ધુરંધર ફિલ્મથી અક્ષય ખન્ના ફરી એકવાર છવાઈ ગયા છે. અક્ષય ખન્નાના રીલ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. તેમનું ગીત ફિલિપારાચી લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર અક્ષય ખન્નાને લઈને ચર્ચાઓ અટકવાનું નામ લઈ રહી નથી. બીજી તરફ, અક્ષય ખન્ના પોતે આ બધાથી સંપૂર્ણ દૂર અલીબાગમાં પોતાના ફાર્મહાઉસ પર શાંતિથી પૂજા પાઠ કરી રહ્યા છે અને એક પીસફુલ સમય પસાર કરી રહ્યા છે.પરંતુ સોશિયલ મીડિયા પર જે લોકો હવે અક્ષય ખન્નાના નવા ફેન્સ બની ગયા છે, ખાસ કરીને જૅનજી જનરેશન,
તેઓ અક્ષય ખન્ના વિશે જૂની વાતો શોધી રહ્યા છે. આ દરમિયાન અક્ષય ખન્નાનો એક જૂનો ઇન્ટરવ્યૂ સામે આવ્યો છે, જેમાં કરણ જોહરે તેમની સાથે થોડું અપમાનજનક વર્તન કર્યું હતું. આ ઇન્ટરવ્યૂ જોયા પછી લોકો કહે છે કે કરણ જોહરે જેમને અવગણ્યા, જેમને પોતાના ગ્રુપમાં સામેલ ન કર્યા, તે જ લોકો આગળ જઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ બની ગયા.ચાલો આજે જાણીએ કે એવા કયા લોકો હતા જેમને કરણ જોહરે પોતાના ગ્રુપથી દૂર રાખ્યા અને તેઓ કેવી રીતે કરણથી દૂર રહીને સ્ટાર બન્યા.શરૂઆત કરીએ 90ના દાયકાથી.
જ્યારે કરણ જોહર ડાયરેક્ટર તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારે તેમની ફિલ્મ કુછ કુછ હોતા હૈ એક મોટી હિટ સાબિત થઈ. શાહરુખ ખાન, કાજોલ, રાની મુખર્જી અને સલમાન ખાન જેવા મોટા સ્ટાર્સ આ ફિલ્મમાં હતા. આ સફળતા બાદ કરણ જોહરે અનેક ફિલ્મો બનાવી, પરંતુ તેમણે ક્યારેય સુપરસ્ટાર ગોવિંદાને પોતાની ફિલ્મોમાં કાસ્ટ કર્યા નહીં.ગોવિંદાએ પોતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મેં કરણ જોહરથી વધારે ખતરનાક માણસ નથી જોયો. છેલ્લા ત્રીસ વર્ષમાં તેણે મને હેલો પણ કહ્યું નથી. જે લોકો તેના સર્કલમાં નથી, તેમની તરફ તે જુએ પણ નથી. તેણે પોતાના શોમાં કોમેડિયનને, ક્રિકેટરને બોલાવ્યા, પરંતુ મને ક્યારેય બોલાવ્યો નથી.
ગોવિંદાની આ વાત લોકોને સાચી લાગી અને સૌએ કહ્યું કે ગોવિંદા પોતે જ એક મોટો સુપરસ્ટાર છે. તેમને કરણ જોહરની જરૂર ક્યારેય નહોતી.હવે વાત કરીએ બીજા એક્ટરની, જેને કરણ જોહરે લાંબા સમય સુધી અવગણ્યા, પરંતુ આજે એ એવો મોટો સ્ટાર છે કે કરણ જોહરને પણ તેના કામની પ્રશંસા કરવી પડી. આ એક્ટર છે બોબી દેઓલ.
એક સમય એવો હતો જ્યારે બોબી દેઓલ પાસે કામ નહોતું. તેઓ ડિપ્રેશનમાં હતા, દારૂની લત લાગી હતી. પત્ની કામ પર જતી હતી, બાળકો સ્કૂલ જતા હતા અને બોબી પાસે કરવા માટે કશું નહોતું. ત્યારબાદ તેમણે નક્કી કર્યું કે હવે ઘરમાં બેસી રહેવું નહીં. તેઓ પ્રોડ્યૂસરના દરવાજા ખખડાવવા લાગ્યા. કોફી વિથ કરણ શોમાં તેમણે ખુદ કહ્યું હતું કે હું લોકો પાસે જઈને કહેતો હતો કે હું બોબી દેઓલ છું અને મને કામ જોઈએ છે.એ જ શોમાં બોબી દેઓલે કરણ જોહરને સીધા જ કહ્યું હતું કે મેં તારી પાસે પણ કામ માગ્યું હતું,
પરંતુ તું મને કામ આપ્યું નહીં. કરણે બચાવ કરતાં કહ્યું કે આપણે તો દોસ્તાના ફિલ્મમાં સાથે કામ કર્યું છે, જેમાં બોબી દેઓલનો માત્ર એક એક્સટેન્ડેડ કેમિયો હતો. 2023માં આશ્રમ અને ક્લાસ ઓફ 83 પછી અને પછી એનિમલ ફિલ્મમાં બોબી દેઓલના દમદાર રોલ બાદ કરણ જોહરે ખુદ જાહેરમાં કહ્યું કે બોબી દેઓલ એક શાનદાર એક્ટર છે.ત્રીજો ઉદાહરણ છે કંગના રનૌત. કરણ જોહરે તેમને ક્યારેય પોતાના ગ્રુપમાં સામેલ કર્યા નહીં.
કંગના કરણના શોમાં ગઈ હતી અને ત્યાં તેમણે ખુલ્લેઆમ કહ્યું હતું કે કરણ તું ક્યારેય મને તારી ફિલ્મોમાં કાસ્ટ કરી નથી. તું ફક્ત પોતાના ગ્રુપ અને સ્ટાર કિડ્સને જ પ્રેફરન્સ આપે છે. અહીંથી જ નેપોટિઝમની ચર્ચા શરૂ થઈ. કંગના ચાર નેશનલ એવોર્ડ જીતનારી એક્ટ્રેસ બની અને આજે એક રાજકારણી તરીકે પણ પોતાની ઓળખ બનાવી છે.હવે વાત કરીએ અક્ષય ખન્નાની. 2017માં ઇત્તેફાક ફિલ્મમાં કરણ જોહરે તેમને સપોર્ટિંગ રોલ આપ્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં કરણ જોહરે કહ્યું હતું કે અક્ષય ખન્ના બહુ અજીબ જીવન જીવે છે.
જો તેમને ઓસ્કાર પણ મળે તો પણ તેઓ અલીબાગમાં જ રહેશે. આ પર અક્ષય ખન્નાએ જવાબ આપ્યો હતો કે આપણે મળીએ જ કેવી રીતે. તમે મને ક્યારેય કામ આપ્યું જ નથી. કરણે જવાબમાં કહ્યું હતું કે મેં તમને કુર્બાન ફિલ્મ ઓફર કરી હતી, પરંતુ તમે રિજેક્ટ કરી હતી.આજે ધુરંધર ફિલ્મમાં અક્ષય ખન્નાની ધાક જામી છે અને ફરી એકવાર તેમની જોરદાર પ્રશંસા થઈ રહી છે. આ તમામ ઉદાહરણો પરથી લોકો કહે છે કે જે કરણ જોહરની નજરમાંથી બચી ગયો, તે ઇન્ડસ્ટ્રીમાં સુપરહિટ બની ગયો.છેલ્લા કેટલાક વર્ષોમાં કરણ જોહરે જેમને લોન્ચ કર્યા,
તેમાંથી ઘણા આજે કામ માટે સંઘર્ષ કરી રહ્યા છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન તેનું ઉદાહરણ છે. જ્યારે આલિયા ભટ્ટ એક અપવાદ છે, જે કરણ દ્વારા લોન્ચ થયા બાદ ઇન્ડસ્ટ્રીની ટોચની એક્ટ્રેસ બની. બીજી તરફ કિયારા અડવાણી પોતાના દમ પર આગળ વધી અને આજે સફળ છે. અહાન પાંડેને પણ કરણે લોન્ચ નથી કર્યા, છતાં પહેલી ફિલ્મથી જ તેઓ સ્ટાર બની ગયા. જ્યારે અનન્યા પાંડે અને જ્હાનવી કપૂર હજુ સુધી તે સ્ટાર સ્ટેટસ હાંસલ કરી શક્યા નથી.