.સાથે જ કહેવાઈ રહ્યું છે કે બાળકો પ્રિયાની NDAની માંગનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આવા સમજૂતી પર સહી કરવામાં આવશે તો વસીયત સંબંધિત કોઈપણ પ્રશ્ન ઊભો કરવો અતિ મુશ્કેલ બની જશે.ત્યારબાદ પ્રિયાએ આ અરજીને ખોટી ઠેરવીને કહ્યું કે

આ કેસ વિચારવા લાયક જ નથી. કોર્ટ સમક્ષ પોતાના પક્ષમાં એમ પણ કહ્યું કે હું તેમની કાયદેસરની પત્ની છું. પ્રેમ અને સ્નેહના આ દાવા ત્યારે ક્યાં હતા જ્યારે તેમણે સુપ્રીમ કોર્ટમાં તલાકની લાંબી કાનૂની લડત લડી હતી? તમારા પતિએ તમને વર્ષો પહેલાં જ છોડી દીધા હતા.હવે એક પછી એક નવા દાવા અને આક્ષેપો લોકોએ માથું ગરમ કરી દીધું છે અને એ સવાલ ઉભો કર્યો છે કે સાચું કોણ અને ખોટું કોણ? ખૈર, વસીયતના આ રમતમાં સાચું શું છે તે તો કોર્ટના આખરી નિર્ણય પછી જ બહાર આવશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *